Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોનોગામી કુદરતી ન ગણી શકાય

-હોલિવૂડની અભિનેત્રી સ્કારલેટ જ્હૉઆન્સન કહે છે

-આજીવન માત્ર એક વ્યક્તિ સાથે શી રીતે માણસ રહી શકે ?

લોસ એંજલ્સ તા.૧૭

 હોલિવૂડની ટોચની અભિનેત્રી સ્કારલેટ જ્હૉઆન્સન (સ્કારજો)એ એમ કહીને ખળભળાટ મચાવી દીધો હતો કે એક પતિત્વ કે એક પત્નીત્વ (મોનોગામી) કુદરતી નથી.

'મને આ પરંપરા માટે ખૂબ આદર છે પરંતુ હું દ્રઢપણે માનું છું કે કોઇ પણ વ્યક્તિ જીવનભર માત્ર એક વ્યક્તિ સાથે સુખેથી રહી શકે નહીં. જીવનમાં રોજ કેટલાય નવા લોકો મળતા હોય છે. વ્યવસાયમાં રોજ કેટલીય નવી વ્યક્તિઓ મળતી હોય છે. ક્યારેક પહેલીવાર મળતી કોઇ અજનબી વ્યક્તિ તરફ આકર્ષણ થઇ પણ જાય. એ સ્વાભાવિક છે. એમાં કશું અકુદરતી નથી. મોનોગામી મને અકુદરતી લાગે છે' એમ સ્કારજોેએ કહ્યું હોવાનું ઇઓનલાઇનના એક રિપોર્ટમાં જણાવાયું હતું.

તેણે કહ્યું હતું કે બેશક, લગ્ન એક રોમાન્ટિક પરંપરા છે. પરંતુ એક પતિત્વ કે એક પત્નીત્વ સ્વાભાવિક નથી. એ શક્ય નથી. લાંબો સમય ફક્ત એક વ્યક્તિ સાથે સંબંધ ટકાવી રાખવા ખૂબ મહેનત કરવી પડતી હોય છે. દરેક ફાયદા સાથે એક ગેરફાયદો જોડાયેલો હોય છે. એટલે જ્યારે એક સંબંધમાં લાભ દેખાય ત્યારે એની સાથે એક ગેરલાભ આપોઆપ આવી જાય છે. લગ્નનો વિચાર ખરેખર રોમાન્ટિક છે, એ વિચાર ખરેખર સુંદર છે. પરંતુ મોનોગામીને હું સ્વાભાવિક કે સહજ ગણતી નથી.

લગ્ન થાય ત્યારે ઘણા લોકો એની સાથે સંલગ્ન થઇ જાય છે કારણ કે એ એક કાયદેસરનો કરાર છે. પરંતુ પછી તો બે જણે એકમેકની સાથે જીવન વીતાવવાનું હોય છે. રોજબરોજની રહેણીકરણીમાં એકમેકને વફાદાર રહેવાનું દરેક વખતે શક્ય હોતું નથી એમ એણે વધુમાં કહ્યુ ંહતું.

Post Comments