Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હેલબૉયની સિક્વલમાં ડેનિયલ ડે કીમ જોડાશે

-એડ સ્ક્રાઇન સ્થાને આ કલાકાર આવશે

-રંગભેદની હો હા થતાં એટલે સ્ક્રાઇનેે રોલ જતો કર્યો

લોસ એંજલ્સ તા.૧૪

 હોલિવૂડમાં રંગદ્વેષ વિશે વધુ પડતા આક્ષેપો થતાં એડ સ્ક્રાઇનને બદલે હેલબૉયની સિક્વલમાં ડેનિયલ ડે કીમને લેવામાં આવી રહ્યો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

આ વર્ષના જુલાઇમાં એડ સ્ક્રાઇનને સાઇન કરવામાં આવ્યો હતો. એને અપાયેલો રોલ એશિયનનો હોવાથી સોશ્યલ મિડિયા પર હોબાળો થયો હતો અને ગોરા કલાકારને બિનગોરા પાત્રની જવાબદારી શા માટે અપાઇ રહી છે એવી હો હા થઇ હતી. પરિણામે સ્ક્રાઇને આ રોલ જતો કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને એણે ફિલ્મ છોડી દીધી હતી.

ડેનિયલ ડે કીમ આ ફિલ્મ સ્વીકારે તો એડ સ્ક્રાઇન જે રોલ કરવાનો હતો એ મેજર બેન ડૈમિયોનો રોલ એ કરશે. મેજર ડૈમિયો બ્યૂરો ફોર પેરાનોર્મલ એન્ડ ડિફેન્સનો બરછટ સ્વભાવનો લશ્કરી અધિકારી છે.

Post Comments