Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આ ફિલ્મ સાચુકલા આતંકવાદીના જીવન પરથી બની છે

-ફિલ્મ સર્જક હંસલ મહેતા ઉમેરટા ફિલ્મ વિશે કહે છે

-રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકા કરી રહ્યો છે

મુંબઇ તા.૧૪

 સિનિયર ફિલ્મ સર્જક હંસલ મહેતાએ કહ્યું હતું કે મૂળ પાકિસ્તાનમાં જન્મેલા અને બ્રિટિશ આતંકવાદી તરીકે જાણીતા થયેલા અહમદ ઉમર સૈયદ શેખની સત્યઘટના પર મારી ઉમેરટા ફિલ્મ આધારિત છે.

હંસલ મહેતાની આ ફિલ્મ ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલ અને તાજેતરના જિયો મામી ફેસ્ટિવલમાં રજૂ થઇ હતી અને એને જોરદાર આવકાર સાંપડયો હતો.

સોમવારે આ ફિલ્મનું પોસ્ટર રિલિઝ કરાયું હતું. આ પોસ્ટરમાં રાજકુમાર રાવ ટાર્ગેટ સાઇનની પાછળ બંદગી કરી રહેલો દેખાય છે. અગાઉ હંસલ મહેતા અને રાજકુમાર રાવ- આ બંનેએ અલીગઢ, સિટિલાઇટ્સ અને શહીદ ફિલ્મો સાથે કરી હતી. એટલે બંને એેકમેકના વિચારોને બરાબર સમજી શકે છે અને એનો અમલ કરી શકે છે. 

રાજકુમાર રાવે અગાઉ મિડિયા સાથેની વાતચીત દરમિયાન કહેલું કે મારા માટે આ સૌથી ટફ રોલ હતો. દુનિયામાં રહેલા જોખમી માહોલ અને ડાર્ક સાઇડને આ ફિલ્મમાં સચોટ રીતે રજૂ કરાઇ છે. દાઢી મૂછ અને જાડી ફ્રેમના ચશ્માવાળો રાજકુમાર રાવ ખરેખર આતંકવાદી જેવો લાગે છે. પોતાના પાત્રને એ સચોટ રીતે રજૂ કરી શક્યો છે.

Post Comments