Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જ્હૉન અબ્રાહમ ડીસીપી સંજીવ કુમાર યાદવનો રોલ કરશે

-પાટનગર નવી દિલ્હીના બાટલા હાઉસ એન્કાઉન્ટરની વાત છે

-નિખિલ અડવાણી ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા છે

મંુબઇ તા.૧૭

 દેશના પાટનગર નવી દિલ્હીમાં થયેલા અને ખૂબ ગાજેલા એન્કાઉન્ટર બાટલા હાઉસ વિશે બનનારી ફિલ્મમાં જ્હૉન અબ્રાહમ ડીસીપી સંજીવ કુમાર યાદવનો રોલ કરશે એવી માહિતી મળી હતી.

આગેવાન ફિલ્મ સર્જક નિખિલ અડવાણી આ વિષયની ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા હોવાની જાણકારી મળી હતી. અગાઉ નિખિલ અને જ્હૉને સલામ-એ-ઇશ્ક ફિલ્મ સાથે કરી હતી.

બાટલા હાઉસના એન્કાઉન્ટર વિશેે ખાસ્સો વિવાદ થયો હતો અને પોલીસની આકરી ટીકા થઇ હતી. આ એન્કાઉન્ટરમાં કંઇક કાચું કપાયું હોવાની શંકા મિડિયાએે વ્યક્ત કરી હતી.

નિખિલે મિડિયાને કહ્યું કે સંજીવ કુમાર યાદવના રોલ માટે મને શારીરિક રીતે તેમજ માનસિક રીતે સજ્જ હોય એવા કલાકારની જરૃર હતી. મેં અગાઉ જ્હૉન સાથે કામ કર્યું હતું એટલે મને જ્હૉન યાદ આવ્યો હતો અને મેં એને સાઇન કર્યો હતો. આ ફિલ્મ ચાલુ વર્ષના સપ્ટેંબરમાં ફ્લોર પર જશે અને નવી દિલ્હી, જયપુર, લખનઉ, મુંબઇ અને નેપાળના લોકેશનો પર એનું શૂટિંગ કરાશે.

પોતે ડીસીપી યાદવનો રોલ કરવાનો છે એવા સમાચારને જ્હૉને પણ સમર્થન આપ્યું હતું. ડીસીપી યાદવને રાષ્ટ્રપતિ દ્વારા વીરતા ચક્ર અને બીજા મેડલ્સ મળ્યા હતા.

Post Comments