Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અક્ષય કુમાર અને મલ્ટિપ્લેક્સે હાથ મિલાવ્યા

-માત્ર મહિલાઓ માટે પેડમેનના ફ્રી શો યોજશે

-ફ્રી પેડ અંગે પણ અક્ષય સારી ઝુંબેશ ચલાવી રહ્યો છે

મુંબઇ તા.૧૩

પેડમેન ફિલ્મથી નિર્માત્રી બનેલી ટ્વીન્કલ ખન્ના અને એના સુપર સ્ટાર અભિનેતા પતિ અક્ષય કુમારે પોતાની લેટેસ્ટ ફિલ્મ પેડમેન માટે ઔર એક પ્રયોગ હાથ ધર્યો હતો.

અક્ષય કુમારે મુંબઇની મલ્ટિપ્લેક્સ સાથે હાથ મિલાવ્યા હતા અને ખાસ મહિલાઓ માટે પેડમેનનો શો યોજવાની યોજના હાથ ધરી હતી. આમાં અમુક શો તદ્દન મફત હોવાની શક્યતા છે.

ગઇ કાલથી એટલે કે સોમવારથી શરૃ થઇને આ ફ્રી શો પંદરમી ફેબુ્રઆરી સુધી પીવીઆર મલ્ટિપ્લેક્સની ચેન યોજવાની છે. મુંબઇ ઉપરાંત દિલ્હી, બેંગાલુરુ, હૈદરાબાદ અને કોલકાતામાં આવા ફ્રી શો યોજવાની અક્ષય કુમારની યોજના છે જેને પીવીઆર ચેનના સંચાલકોએ સ્વીકારી હતી.ઔઆર બાલ્કી નિર્દેશિત આ ફિલ્મ દક્ષિણ ભારતના એક સાહસિક અરુણાચલમ મુરુગનાથનની બાયો-ફિલ્મ છે. દક્ષિણ ભારતની ગરીબ મહિલાઓને સસ્તા અને ટકાઉ સેનિટરી નેપકીન્સ મળી રહે એ માટે આ સાહસિકે એક મિશન હાથ ધર્યું હતું. એણે આવા પેડ બનાવતું મશીન વિકસાવ્યું હતું અને આ ક્ષેત્રમાં ક્રાન્તિ કરી હતી.

Post Comments