Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રેડનો મારો રોલ ડાર્કેસ્ટ-સૌથી વધુ નેગેેટિવ છે

-અભિનેતા સૌરભ શુક્લા કહે છે

-તમને શોલેનો ગબ્બર સિંહ યાદ આવી જાય એવો રોલ છે

મુંબઇ તા.૧૪

સિનિયર અભિનેતા -ફિલ્મ સર્જક સૌરભ શુક્લાએ કહ્યું હતું કે અજય દેેવગણ અને ઇલિયાના ડિક્રૂઝને મુખ્ય રોલમાં ચમકાવતી ફિલ્મ રેડમાં મારો રોલ કારકિર્દીનો ડાર્કેસ્ટ રોલ છે.

'અગાઉ મેં કદી આટલી હદે ડાર્ક રોલ કર્યો નથી. મારી કારકિર્દીનો  આ સૌથી વધુ નેગેટિવ રોલ છે. મારો આ રોલ તમને શોલેનો ગબ્બર સિંહ યાદ કરાવી દે એવો ડાર્ક રોલ છે' એમ સૌરભે કહ્યુ ંહતું.

રેડમાં સૌરભે ઉત્તર પ્રદેશના એક માથાભારે પોલિટિશ્યન રામેશ્વર સિંઘ ઉર્ફે રાજાજીનો રોલ કર્યો છે. અગાઉ તમે સત્યામાં કલ્લુ મામા અને બરફીમાં ફરજ પરસ્ત અધિકારી સુધાંશુ દત્તાના રોલ આટલી સરસ રીતે જ કરેલા એવું કહીએ ત્યારે સૌરભ કહે છે ફિલ્મ હિટ નીવડે તો જ લોકોને તમારું પાત્ર યાદ રહેતું હોય છે.

રાજાજીના પાત્ર વિશે બોલતાં સૌરભે કહ્યું કે આ પાત્ર આમ જુઓ તો સો ટકા નેગેટિવ નથી. કોઇ પણ સત્તા ભૂખ્યો નેતા એમજ માનતો હોય છે કે મને કોઇ હાથ ન લગાડી શકે. પરંતુ એને એક ઇમાનદાર ઇન્કમટેક્સ અધિકારી ભેટી જાય છે.એક વ્યક્તિ તરીકે એ દૂષ્ટ નથી પણ એનાં કાર્યો અત્યંત દૂષ્ટ છે. એનાં કાર્યો એને ડાર્કેસ્ટ મેન બનાવી દે છે. જો કે પોતાને આવો કોઇ ઇમાનદાર અધિકારી મળે એ વાત પણ એને અલગ પ્રકારના આકર્ષણથી છલકાવી દે છે. મેં લખનઉની આસપાસના લોકો બોલે છે એવી બોલી શીખી લીધી હતી એટલે પાત્ર વધુ સચોટ બની શક્યું એમ મને લાગે છે.

Post Comments