Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પીઢ અભિનેતા અમિતાભે બોલિવૂડમાં ૪૮ વર્ષ પૂરા કર્યા

- ૧૫ ફેબુ્રઆરી ૧૯૬૯ના પ્રથમ ફિલ્મ 'સાત હિંદુસ્તાની ' સાઇન કરી હતી

મુંબઇ, તા. 16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર
 
પીઢ અભિનેતા અમિતાભ બચ્ચને બોલીવૂડમાં ચાર દસકાથી પણ વધુ સમય પસાર કર્યો છે. બચ્ચને  ૧૫ ફેબુ્રારી ૧૯૬૯ના રોજ બોલીવૂડની ફિલ્મ 'સાત હિંદુસ્તાની' સાઇન કરી હતી. આ તેની કારકિર્દીની પ્રથમ ફિલ્મ હતી. 
 
અભિનેતાએ પોતાના બ્લોગમાં લખ્યુ ંહતું કે, '' ૧૫ ફેબુ્રઆરી સાથે ઘણી યાદો જોડાયેલી છે. ૧૯૬૯ની સાલની આ તારીખે મેં ફિલ્મ ઉદ્યોગમાં  મારી પ્રથમ ફિલ્મ 'સાત હિંદુસ્તાની ' સાઇન કરી ને ફિલ્મજગતમાં કારકિર્દીની શરૃઆત કરી હતી.''ફિલ્મ  પીકુના અભિનેતાએ ફિલ્મના સેટ સાથે જોડાયેલી બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરો પણ મુકી હતી.
 
આ ચાર દસકામાં બિગ બીએ લગભગ ૧૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. આર્ટમાં યોગદાન બદલ તેમને ૧૯૮૪માં પદ્મશ્રી, ૨૦૦૧માં પદ્મ ભૂષણ અને ૨૦૧૫માં પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામા ં આવ્યા છે.ફ્રાન્સની સરકારે પણ તેમને ' નાઇટ ઓફ લેજિન ઓફ ઓનર'થી ૨૦૦૭માં સમ્માનિત કર્યા હતા. આ માન ફ્રાન્સમાં નાગરિકને ઊચ્ચ કામ માટે આપવામાં આવે છે. 
 
અમિતાભે પોતાની કારકિર્દીમાં ઘણી સફળ ફિલ્મો આપી છે. જેમાંથી 'બોમ્બે ટુ ગોવા, ઝંઝીર, અભિમાન, નમક હરામ, શોલે, અગ્નિપથ અને દીવાર છે. અમિતાભ બચ્ચનની કારકિર્દી સંઘર્ષથી શરૃઆત થઇ હતી.
 
પરંતુ ઝંઝીર ફિલ્મથી કારકિર્દીમાં નવો વળાંક આવ્યો અને તેઓ ટોચના કલાકારોની યાદીમાં આવી ગયા.તેમએ જીવનમાં ઘણા ચડાવ-ઊતાર જોયા છે. તેમજ સફળ થયા પછી પણ તંગ આર્થિક પરિસ્થિતિનો સામનો કર્યો છે. કહેવાય છે કે, 'કોન બનેગા કરોડપતિ'શોએ તેમનું મોટા ભાગનું આર્થિક સંકટ ઓછું કર્યું હતું.

Post Comments