Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કલોલમાં ૧૦૦એ રર વિદ્યાર્થીઓ માધ્યમિક વિભાગમાં પ્રવેશતા નથી

- ડ્રોપઆઉટ રેડ વધુ હોવાથી પ્રવેશોત્સવ દરમિયાન કલોલ તાલુકાની સ્કુલમાં ખાસ ધ્યાન આપવા સુચના

ગાંધીનગર, તા. 13 જૂન 2018, બુધવાર

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શાળા પ્રવેશોત્સવ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓને વાજતેગાજતે શાળામાં પ્રવેશ તો આપી દેવામાં આવે છે પરંતુ પ્રાથમિકમાંથી માધ્યમિક વિભાગમાં પ્રવેશતા પહેલાં ઘણા વિદ્યાર્થીઓ શાળાનો અભ્યાસ છોડી દે છે અથવા તો અન્ય તરફ વળી જાય છે.

ત્યારે જિલ્લાના કલોલ તાલુકામાં ૧૦૦ વિદ્યાર્થીમાંથી રર બાળકો ધોરણ-૮માંથી ધોરણ-૯માં પ્રવેશતા નથી. જેને લઇને રાજ્ય સરકારે જિલ્લાના કલોલ તાલુકામાં પ્રવેશોત્સવ દરમિયાન ખાસ ધ્યાન આપવા સુચના આપી છે.

રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં અપાતા શિક્ષણને સુધારવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. એટલું જ નહીં લેપટોપ અને સ્માર્ટ કલાસરૃમ કરીને હાઇટેક એજ્યુકેશન આપવાના દાવા પણ સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ બોર્ડના પરિણામમાં સરકારી સ્કુલનુ રીઝલ્ટ ખુબ જ નબળું હોય છે.

તેને લઇને સરકારી શાળામાં અપાતા શિક્ષણનું સ્તર આપણે માપી શકીએ છીએ. તો બીજી બાજુ સરકારી સ્કુલોમાં વિદ્યાર્થીઓ ભણે તેમજ સાક્ષરતા દર સુધરે તે માટે સરકાર તરફથી છેલ્લા ઘણા વખતથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાય છે જેમાં ધોરણ-૧ની સાથે માધ્યમિક વિભાગ એટલે કે ધોરણ-૯માં પણ બાળકને પ્રવેશ આપવામાં આવે છે.

ત્યારે છેલ્લા ઘણા વર્ષના આંકડાઓના અભ્યાસ ઉપરથી ફલીત થાય છે કે, ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની સ્કુલોમાં પ્રાથમિક વિભાગમાંથી માધ્યમિક વિભાગમાં પ્રવેશતા બાળકોનો ડ્રોપઆઉટ રેડ વધુ છે. તંત્ર તરફથી મળતી માહિતી  પ્રમાણે જિલ્લાના કલોલ તાલુકામાં રર.૨૧ ડ્રોપઆઉટ રેસીયો છે. એટલે કે, ૧૦૦ વિદ્યાર્થીઓએ રરથી પણ વધુ વિદ્યાર્થીઓ ધોરણ-૮ પુર્ણ કરીને ધોરણ-૯માં પ્રવેશતા નથી.

આ વિદ્યાર્થીઓ અભ્યાસ છોડીને અન્ય પ્રવૃત્તિમાં લાગી જાય છે. ત્યારે રર ટકા જેટલો ડ્રોપઆઉટ રેડ હોવાના કારણે આ તાલુકામાં પ્રવેશોત્સવની વિશેષ કામગીરી કરવા માટે સરકાર તરફથી જ સુચના આપવામાં આવી છે. જેને લઇને અધિકારીઓ અને પદાધિકારીઓના ગુ્રપ પણ આ તાલુકામાં વધુ ગોઠવવામાં આવ્યા છે. 

આ વિસ્તારમાં ડ્રોપઆઉટ રેટ વધુ હોવાની પાછળ અહીં ઇન્સ્ટ્રીયલ એરિયા વધુ હોવાનું શિક્ષણવિદો જણાવી રહ્યાં છે. આ તાલુકામાં એક પણ સરકારી માધ્યમિક શાળા નથી. જ્યારે ૩૪ જેટલી ગ્રાન્ટેડ તથા ૧૧૯ નોન ગ્રાન્ટેડ સ્કુલો છે.

છેલ્લી ઘડીએ ફેરફારઃ૨૭માંથી ફક્ત૧૫ અધિકારીઆ જ રહ્યાંં!
ગાંધીનગર,બુધવાર
રાજ્ય સરકારનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંનો એક એટલે શાળા પ્રવેશોત્સવ. આ ઉત્સવમાં અધિકારીઓ અને પદાધિકારીઓ મારફતે ગામે ગામ જઇ ત્યાંની સરકારી સ્કુલમાં બાળકોને આવકારવામાં આવે છે.

સરકાર તરફથી આ પ્રોજેક્ટમાં સનદી અધિકારીઓને જોતરીને કાર્યક્રમ સફળ બનાવવાના પ્રયત્ન કરવામાં આવે છે. જેને લઇને આ વખતે ગાંધીનગર જિલ્લામાં ૨૭ જેટલા સનદી અધિકારીઓ ગ્રામ્ય વિસ્તારના પ્રવેશોત્સવ માટે ફાળવવામાં આવ્યા હતાં.

છેલ્લી ઘડી સુધી ફેરફાર થતાં એક પછી એક અધિકારીઓ ગાંધીનગર જિલ્લા છોડીને અન્ય જગ્યાએ પ્રવેશોત્સવમાં જવા તૈયાર થયા હતા અને જેને લઇને છેલ્લે પંદર જેટલા રાજ્ય કક્ષાના અધિકારીઓ આ પ્રવેશોત્સવમાં રહ્યાં છે. જે હવે ગુરુવારે બાળકોને આવકારશે. એક અધિકારી ત્રણ સ્કુલોમાં પ્રવેશોત્સવ કરાશે.

Post Comments