Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોલવડાના જુગારધામમાં પોલીસનો દરોડો : છ ઝડપાયાં

- વરલી મટકાનો જુગાર રમાડતો મુખ્ય આરોપી ભાગી જવામાં સફળ:ર૧ હજારનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં હાલ જુગારની પ્રવૃતિ ડામવા માટે પોલીસ દોડધામ કરી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે કોલવડામાં ચાલતાં જુગારધામ ઉપર દરોડો પાડીને છ શખ્સોને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. વરલી મટકાનો જુગાર રમાડતાં મુખ્ય આરોપી ભાગી જવામાં સફળ રહયો હતો આ સંદર્ભે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં હાલ જુગારની પ્રવૃતિ ફુલીફાલી છે ત્યારે ગાંધીનગર એલસીબી પીઆઈ જે.ડી.પુરોહિતે સ્ટાફના માણસોને એલર્ટ રહી જિલ્લામાં જુગાર ચલાવતા શખ્સોને પકડવા માટે તાકીદ કરી હતી. જે અનુસંધાને એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી આ દરમ્યાન એલસીબીના કોન્સ્ટે. વિપુલકુમાર દેસાઈને બાતમી મળી હતી કે કોલવડા ગામમાં અશોકજી કેશાજી ઠાકોર સ્મશાન પાસે ખરાબાની જગ્યામાં આંખ પરખનો વરલી મટકાનો જુગાર રમાડે છે.

જે બાતમીના આધારે એલસીબીન ટીમે દરોડો પાડતાં જુહાજી રામાજી ઠાકોર રહે.મોટી આદરજ, ભીખાભાઈ કાનજીભાઈ પરમાર રહે.કોલવડા, અનિલ કેશાભાઈ દંતાણી રહે.આદિવાડા, પ્રહલાદજી અમરતજી ઠાકોર રહે.વાસણ તથા મહેન્દ્ર ગોવીંદજી ઠાકોર રહે.કોલવડા તથા રવજીભાઈ રામાજી ભીલ રહે.આદિવાડાને જુગાર રમતાં ઝડપી લીધા હતા.

પોલીસે સ્થળ ઉપરથી ર૧૧૭૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. તયારે જુગારધામનો સંચાલક મુખ્ય આરોપી અશોકજી કેશાજી ઠાકોર ભાગી જવામાં સફળ રહયો હતો. આ સંદર્ભે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

Post Comments