Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હવે હું સતત નિહાલાની સામે કોર્ટમાં જઇશ

-સેન્સર ચીફ પર અનુરાગ કશ્યપ ગુસ્સે થયો છે

-કાયમ મારી ફિલ્મોને અટકાવી દે છે

મુંબઇ તા.૧૨

ટોચના ફિલ્મ સર્જક અનુરાગ કશ્યપે કહ્યું હતું કે હવે સેન્સર ચીફ પહલાજ નિહાલાનીના દરેક પગલાને હું કોર્ટમાં પડકારવાનો છું. એ મારી ફિલ્મોને સતત અટકાવી રાખે છે.

છેલ્લા સાત આઠ મહિનાથી ફિલ્મ હરામખોર અટકી હતી. જો કે તાજેતરમાં સેન્સર બોર્ડની એપેલેટ ટ્રાઇબન્યુનલે એને હરી ઝંડી દેખાડી હતી અને ફિલ્મ રજૂ થવાની તૈયારી છે. અત્યાર અગાઉ ડ્રગના દૂષણને રજૂ કરતી શાહિદ કપૂર અને આલિયા ભટ્ટને મુખ્ય રોલમાં ચમકાવતી ઊડતા પંજાબ ફિલ્મને સેન્સર બોર્ડે અટકાવી ત્યારે અનુરાગે મુંબઇ હાઇકોર્ટમાં એ આદેશને પડકાર્યો હતો. અનુરાગ માને છે અને જાહેરમાં કહે છે કે સેન્સર બોર્ડના વડા પહલાજ નિહાલાનીને મારી સામે કોઇ પૂર્વગ્રહ હોય એવું એમનું વર્તન છે. હવે હું એમના દરેક પગલાને કોર્ટમાં પડકારવાનો છું. એ મનસ્વી રીતે વર્તી શકે નહીં. મારી ફિલ્મની કોઇ પણ વાત હોય ત્યારે એ પૂર્વગ્રહથી વર્તે છે. બેફિક્રે ફિલ્મમાં રણવીર સિંઘ માત્ર અંડરવેર સાથે થોડી સેકંડ સુધી દેખાયો ત્યારે એને કોઇ વાંધો નહોતો. મારી ફિલ્મના દરેક દ્રશ્યને એ મેગ્નીફાઇંગ ગ્લાસ વડે જુએ છે. એ કેમ ચાલે ? બોમ્બે વેલ્વેટ ફિલ્મમાં એક સાવ સામાન્ય કહેવાય એેવા ઇન્ટિમેટ સીન પર એમણેે કાતર ચલાવી હતી.

Post Comments