Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોર્પોરેશન હવે મિલકત વેરો વસુલવા સીલીંગ શરૃ કરશે

- બાકી વેરા અંગે નોટિસો ફટકાર્યા બાદ હવે

- રહેણાંક કરતાં કોમર્શિયલ એકમોમાં મિલકત વેરો વધુ બાકી છે:માર્ચ મહિના સુધી વસુલાત કડક બનાવાશે

ગાંધીનગર, તા. 14 ફેબ્રુઆરી 2018, બુધવાર

રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વસુલવામાં આવી રહેલા મિલકત વેરામાં રહેણાંક કરતાં કોમર્શિયલ એકમોના સંચાલકો મિલકત વેરો ભરવામાં આળસ દાખવી રહયા છે. કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ બે હજારજેટલા મિલકતધારકોને વેરો ભરી જવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાંથી ઘણાં મિલકત ધારકો વેરો ભરી ગયા છે પરંતુ નોટિસ બાદ પણ કોપોેરેશનની કચેરીમાં નહીં દેખાયેલા આ કોમર્શિયલ મિલકતધારકોની મિલકતો હવે સીલ કરવા માટે કોર્પોરેશને તૈયારી શરૃ કરી છે અને આવતા અઠવાડીયાથી કામગીરી શરૃ કરવામાં આવશે. આ વર્ષે મિલકત વેરા વસુલાતનો લક્ષ્યાંક ૩૨ કરોડ રખાયો છે  જે પૈકી ૧૮ કરોડ જેટલી વસુલાત થઈ ચુકી છે.  

રાજ્યના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ શહેરમાં રહેણાંક અને કોમર્શિયલ મિલકતો ઉપર વેરો નાંખવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા સમયાંતરે વેરા વસુલાતની કામગીરી કરવામાં આવે છે. જો કે રાજય સરકારના વિવિધ વિભાગો વેરો નહીં ભરતાં હોવાના કારણે કોર્પોરેશનને ૨૦ કરોડ ઉપરાંતનો વેરો લેવાનો બાકી નીકળે છે અને તેના કારણે કોર્પોરેશનનું આર્થિક ગણિત ગુંચવાઈ જાય છે. જેથી કોર્પોરેશન રહેણાંક અને કોમર્શિયલ મિલકતો ઉપર જ દારોમદાર રાખવો પડે છે અને તેમાં થતી આવકના આધારે વિવિધ કામો હાથ ધરવામાં આવતાં હોય છે .વર્ષ ૨૦૧૭-૧૮ના બજેટમાં કોર્પોરેશને ગાંધીનગરમાં મિલકત વેરાનો લક્ષ્યાંક ૩૨ કરોડ રૃપિયા જેટલો રાખ્યો હતો. જે પૈકી હજુ સુધી ૧૮ કરોડ રૃપિયાની વસુલાત થઈ છે.

મિલકત વેરો વસુલવા માટે ગયા મહિને જ કોર્પોરેશનની ટેકસ શાખાએ બે હજાર જેટલા મિલકત ધારકોને નોટિસો ફટકારી હતી. જેમાંથી ઘણાં મિલકત ધારકો કોર્પોરેશનની કચેરીએ આવી વેરો ભરી ગયા હતા. ત્યારે કોર્પોરેશનની નોટિસ બાદ પણ નહીં જાગેલા કોમર્શિયલ મિલકત ધારકો સામે લાલ આંખ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને જે અંતર્ગત આવતા અઠવાડીયાથી મોટા બાકીદારોથી શરૃઆત કરીને સીલીંગની કામગીરી શરૃ કરવામાં આવનાર છે. માર્ચ મહિના સુધીમાં લક્ષ્યાંક પુરો કરવાનો હોવાથી કોર્પોરેશન વેરો વસુલવા માટે કડક હાથે કામ લેશે તો સરકારના વિવિધ વિભાગો પાસેથી પણ વેરો વસુલવા માટે બેઠકોનો દોર કરવામાં આવી રહયો છે. જેમાં ધીરેધીરે સફળતા પણ મળી રહી છે.

સેકટર-૧થી ૬માં રપ રહેણાંક મિલકતોએ વેરો ભર્યો જ નથી
ગાંધીનગર, બુધવાર
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ ર૦૧૧થી મિલકત વેરો વસુલવામાં આવી રહયા છે ત્યારે ઘણા એવા મિલકતધારકો છે કે જેમણે ર૦૧૧થી અત્યાર સુધી કોઈપણ વેરાની રકમ કોર્પોરેશનમાં ભરી નથી. તેવા મિલકત ધારકોની હાલ યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં સે-૧થી ૬માં જ રપ રહેણાંક મિલકત ધારકો એવા છે કે જેમણે હજુ સુધી એકપણ વાર કોર્પોરેશનમાં મિલકત વેરો ભર્યો નથી. મિલકત વેરાની નોટિસ પણ તેમને મળી રહી છે તેમ છતાં કોર્પોરેશનની કચેરીમાં ડોકાવા પણ આવ્યા નથી. જેની આગામી સમયમાં આવા મિલકતધારકોની યાદી તૈયાર થઈ ગયા બાદ તેમની સામે શું કાર્યવાહી કરવી તે અંગે નિર્ણય લેવામાં આવશે.

Post Comments