Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પરિવાર અને દોસ્તોને સમય આપી શક્યો નહીં

-સુપર સ્ટાર બનવાની લાહ્યમાં એ ગુમાવ્યું

-મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન કહે છે

મુંબઇ તા.૧૩

સુપર સ્ટાર આમિર ખાને કહ્યંુ હતું કે સુપર સ્ટાર બનવાની લાહ્યમાં હું મારા પરિવારને પૂરતો સમય આપી શક્યો નહીં અને દોસ્તો સાથેના સંબંધો જાળવી શક્યો નહીં.

દિવાળીની પૂર્વસંધ્યાએ રજૂ થઇ રહેલી એની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ સુક્રેટ સુપરસ્ટાર ફિલ્મના પ્રમોશન દરમિયાન મિડિયાને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન એને પૂછવામાં આવ્યું હતું કે તમે શું મેળવ્યું અને શું ગુમાવ્યું ? સવાલના જવાબમાં એણે કહ્યંુ કે હું મારી માતાને અને મારા પરિવારને પૂરતો સમયા આપી શક્યો નહીં. દોસ્તો સાથે સંબંધો જાળવી શક્યો નહીં. અલબત્ત, મને લાખો ફિલ્મ રસિકોનો પ્રેમ મળ્યો, નામ મળ્યું, પૈસા પણ મળ્યા પરંતુ સંબંધોની બાબતમાં મેં ઘણું ગુમાવી દીધું એમ કહી શકાય.

તેણે વધુમાં કહ્યું કે ૧૮ વર્ષની વયે મેં કામ કરવાનું શરૃ કર્યું. મારું શિડયુલ સતત ટાઇટ રહેતું એટલે માતા પિતાને કે પરણ્યા પછી જુનૈદનો પિતા થયા બાદ મારા પરિવારને, મારા સંતાનોેને જેટલો સમય અને સ્નેહ આપવાં જોઇએ એટલાં હું આપી શક્યો નહીં એ હકીકત છે. સંબંધો જાળવવાની બાબતમાં હું નિષ્ફળ નીવડયો એમ કહી શકું. પહેલી પત્ની રીના અને હાલ કિરણને પણ પૂરતો સમય આપી શકતો નથી. જો કે હવે થોડો સમજ્યો છું અને મારા પુત્ર આઝાદ સાથે રોજ થોડો સમય વીતાવતો થયો છું. એને ક્રિકેટ અને ફૂટબોલ જેવી આઉટડૉર રમતો ગમે છે.

Post Comments