Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઝીરો અને સિમ્બાનો ક્લેશ ટાળી દેવાયો

-સિમ્બા એક સપ્તાહ મોડી રજૂ થશે

-ઝીરો શાહરુખની અને સિમ્બા રણવીર સિંઘની ફિલ્મ છે

મુંબઇ તા.૧૨

 ટોચના બે કલાકારો શાહરુખ ખાન અને રણવીર સિંઘની આગામી ફિલ્મોની બોક્સ ઑફિસની ટક્કરને આપસમાં થયેલી સમજુતી દ્વારા ટાળી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

શાહરુખ ખાનની આનંદ એલ રાય સર્જિત ફિલ્મ ઝીરો ૨૧ ડિસેંબરે રજૂ કરવાની જાહેરાત અગાઉ કરી દેવામાં આવી હતી. ત્યારપછી એવી જાહેરાત થઇ કે રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ સિમ્બા પણ એજ તારીખે રજૂ થવાની છે.

બોક્સ ઑફિસના આ ક્લેશને ટાળવા માટે બંને ફિલ્મના સર્જકોએ એક અનૌપચારિક બેઠક યોજીને વાતનું નિરાકરણ શોધી કાઢ્યું હતું. રોહિતની ફિલ્મ હવે એક સપ્તાહ મોડી એટલે કે ૨૮ ડિસેંબરે રજૂ થશે

ઝીરોમાં શાહરુખ મોડર્ન ટેક્નોલોજીની મદદથી વહેંતિયાનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મમાં એની સાથે અનુષ્કા શર્મા, કેટરિના કૈફ અને સદ્ગત શ્રીદેવી તથા રાની મુખરજી કેમિયો રોલમાં ચમકી રહી છે.

બીજી બાજુ સિમ્બામાં રણવીર સિંઘ અને સારા અલી ખાન ચમકી રહ્યાં છે. આ ફિલ્મ કરણ જોહર અને રોહિત શેટ્ટી બનાવી રહ્યાં છે જેમંા રણવીર એક ધૂની પોલીસ અધિકારી તરીકે ચમકી રહ્યો છે.

લેટેસ્ટ જાહેરાત મુજબ શાહરુખની ફિલ્મ અગાઉ જાહેર થયા મુજબ ૨૧ ડિસેંબરે અને રણવીરની ફિલ્મ ૨૮ ડિસેંબરે રજૂ થશે. આમ બંને ફિલ્મોનો બોક્સ ઑફિસ પરનો ક્લેશ ટળી ગયો હતો.

Post Comments