Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શક્તિથી ઉપરવટ જનાર કદી સુખી થતાં નથી...શક્તિ મુજબ પ્રવર્તનાર કદી દુ:ખી થતાં નથી..

- અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ

પૂ. મહોપાધ્યાય યશો વિજ્યજીગણિવરે એથી જ 'જ્ઞાાનસાર' ગ્રન્થમાં જણાવ્યું છે કે ' દુર્ધ્યાન ન થાય- કલ્યાણકર યોગોને હાનિ ન પહોંચે અને ઇન્દ્રિયશક્તિ ક્ષીણ ન થઈ જાય તેવો તપ

કરવો.' આવી જ વાત દાન માટે છે કે એ પણ શક્તિની મર્યાદામાં આપવું. જેથી પછી પસ્તાવો વગેરેન થાય. સાથે જ એ પણ સમજવું કે 'યથાશક્તિ'ના બહાને વાસ્તવિક શક્તિ છુપાવીને

તપ- દાન વગેરે. ધર્મ એકદમ સામાન્યપણે કરવા એ ગલત છે.

ટ્ર ક !! માલ- સામાનની હેરાફેરી માટે એનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં થાય છે. ઘરવખરીની ચીજો હોય કે બજારમાં વેચાણ માટે જથ્થાબંધ માલ હોય, લાકડાના ફર્નીચર હોય કે લોખંડના

ગડર હોય : બધા ય ની હેરાફેરી માટે આ ટ્રકનો વપરાશ થાય છે. પરંતુ એમાં નોંધપાત્ર બાબત એ છે કે વજનની એક ચોક્કસ મર્યાદાથી ઉપર જતો ખૂબ 'હેવી' માલસામાન એમાં ભરાય

નહિ. નહિ તો ટ્રકના ' સ્ટ્રકચર'ને નુકસાન થાય અને ક્યાંક ટ્રક અધવચ્ચે અટકી પડે.
બ્રીજ !! હાઈવે પર કે મોટા શહેરોમાં ગમનાગમનની સુવિધા સરસ સચવાય એ માટે ' ઓવરબ્રીજ' બનાવાય છે,તો નર્મદા- તાપી જેવી વિશાલ નદીઓના પટ ઓળંગવા એના પર બ્રીજ

બનાવાય છે. રીક્ષા- ટેમ્પોથી ટ્રક સુધીના વાહનો એના પરથી સડસડાટ ગમનાગમન કરે. પરંતુ ત્યાં ય કેટલાક ' બ્રીજ' પર સૂચના હોય છે કે અમૂક ચોક્કસ મર્યાદાથી વધુ વજન ધરાવતાં

વાહનોને તે 'બ્રીજ' પરથી પસાર થવાની પરવાનગી નથી. કારણ એજ કે એનાથી લાંબા ગાળે 'બ્રિજ'ના 'સ્ટ્રકચર' ને નુકસાન પહોંચે.
 જો ટ્રક- બીજ કે ઇલેકટ્રીસીટી બોર્ડમાં ક્ષમતાની મર્યાદાનો વિચાર અનિવાર્ય હોય તો જીવનમાં પણ સામર્થ્યની મર્યાદાનો વિચાર કેમ અનિવાર્ય ન હોય ? હોય જ. એટલે જ

માર્ગાનુસારિતાના પાંત્રીશ ગુણો પૈકી ત્રેવીશમો ગુણ એ દર્શાવાયો છે કે જેમાં વ્યકિત પોતાની ક્ષમતા- અક્ષમતાનો વિચાર કરે. ' યોગશાસ્ત્ર' ગ્રન્થમાં એ ગુણ માટે આ શબ્દો છે કે ' જાનન્

બલાબલમ્'. અર્થાત્ વ્યકિતએ પોતાની શક્તિ- અશક્તિને બરાબર પિછાણવી. જો પોતાની ક્ષમતા સમજ્યા વિના વ્યકિત આડેઘડ કાર્યોની જવાબદારી સ્વીકારવા માંડે તો સરવાળે હેરાન

થવું પડે- હાસ્યાસ્પદ કરવું પડે- નિષ્ફળતા વરવી પડે અને કાર્ય અધૂરું પણ છોડવું પડે.
કોઈ પણ મહત્ત્વની બાબતમાં પ્રવૃત થતાં પૂર્વે શાંતિથી એ વિચારવું જોઈએ કે ' મારી આર્થિક ક્ષમતા કેટલી ? શારીરિક શક્તિ કેટલી ? અન્યો મારું નેતૃત્વ સ્વીકારી શકે તેવી આદેયતા-

પુણ્યાઈ કેટલી ? તે તે કાર્ય કરવા માટેના અનુરૃપ સમય- સંયોગ કેટલા ?' આવી આવી બાબતોનું પરિપક્વ મૂલ્યાંકન કરીને જો કાર્યો- જવાબદારીઓ હાથ પર લેવામાં આવે તો પછી

એમાં નિષ્ફળ થવાની નોબત લગભગ ન આવે. ' બલાબલવિચારણા'નો માર્ગાનુસારિતાનો આ ગુણ આપણને આ પરિપક્વ મૂલ્યાંકનનો અભિગમ અપનાવવાનો નિર્દેશ કરે છે.
ઘણીવાર એવું બને છે કે વ્યકિત જ્ઞાાતિમાં- સમાજમાં- ગામમાં વટ પાડી દેવાની છીછરી વૃત્તિથી પ્રવર્તે. એની લ્હાયમાંને લાહ્યમાં એ પેલી હિતકર કહેવત ભૂલી જાય કે ' પછેડી પ્રમાણે

