Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઝાકળ સાથે ઠંડી પડવાને કારણે જિલ્લામાં રવિપાકને ફાયદો થશે

- ગાંધીનગરમાં કુલ ૭૧ હજાર વિસ્તારમાં વોવતેર કરાયું

ગાંધીનગર,તા. 14 ફેબ્રુઆરી 2018, બુધવાર

ગાંધીનગરના ખેડૂતોઅ ગત વર્ષ કરતા પણ કુલ ૭૧ હજાર હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકનું વાવેતર કર્યું હતું. ત્યારે વાવેતર પુર્ણ થયા બાદ હવે તિવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે તે રવિપાક માટે ફાયદાકારણ હોવાનું માનવામાં આવે છે. આ ઠંડીના કારણે ઘઉ અને બટાટાના ફળ મોટા થશે તેમજ ઉત્પાદનમાં પણ વધારો થવાની શક્યતા વર્તાઇ રહી છે. સમગ્ર ગુજરાતની સાથે ગાંધીનગરમાં પણ ખરિફ પાકની સિઝન દરમિયાન અતિવૃષ્ટી અને પાકને અનુરૃપને આબોહવા નહીં રહેવાને કારણે ખરિફ પાકનું સરેરાશ કરતા ૨૦ હજાર હેક્ટર વિસ્તાર જેટલું વાવેતર ઘટયું હતું. ત્યારે ખરિફ સિઝન સારી નહી ગયા બાદ રવી સિઝન સારી જશે તેવી ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ આશા રાખી ખેડૂતોને હતી જેને લઇને જિલ્લાના ખેડૂતોએ વિવિધ પાકનું વાવેતર પણ દિવાળી પહેલા જ શરૃ કર્યું હતું. જેને લઇને ગત વર્ષ કરતા પણ આ વખતે રવી સિઝનમાં વાવેતર વિસ્તાર વધ્યો છે અને ગાંધીનગરમાં રવિઋતુમાં કુલ ૭૧ હજાર હેક્ટરમાં વિવિધ પાકનું વાવેતર કરાયું છે. ત્યારે વાવેતર પુર્ણ થયા બાદ અત્યારે શિયાળાએ જાણે તેનો અસલી રંગ પકડયો હોય તેમ ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. એટલુ જ નહીં, સવારના સમયે ભેજવાળુ અને ઝાકળયુક્ત વાતાવરણ હોય છે જેની સીધી અસર રવીપાક પર પડી રહી છે.

આ છેલ્લે છેલ્લે વધેલી ઠંડીને કારણે રવીપાકને વધારો થશે તેમ નિષ્ણાંતો માની રહ્યા છે.રવિપાકના મુખ્યપાક ગણાતા ઘઉ અને બટાટાના ફળનો ઘેરાવો વધશે એટલે કે, બટાટા પ્રમાણમાં મોટા થશે.ઠંડી વધવાને કારણે રવીપાકમાં ઘઉં અને બટાટાથી માંડીને અન્યપાકના ઉત્પાદનમાં પણ વધારો થવાની શક્યતા વર્તાઇ રહી છે.માર્ચમાં ઘઉંનું ઉત્પાદન લેવામાં આવશે જ્યારે ફેબુ્રઆરીના મધ્યભાગથી બટાટાનો પાક લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં રવીપાકના મુખ્યપાક ગાણાતા ઘઉંનું ૨૮ હજાર હેક્ટરમાં જ્યારે બટાટાનું સાત હજાર હેક્ટર વિસ્તારમાં પાક લેવામાં આવ્યો છે.

Post Comments