Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હજુ બીજાં પુસ્તકો આવી રહ્યાં છે...

-ફિલ્મ સ્ટાર્સને લખ-વા ઉપડયો છે

-રિતિક, રવીના વગેરે લખી રહ્યાં છે

મુંબઇ તા.૧૭

તાજેતરમાં ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની બાયોગ્રાફી અને સિનિયર અભિનેતા રિશિ કપૂરની ઓટોબાયોગ્રાફી પ્રગટ થઇ. પરંતુ વાત આટલેથી અટકતી નથી. નજીકના ભવિષ્યમાં બીજા કલાકારોની જીવનકથા કે આત્મકથા પ્રગટ થાય તો નવાઇ નહીં પામતા.

આ દિશામાં મળેલી માહિતી મુજબ ટોચનો અભિનેતા રિતિક રોશન, વીતેલા સમયની ટોચની અભિનેત્રી રવીના ટંડન અને સોહા અલી ખાન પણ પોતાનાં જીવનનાં સંભારણાં લખી કે લખાવી રહ્યાં છે. ફિલ્મો, ટીવી શો અને એડવર્ટાઇઝ કરવા ઉપરાંત હવે તેમને પોતાની લોકપ્રિયતા વટાવી ખાવાની નવી તરકીબ હાથ લાગી છે અને એ છે જીવનકથા અથવા આત્મકથા. સોહા પોતે પ્રિન્સેસ તરીકેના અને મધ્યમ કક્ષાની સેલેબ્રિટી હોવાનાં સંભારણાં ટાંકી રહી છે.  સોહાએે કહ્યું કે મારો વાંચનનો શૉખ જાણીતો છે. એ શૉખ મને લખવામાં પણ મદદ કરી રહ્યો છે.   

રિતિક રોશન પોતાની ફિટનેસ વિશે લખવામાં પડયો છે. એણે કહ્યું કે મને દોસ્તો અને ચાહકો તરફથી સતત એવી વિનંતી આવતી હતી કે તમારા ફિટનેસ ફંડા વિશે કંઇક લખો અને પુસ્તક રૃપે પ્રગટ કરો. એટલે મેં લખવાનો વિચાર કર્યો.

રવીનાએ કહ્યંુ કે એ વાત સાચી છે કે હું હાલ પુસ્તક લખી રહી છું પરંતુ એ વિશે હાલ કંઇ કહેવું વધુ પડતું વહેલું ગણાશે.

Post Comments