Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કરીના કપૂરે આશુતોષ ગોવારીકરની ફિલ્મ છોડી દીધી

- તેના સ્થાને નિર્માતાએ સોનાક્ષી સિંહાનો સંપર્ક કર્યો

(પ્રતિનિધિ દ્વારા)   મુંબઇ,તા. ૧૩ જૂન 2018, બુધવાર

કરીના કપૂરે માતા બન્યા બાદ હાલમાં રીલિઝ થયેલી ફિલ્મ 'વીરે દી વેડિંગ દ્વારા બોલીવૂડમાં  પાછી ફરી છે. કરીનાએ પોતાની બીજી પાળીની શરૃઆત કરી છે.

જોકે તેણે આશુતોષ ગોવારીકરની ફિલ્મ છોડી દીધી છે. તેના સ્થાને નિર્માતા સોનાક્ષી સિંહાને લેવાય એેવી શક્યતા છે.

આશુતોષે એ પછી સોનાક્ષી સાથે વાતચીત કરી રહ્યો છે. જો અભિનેત્રીને ફિલ્મની સ્ત્રિપ્ટ પસંદ પડશે તો તે આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવશે.

ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, '' ફિલ્મની સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવામાં આવ્યા જે કરીનાને પસંદ પડયા  નથી. એટલું જ નહીં આમ પણ તે દિગ્દર્શક રાજ મહેતાની આગામી ફિલ્મ માટે હા પાડી ચુકી છે જેમાં અક્ષય કુમાર મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે. પરિણામે કરીનાએ 'આપલા માનૂસ ફિલ્મમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો.

આશુતોષ ગોવારીકર મરાઠી ફિલ્મ 'આપલા માનૂસ ની હિંદી રિમેકની યોજના કરી રહ્યો છે. જે માટે તેણે કરીના સાથે વાતચીત કરી હતી. પરંતુ હવે કહેવાય છે કે કરીનાએ આ ફિલ્મ માટે ના પાડી દીધી છે,અને તે હવે આ ફિલ્મનો હિસ્સો નહીં બને.

સોનાક્ષીના નામની નિર્માતા જલદી જ ઘોષણા કરે તેવી શક્યતા છે. કરીનાએ જ સોનાક્ષીનું નામ સૂચવ્યું હોવાની ચર્ચા છે.

Post Comments