Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અધિક માસ માંની ઉત્તમપૂજા,' કાંઠાગોર પૂજન'

ભારતભરમાં કોઈ પણ સ્થળે સ્ત્રીવ્રત ઉજવાતું હોય ત્યારે દરેક વ્રતમાં લગભગ કાંઠાગોરની પૂજા અવશ્ય કરવામાં આવે છે. હજ્જારો વર્ષ પૂર્વે ભારતીય સંસ્કૃતિમાં ઋષિકાળથી ચાલી આવતી પ્રસ્થાપિત પ્રણાલી છે. ત્યારે સવાલ એ થાય છે કે નારીઓનાં મોળાવ્રત ઉજવાતી હોય, જયા પાર્વતીવ્રત, જીવરત- અવિરત કે પછી પુરુષોત્તમ સ્ત્રી વ્રત હોય બહેનો કાંઠાગોરનું પૂજન જરૃર કરે છે. તો આ કાંઠાગોર શું છે ?

ઉત્તર છે, કાંઠા એટલે નદી કિનારો, ગોર-ગોર્ય એટલે કે ગવરી નદી કિનારાનાં માતાજી જે કહેવાયા કાંઠાગોર.
ઋષિકાળમાં  સ્ત્રીઓ પોતાનાં ગામમાંની નદીના કિનારે ત્યાં સ્નાન કરી, વ્રત દરમિયાન ત્યાંજ માટી કે રેતીનાં ઢગલા કરીને કાંઠાગાર બનાવતા, ત્યારબાદ તેની પૂજા કરવામાં આવતી.

કાંઠાંગોરનાં પ્રતીકરૃપે લાકડાનાં પાટલા પર કે સ્વચ્છ જમીન ઉપર, માટીની રેતીની પાંચ ઢગલી ગોઠવવામાં આવે છે. નાગરવેલનાં પાંચ પાનને અલગ અલગ ઢગલી પર ગોઠવીને, દરેક પાન ઉપર એક સોપારી મૂકીને કાંઠાં ગોર બનાવાય છે. ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે આ કાંઠાગોરનું પૂજન શા માટે કરવામાં આવે છે. કાંઠાંગોરનાં પૂજનનું ઘણું સુંદર પણ ગૂઢ રહસ્ય છે.

કાંઠાગોરમાં પાંચ માટીની ઢગલી હોય છે, પ્રશ્ન એ છે કે પાંચ જ ઢગલી શા માટે ? ઓછી વતી કેમ નહીં ? ઉત્તરમાં જોઈએ તો, જગદ્ગુરૃ શંકરાચાર્યજી પંચદેવ ઉપાસના પ્રણાલી પ્રસ્થાપિત કરેલી, જેમાં મંદિરોમાં ઘરની નિત્ય પૂજામાં મુખ્ય પાંચ દેવતા, જેમકે ગણેશજી, શિવજી, શ્રી હરિવિષ્ણુ, આદ્યશક્તિ અંબામા, તથા સૂર્યદેવની પૂજા કરવાનું વિદ્યાન છે. કાંઠાંગોરની પાંચ ઢગલી પંચદેવનું પ્રતીક છે. એ ઉપરાંત આ પંચદેવની પટરાણી માતાજીના આ સ્વરૃપ છે.

વિશેષમાં પૃથ્વીનાં મુખ્ય પંચતત્વ છે, જમીન એટલે કે ધરતી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ. પૂજાની પાંચ ઢગલી, જગતનાં પંચમહાભૂત તત્વની ઉપાસનાનાં પ્રતીક સમાન છે, તો મનુષ્ય દેહ પણ આ પંચમહાભૂત તત્ત્વનાં જ બનેલો છે. જેના સર્જનહાર ઇશ્વર છે. તેથી ઇશ્વરના આ અંશની જ જે પંચમહાભૂત તત્વનાં સ્વરૃપમાં જ પૂજા થાય છે.

સવિશેષમાં પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિનાં મુખ્ય ચારેય દિશાનાં યાત્રાધામ ગણાયા છે. જેમાં ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથપૂરી, દક્ષિણમાં રામેશ્વર, પશ્ચિમમાં દ્વારિકાધીશ જ્યારે વધારાનું પાંચમું યાત્રાસ્થળ, મધ્યમાં ગોવર્ધન પર્વત ગણાયા છે.

આ પાંચેય યાત્રાનાં પ્રતીક રૃપે પાંચ ઢગલીની કાંઠાંગોર પૂજા થાય છે. શરીરની મુખ્ય પાંચ કર્મેન્દ્રિય દ્વારા ઇશ્વર હંમેશા માનવ પાસે શુભકાર્યો કરાવતા રહે, તેવી ઉચ્ચ ભાવના આ પાંચ ઢગલીમાં સમાયેલી છે. શ્રી કાંઠાગોરની સાક્ષીએ કરવામાં આવતા વ્રતો, ઉપવાસ, જપ, તપ, દાન, પૂણ્ય ખૂબ જ શુભફળ આપનારા બને છે.

Post Comments