Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સલમાને લવરાત્રિમાં સૂત્રધારનો રોલ ભજવ્યો છે

-એના બનેવી આયુષ શર્માની ફિલ્મ છે

-અભિરાજ મીનાવાલા ડાયરેક્ટર છે

મુંબઇ તા.૧૩

સુપર સ્ટાર સલમાન ખાને લવરાત્રિ ફિલ્મ માટે સૂત્રધારનો રોલ ભજવ્યો હોવાનું જાણવા મળ્યુ ંહતું. આ ફિલ્મ એના બનેવી આયુષ શર્મા બનાવી રહ્યા છે.

જો કે લવરાત્રિ ટાઇટલ અંગે કેટલીક હિન્દુ સંસ્થાઓએ વાંધો લીધો હતો અને નવરાત્રિની આસપાસ આ ફિલ્મ રજૂ થઇ રહી હોવાથી લવરાત્રિ અને નવરાત્રિ શબ્દો ગેરસમજ કરશે એવો ભય વ્યક્ત કરીને આ સંસ્થાઓએ ફિલ્મની રજૂઆત અટકાવવાની ધમકી પણ આપી હતી.

અભિરાજ મીનાવાલા નિર્દેશિત આ ફિલ્મનું ટીઝર રજૂ થવાની તૈયારીમાં છે અને એમાં સલમાન ખાન સૂત્રધાર તરીકે કામગીરી કરશે એવી માહિતી ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રે આપી હતી. સલમાન ખાન સ્ટોરી લાઇનનો અણસાર આપશે તથા ફિલ્મની ખૂબીઓ વર્ણવશે એવું પણ જાણવા મળ્યુ ંહતું. લવરાત્રિનું ટીઝર રેસ થ્રી સાથે રજૂ કરવાની પણ સલમાનની યોજના છે. આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં અને ગુજરાતની ભાગોળે થયું છે.

આ ફિલ્મમાં આયુષ શર્મા અને વારિના હુસૈન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. આ ફિલ્મ સલમાન ખાનની કંપની બનાવી રહી છે અને ચાલુ વર્ષના ઑક્ટોબરની પાંચમીએ એને રજૂ કરવાની યોજના છે.

Post Comments