Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધ ગ્રેટ વૉલ ફેબુ્રઆરીની ત્રીજીએ ભારતમાં રિલિઝ થશે

-મેટ ડેમનની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે

-ટુ ડી, થ્રી ડી અને આઇમેક્સ ફોર્મેટમાં રજૂ થશે

લોસ એંજલ્સ તા.૧૨

ચીનની જગવિખ્યાત ગ્રેટ વૉલને એક કથામાં વણી લેતી મેટ ડેમનની ફિલ્મ ધ ગ્રેટ વૉલ ભારતમાં આવતા મહિનાની ત્રીજીએ રજૂ થશે એવી જાહેરાત યુનિવર્સલ સ્ટુડિયોએ કરી હતી.

આ ફિલ્મ ટુ ડી થ્રી ડી અને આઇમેક્સ ફોર્મેટમાં અંગ્રેજી ભાષામાં રજૂ થશે. ઓસ્કાર એવોર્ડનું બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મનું નોમિનેશન મેળવી ચૂકેલા ડાયરેક્ટર ત્ઝાંગ યીમોયુની આ ફિલ્મમાં ઝીંગ તીયાંગ, પેદ્રો પાસ્કલ, વિલિયન ડેફો અને મેટ ડેમન ચમકી રહ્યા છે.

મોટા ભાગની ફિલ્મ ચીનમાં બની હોય એવી આ પહેલી ફિલ્મ છે તેમ ડાયરેક્ટર ત્ઝાંગની આ પહેલી ઇંગ્લીશ ફિલ્મ છે. કોઇ પરગ્રહવાસી પરિબળ વિશ્વનાં કેટલાંક બેનમૂન બાંધકામો પર ત્રાટકે છે એવી કથા આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે.

Post Comments