Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કરણી સેનાએ થિયેટરમાં ભાંગફોડ કરી

-પદ્માવતીનું ટ્રેલર કેમ દેખાડો છો ?

-રાજસ્થાનના કોટામાં આવેલા થિયેટરમાં ધમાલ કરી

કોટા (રાજસ્થાન)/ મુંબઇ તા. ૧૫

 ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી જાણે સતત વિવાદોના કેન્દ્રમાં રહેવા માટે બની હોય એવું લાગ્યા કરે છે.

મંગળવારે રાજસ્થાનના કોટા વિસ્તારમાં આવેલા એક થિયેટરમાં પદ્માવતીનું ટ્રેલર રજૂ થઇ રહ્યું હતું ત્યારે કહેવાતી રજપૂત સંસ્થા કરણી સેનાના કાર્યકરો ત્રાટક્યા હતા અને થિયેટરમાં ભાંગફોડ મચાવી દીધી હોવાના અહેવાલ મળ્યા હતા.

અત્રે એ યાદ રહે કે મુંબઇ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ આ ફિલ્મ રજૂ થવા સામે સ્ટે આપવાનો ઇનકાર કરતાં સંબંધિતોેને સેન્સર બોર્ડનો સંપર્ક સાધવાની સલાહ આપી હતી.

ખુદ ભણસાલીએ જાહેર કર્યું હતું કે અમારી ફિલ્મમાં રજપૂત સંસ્કાર લાજે એવું કોઇ દ્રશ્ય નથી. ફિલ્મના હીરો શાહિદ કપૂરે પણ એવી જાહેર અપીલ કરી હતી કે એકવાર ફિલ્મ જુઓ તો ખરા. પછી નક્કી કરો કે ઐતિહાસિક તથ્યો વિકૃત થયા છે કે કેમ ?ફિલ્મ જોયા વિના તમે આવા આક્ષેપો શી રીતે કરી શકો ?

પરંતુ કહેવાતી રજપૂત સંસ્થા પહેલેથી હિંસક દેખાવો કરી રહી હતી.પહેલાં રાજસ્થાનમાં અને ત્યારબાદ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આ ફિલ્મના સેટ્સ પર સેનાએ હિંસક હુમલા કર્યા હતા.

આ ફિલ્મ પહેલી ડિસેંબરે રજૂ થવાની છે. હાલ સેન્સર બોર્ડ સમક્ષ ફિલ્મ રજૂ કરવામાં આવી છે. ભણસાલીએ ફિલ્મ સેન્સર થઇ ગયા પછી રજપૂતોની બનેલી ખાસ કમિટિને ફિલ્મ દેખાડવાની જાહેરાત પણ કરી હતી.

Post Comments