Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દાઉદની ફિલ્મ બનાવવા માટે મારો સંપર્ક સધાયો હતો

-અપૂર્વ લાખિયાએ કરેલી સ્પષ્ટતા

-હાલ દાઉદની બહેન હસીનાની બાયો-ફિલ્મ બનાવી છે

મુંબઇ તા.૧૪

ફિલ્મ સર્જક અપૂર્વ લાખિયાએ કહ્યું હતું કે અગાઉ દાઉદ ઇબ્રાહિમની બાયો-ફિલ્મ બનાવવા માટે મારો સંપર્ક સાધવામાં આવ્યો હતો.

શ્રદ્ધા કપૂર અને એના ભાઇ સિદ્ધાર્થ કપૂરને લઇને દાઉદ ઇબ્રાહિમની બહેન અને સેન્ટ્રલ મુંબઇની મહિલા ડૉન હસીના પારકરની બાયો-ફિલ્મ બનાવનારા આ સર્જકે કહ્યું કે એવી ફિલ્મ માટે વિતરકો મેળવવાનંુ કામ અત્યંત મુશ્કેલ હોય છે. અન્ડર વર્લ્ડના ડરથી કોઇ વિતરક ફિલ્મના વિતરણ માટે આગળ આવતા નથી. 'જો કે દાઉદનું સ્પષ્ટ નામ લીધા વિના એના વિશે કેટલીક ફિલ્મો બની ચૂકી છે એટલે મેં એન ફિલ્મ બનાવવાની ના પાડી અને એની બહેન હસીના પારકર પર પસંદગી ઊતારી. મને ઉશ્કેરવા કેટલાક પ્રોડયુસર્સે એવી દલીલ પણ કરી હતી કે દાઉદના બાળપણ અને એની યુવાની વિશે લોકોને બહુ જાણકારી નથી એટલે તમે દાઉદ વિશે ફિલ્મ બનાવો. એટલે મેં એના સ્વજનોને મળવાની તૈયારી દાખવી હતી. એમાંથી મને હસીનાની વાતમાં રસ પડયો. એક સાવ સીધી સાદી ભોળી બાળકી શી રીતે મહિલા ડૉન બની ગઇ એ વાત મને આકર્ષી ગઇ એટલે મેં દાઉદને બદલે એની બહેન પર પસંદગીનો કળશ ઢોળ્યો' એમ અપૂર્વે કહ્યું હતું.

સ્વીસ એન્ટરટેઇનમેન્ટ સાથે નાહિદ ખાન અને સમીર અંતુલે આ ફિલ્મના નિર્માતા છે.

આ ફિલ્મ આવતા સપ્તાહે ૨૨ સપ્ટેંબરે રજૂ થઇ રહી છે.

Post Comments