Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઐયારીનું શૂટિંગ લંડનમાં સરસ રીતે ચાલી રહ્યું છે

-સિદ્ધાર્થ મલ્હોત્રાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કર્યો

-અગાઉ એક શિડયુલ ઘરઆંગણે શૂટ કર્યું હતું

મુંબઇ તા.૧૭

હોનહાર અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાની આગામી ફિલ્મ ઐયારીના લંડન શિડયુલનો આરંભ કરી દીધો હતો અને એની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી.

હાલ એની અ જેન્ટલમેન ફિલ્મ રજૂઆતને આરે છે ત્યારે એણે રકુલ પ્રીત સિંઘ સાથે ઐયારીના લંડન શિડયુલના શૂટિંગનો આરંભ કરી દીધો હતો. સોશ્યલ મિડિયા પર શૅર કરેલા ફોટોગ્રાફમા એણે લખ્યું હતું, લંડનની સડકો પર લટાર મારી રહ્યો છું....

જેક્લીન ફરનાન્ડિસ અને સુનીલ શેટ્ટી સાથેની એની અ જેન્ટલમેન ફિલ્મ ઑગષ્ટની ૨૫મીએ રજૂ થવાની છે. ઐયારીની એની હીરોઇન રકુલ પ્રીત સિંઘ તમિળ,તેલુગુ અને કન્નડ ફિલ્મની જાણીતી હીરોઇન છે. આ એની બીજી હિન્દી ફિલ્મ છે જેમાં એ સિદ્ધાર્થની હીરોઇન તરીકે પસંદ કરાઇ છે. અગાઉ એણે બોલિવૂડની યારીયાં ફિલ્મ (૨૦૧૪) કરી હતી.

આ ફિલ્મમાં સિદ્ધાર્થ એક લશ્કરી અધિકારીનો રોલ કરી રહ્યો છે. એની સાથે મનોજ બાજપેયી પણ આ ફિલ્મમાં મહત્ત્વનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મની કથા બે લશ્કરી અધિકારીઓની છે જે પોતપોતાની રીતે સાચ્ચા છે પરંતુ બંનેના મંતવ્યો જુદાં છે. બંનેની કામ કરવાની સ્ટાઇલ અલગ છે.

Post Comments