Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટયુબલાઇટમાં શાહરુખ ખાન કેમિયો કરશે ?

-કરણ અર્જુનની યાદ કરાવે એવું કરવાની યોજના

શત્રુઘ્ન સિ્હાને બદલે શાહરુખની ભલામણ સલમાને કરી

મુંબઇ તા.૧૨

ટોચના ફિલ્મ સર્જક કબીર ખાનની લેટેસ્ટ ફિલ્મ ટયુબલાઇટમાં બે ટોચના ખાન સલમાન ખાન અને શાહરુખ ખાન સાથે દેખાય એવી શક્યતા હોવાની વાતો વહેતી થઇ હતી.

દસેક વર્ષ અગાઉ આ બંનેએ કરણ અર્જુનમાં સિનિયર અભિનેત્રી રાખીના પુત્રો તરીકે અભિનય કર્યો હતો. ત્યારબાદ બંને કોઇ ફિલ્મમાં સાથે દેખાયા નહોતા. જો કે વચ્ચેના થોડા સમયગાળા દરમિયાન બંને વચ્ચે ગેરસમજના કારણે અબોલા હતા. ગયા વરસે બંને ફરી દોસ્ત બન્યા હતા અને સલમાન ખાનની મૂંહબોલી બહેનનાં લગ્નમાં પણ શાહરુખે પરિવારના એેક સભ્ય તરીકે ભાગ લીધો હતો. એ પછી પણ બંને સતત સાથે દેખાયા હતા.

હવે બોલિવૂડલાઇફ ડૉટ કોમના એક અહેવાલ મુજબ સલમાન ખાનને મુખ્ય રોલમાં ચમકાવતી કબીર ખાનની લેટેસ્ટ ફિલ્મ ટયુબલાઇટમાં શાહરુખ ખાનનો એક ખાસ કેમિયો રોલ હશે. અગાઉ આ રોલ શત્રુઘ્ન સિંહા કરવાના હતા પરંતુ સલમાન ખાને એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે આ રોલ શાહરુખ ખાનને આપવો અને કબીર ખાન સંમત થયા હતા. એમની દ્રષ્ટિએ તો શાહરુખ ખાનની હાજરી ફિલ્મની માર્કેટ વેલ્યુ વધારી નાખતી હતી.

અગાઉ ૨૦૦૮-૦૯માં શાહરુખ ખાનની ઓમ્ શાંતિ ઓમ્માં સલમાન ખાને એક ગીતમાં ખાસ એન્ટ્રી મારી હતી.

Post Comments