Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જેમી ફોક્સ પર રેસ્ટોરાંમાં હુમલો થયો

-અજનબીએ ફોક્સને પછાડી દીધો

-ઝઘડાનું કારણ જાણી શકાયું નહોતું

લોસ એંજલ્સ તા.૧૨

હોલિવૂડના ગાયક અભિનેતા જેમી ફોક્સ પર એક રેસ્ટોરામાં કોઇ અજનબીએ હુમલો કરીને એને પછાડી દીધો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

બનાવની વિગત એવી છે કે ધ ડિજેંગો અનચેઇન્ડ ફિલ્મનો આ હીરો જેમી પોતાના દોસ્તો સાથે ગયા શનિવારની રાત્રે એક રેસ્ટોરાંમાં ડિનર લેવા ગયો હતો. થોડીવારે ત્યાં એક યુવાન આવ્યો હતો અને આ મંડળીને કહ્યું હતું કે બૂમાબૂમ ઓછી કરો. શાંતિતી વાતો કરો. બીજાને ડિસ્ટર્બ નહીં કરો. નહીંતર હું તો ન્યૂયોર્કથી આવ્યો છું.

એ સાંભળીને જેમીના એક દોસ્તે એવી ડંફાસ મારી હતી કે તું ન્યૂયોર્કથી આવ્યો છે એમ ? તો હું ઓકલેન્ડથી આવ્યો છું. બોલ, શું કરવું છે ? તો પેલો સીધો જેમી પર ત્રાટક્યો હતો અને જેમીને ધરાશાયી કરી દીધો હતો. જો કે રેસ્ટોરાંએ બંને ગુ્રપને બહાર કાઢી મૂક્યા હતા એમ ટીએમઝેડ ડૉટકોમના એક રિપોર્ટમાં જણાવાયું હતું.

Post Comments