Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યસ, મુન્નાભાઇ થ્રીની તૈયારી થઇ રહી છે

-અભિજિત જોશી સ્ક્રીપ્ટ ફાઇનલ કરી રહ્યા છે

-'સર્કિટ' અર્શદ વારસીએ વાતને સમર્થન આપ્યું

મુંબઇ તા.૧૩

ટોચના ફિલ્મ સર્જક રાજકુમાર હીરાણીની સુપરહિટ સિરિઝ મુન્નાભાઇની ત્રીજી કડીની તૈયારી શરૃ થઇ ચૂકી છે એવા સમાચારને સર્કિટ ઉર્ફે અર્શદ  વારસીએ સમર્થન આપ્યું હતું.

'યસ, આ વાત સાચી છેે. હીરાણી સર અને અભિજિત જોશી હાલ સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યા છે. જો કે હાલ હીરાણી સર સંજય દત્તની બાયો-ફિલ્મમાં વ્યસ્ત છે એટલે અભિજિત સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યો છે. પરંતુ એક વાત નક્કી છે કે મુન્નાભાઇ સિરિઝની ત્રીજી કડીની તૈયારી શરૃ થઇ ચૂકી છે અને મોટે ભાગે આવતા વરસે આ ફિલ્મ ફ્લોર પર જવાની શક્યતા છે' એમ અર્શદ વારસીએ વધુમાં કહ્યું હતું.

અત્યાર અગાઉ મુન્નાભાઇ એમબીબીએસ અને લગે રહો મુન્નાભાઇ એ બે ફિલ્મ બની હતી. પહેલી કડીમાં તો સિનિયર દત્ત એટલે કે સુનીલ દત્ત પણ ચમક્યા હતા. ફિલ્મમાં પણ સુનીલ અને સંજયે પિતાપુત્રનો રોલ કર્યો હતો. સાથે હતા અર્શદ વારસી અને બોમન ઇરાની. હવે એની ત્રીજી કડી તૈયાર થઇ રહી છે.

મુન્નાભાઇ ઉપરાંત ગોલમાલ સિરિઝમાં પણ અર્શદ વારસી ચમકી રહ્યો છે. કોમેડી એના માટે હવે સહજ થઇ પડી છે. ગોલમાલ સિરિઝમાં અજય દેવગણ મુખ્ય રોલમાં છે.

Keywords Yes,,Munnabhai,3,is,in,the,pipeline,

Post Comments