Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પહેલી જૂને ભાઇ-બહેન ટકરાશે

-સોનમ અને હર્ષવર્ધનની ફિલ્મો રજૂ થવાની છે

-કોણ કોને માત કરશે એ દર્શકો નક્કી કરશે

મુંબઇ તા.૧૭

ટોચની અભિનેત્રી સોનમ કપૂર આહુજા અને એેનો સગ્ગો ભાઇ હર્ષવર્ધન પહેલી જૂને ટિકિટબારી પર ટકરાશે એવી માહિતી મળી હતી.

આવતા મહિનાની પહેલી તારીખે સોનમ કપૂરની વીરે દી વેડિંગ અને હર્ષવર્ધનની ભાવેશ જોશી સુપરહીરો ફિલ્મો રજૂ થવાની છે એટલે કે એક  જ દિવસે બંને ભાઇબહેન બોક્સ ઑફિસ પર ટકરાશે. સોનમે તાજેતરમાં પોતાના પાંચ વર્ષ જૂના બોયફ્રેન્ડ દિલ્હીના વેપારી આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. કરીના કપૂર પોતાને હવે કપૂર ખાન તરીકે ઓળખાવે છે એમ સોનમે પોતાને સોનમ કપૂર આહુજા તરીકે ઓળખાવવાનું શરૃ કર્યું હતું.

અગાઉ ભાવેશ જોશી ૨૫મી મેએ રજૂ થવાની હતી પરંતુ એના સર્જકોને લાગ્યું હતું કે પહેલી જૂન વિતરણની દ્રષ્ટિએ વધુ અનુકૂળ છે એટલે રિલિઝ ડેટ બદલાવી હતી. ભાવેશ જોશીમાં એક કોમન મેન ભ્રષ્ટાચાર સામે લડતાં લડતાં શી રીતે સુપરહીરો બની જાય છે એની વાત છે. આ ફિલ્મ ઇરોઝ ઇન્ટરનેશનલ, રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ, વિકાસ બહલ, મધુ મન્ટેના અને અનુરાગ કશ્યપનું સહિયારું નિર્માણ છે.

બીજી બાજુ વીરે દી વેડિંગ હર્ષવર્ધન અને સોનમ કપૂરની બહેન રિયા કપૂર, એકતા અને શોભા કપૂર તેમજ નિખિલ દ્વિવેદીનું સહિયારું સર્જન છે.એમાં કરીના કપૂર ખાન જેવી ટોચની અભિનેત્રી  ચમકી રહી છે.

Post Comments