Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કંગના અને સૈફની બ્રાન્ડ્સને પ્રતિકૂળ અસર થઇ

-ફિલ્મો ફેલ થતાં એક્ટર્સને પણ અસર થઇ

-કેટલીક મોટી બ્રાન્ડ્સ ખસી ગઇ

મુંબઇ તા.૧૩

 ટોચની અભિનેત્રી કંગના રનૌત અને અભિનેતા ફિલ્મ સર્જક સૈફ અલી ખાનની તાજેતરની કેટલીક ફિલ્મો બોક્સ ઑફિસ પર પીટાઇ જતાં આ બંને દ્વારા એન્ડોર્સ કરાતી કેટલીક મોટી બ્રાન્ડ્સે પીછેહઠ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

આ બંને કલાકારો પાસે કેટલીક મોટી બ્રાન્ડ્સ હતી. એવી મોટી બ્રાન્ડ્સે બંને કલાકારોની પડતી જોતાં બંનેને પડતાં મૂક્યા હોવાની માહિતી જાણકાર સૂત્રોએ આપી હતી.

જો કે બંને પાસે કેટલીક નાની બ્રાન્ડ્સ હજુ છે જેનો ઇન્ટરનેશનલ માર્કેટમાં કોઇ દોરદમામ નથી. કંગનાની સિમરન અને સૈફની શેફ બંને ફિલ્મો તાજેતરમાં બોક્સ ઑફિસ પર ઊંધે માથે પછડાઇ હતી. એ પહેલાં આ બંનેની વિશાલ ભારદ્વાજ સર્જિત રંગૂન પણ બોક્સ ઑફિસ પર ઢળી પડી હતી. કંગનાએ તો પોતાની ફિલ્મ સિમરનના પ્રમોશન માટે કેટલાક ટોચના કલાકારો પર મનઘડંત આક્ષેપો કરીને મફત પબ્લિસિટી મેળવવાના પ્રયાસો કર્યા હતા.

સૈફની તો શેફની પહેલાંની કેટલીક ફિલ્મો પણ નબળી સાબિત થઇ હતી જેમાં બુલેટ રાજા, હમશકલ્સ, હેપ્પી એન્ડિંગ અને ફેન્ટમનો સમાવેશ થયો હતો. અગાઉ આવું અન્ય કલાકારો સાથે પણ બન્યું છે. રણબીર કપૂરની બે ત્રણ ફિલ્મો પીટાઇ ગઇ ત્યારે એને મળેલી કેટલીક ટોચની બ્રાન્ડ્સે પણ પીછેહઠ કરી હતી.

હવે બંને પાસે માત્ર એક એક ફિલ્મ છે જે એમની કારકિર્દીને વેગ આપી શકે તો સારું. કંગના ઝાંસી કી રાની લક્ષ્મીબાઇની કથા પર આધારિત મણીકર્ણિકા કરી રહી છે અને સૈફ કાલાકાંડી કરી ચૂક્યો છે.

Post Comments