Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વીતેલા જમાનાની મશહૂર અભિનેત્રી શ્યામાનું જૈફ વયે અવસાન

- ગુરુદત્તની 'આરપાર'ની અદાકારા

- 'બરસાત કી રાત' સહિત અનેક ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

હિન્દી ફિલ્મ જગતની વિતેલા જમાનાની મશહૂર અભિનેત્રી શ્યામાનું આજે ૮૨ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું. ગુરુદત્તની આરપાર, બરસાત કી રાત અને મિલન સહિત અનેક ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યો હતો. હિન્દી ફિલ્મોમાં ચાલીસ વર્ષની પ્રદીર્ઘ કારકિર્દી દરમિયાન શ્યામાએ લગભગ ૧૭૫ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. શારદા ફિલ્મ માટે તેને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. સદ્ગતની અંતિમવિધિ આજે બપોરે મરીન લાઈન્સ સ્મશાનભૂમિમાં કરવામાં આવી હતી.

શ્યમાનો જન્મ લાહોરમાં ૭મી જૂન ૧૯૩૫માં થયો હતો. તેનું મૂળ નામ ખુર્શીદ અખ્તર હતું. નાનપણની જ તેને ગાવાનો અને નૃત્યનો શોખ હતો. કાળક્રમે તેણે ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. એ વખતે ગુજરાતી ફિલ્મ સર્જક વિજય ભટ્ટે ખુર્શીદ અખ્તરને શ્યામા નામ આપ્યું હતું. શ્યામા પર ફિલ્માવાયેલા એલો મેં હારી પીયા, અયદિલ મુઝે બતા દે તું કિસપે આ ગયા હૈ, દેખો વો ચાંદ છૂપકે કરતા હૈ ક્યા ઈશારે, જારે કારે બદરા ગીતોના કારણે તેને ખાસી લોકપ્રિયતા મળી હતી.

શ્યામાએ ગુરુદત્તની ક્લાસિક ફિલ્મ આરપાર, બરસાદ કી રાત, બહુરાની, દિલ દિયા દર્દ લિયા, આગ, સાવન-ભાદોં, કંગન, નયા દિન નઈ રાત, ઝળક જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. શ્યામાએ ફિલ્મ જગતના મશહૂર સિનેમેટોગ્રાફર ફ્લી મિસ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. એંસીના દાયકામાં તેમણે ફિલ્મોમાંથી નિવૃત્તી લઈ લીધી હતી.

Post Comments