સોડ તાણવી.' પછેડી મુજબ શરીર લંબાવવાનાં સ્થાને એ શરીર મુજબ પછેડી લંબાવવાના પ્રયાસો કરે. પરિણામ કેવું વિલક્ષણ આવે એ જાણવું છે ? તો વાંચો  આ રમૂજી કથા :
નાનકડા ગામડાના શેઠના ઘરે કોઈ શહેરી મહેમાન આવ્યા હતા. એમની આગતા સ્વાગતા તો બરાબર થઈ. પરંતુ બીજે દિવસે બપોરે જયારે વિદાયનો સમય આવ્યો ત્યારે મહેમાનને

વિલક્ષણ અનુભવ થયો. શેઠ ' કાર' લઈને એમને શહેર સુધી મૂકવા આવવાના હતા. મહેમાન' કાર'માં બેઠા અને એ અકળામણ અનુભવી રહ્યા. કેમ કે બપોરની ભયાનક ગરમી હતી અને

'કાર'ના બધા જ કાચ બંધ હતા. જરા રાહત થાય તે માટે મહેમાન બારીના કાચ ઉતારવા ગયા ત્યાં તો શેઠે તરત અટકાવી દેતાં કહ્યું : ' હાઈવે પર પહોંચીએ નહિ ત્યાં સુધી આ કાચ જરા

પર ઉતારાશે નહિ.'' મહેમાન ગરમીથી ત્રસ્ત થતાં બોલ્યા : ' કેમ એમ ? અમે બન્ને પસીનાથી રેબઝેબ છીએ. તો હમણાં જ કાચ ઉતારવામાં શો વાંધો છે ?' ' વાત એમ છે કે પૂરા ગામમાં

'કાર' ચલાવી છે. એથી ગામજનોમાં એવી છાપ છે કે મારી 'કાર' એરકન્ડિશન્ડ છે. હમણાં જો તમે કાચ ઉતારો તો એ છાપ ભાંગીને ભુક્કો થઈ જાય. થોડી હેરાનગતિ ભલે થતી. પરંતુ ' કાર'

એરકન્ડિશન્ડ હોવાની છાપ ન જવી જોઈએ.' શેઠ રહસ્ય ખુલ્લું કરતા કહ્યું !! મહેમાન સ્તબ્ધ થઈ ગયો શેઠના આ વિચિત્ર ગણિતથી...
આ રમૂજ કથા એ દર્શાવી જાય છે કે આર્થિક બલાબલ વિચાર્યા વિના વટ પાડવા કરાયેલ દંભથી કેવી હેરાનગતિ આવી શકે છે. ' કાર' તો એકમાત્ર પ્રતીક છે. બાકી ઘણીય એવી બાબતો

જીવનમાં સર્જાતી હોય છે કે જેમાં નાણાંકીય ક્ષમતા વિચાર્યા વિના વ્યકિત માત્ર વટ ખાતર એવા ખર્ચ કરે જે સરવાળે બોજરૃપ બની જાય. લગ્નમાં ખર્ચ કરવાની ગુંજાયેશ માંડ

વીશ-પચીસ લાખની હોય અને વેવાઈ પક્ષને આંજી દેવા ચાલીશ-પીસ્તાલીશ લાખનો ખર્ચ કરી દેવાય. ઘરમાં બે છેડા શાંતિથી ભેગા થાય તેટલી કમાણી માંડ હોય અને લોકોને ' ઇમ્પ્રેસ'

કરવા હાઈ-ફાઈ જીવનશૈલી અપનાવાય. આ અને આવી આવી બાબતો આર્થિક બલાબલના વિચાર વિનાની પ્રવૃત્તિરૃપ છે. એના અંજામરૃપે વ્યકિત તીવ્ર નાણાં ભીડ અનુભવે અને

ચિંતાઓ- તાણથી ઘેરાઈ  જાય.
કેટલીક વાર વ્યકિત વટ પાડવા ખાતર નહિ, બલ્કે આવેશવશ- ક્રોધવશ પોતાની શક્તિ- અશક્તિનો વિચાર કર્યા વિનાની પ્રવૃત્તિ કરી બેસતી હોય છે. એનાથી પણ પરિણામમાં મોટાં

નુકસાનો સર્જાઈ શકે છે. યોગશાસ્ત્રની સ્વોયજ્ઞા ટીકામાં શ્રી હેમચન્દ્રાચાર્યે. આ ગુણ માટે ટાંકેલ શ્લોકનો મજાનો પૂર્વાર્ધઆ છે કે ' સ્થાને શમવતાં શકત્યા, વ્યાયામે વૃદ્ધિરઙિગનામ્.' ભાવાર્થ

કે વ્યકિત શાંત ચિત્ત બની યોગ્ય સ્થાને પોતાની શક્તિનો યોગ્ય ઉપયોગ કરે તો એનાથી એની શક્તિમાં વૃદ્ધિ થાય. શ્લોકનો ઉત્તરાર્ધ એમ કહે છે કે જો બલાબલની સમીક્ષા વિના આવેશ

વગેરે કારણે શક્તિપ્રયોગ કરાય તો એ ક્ષયનું કારણ બને. જ્યારે જયારે આવેશગ્રસ્ત બની આગળ- પાછળનું વિચાર્યા વિના શક્તિ- અશક્તિ દૃષ્ટિપથમાં રાખ્યા વિના પ્રવૃત્તિ કરવા તૈયાર

થઈ જઈએ, ત્યારે ત્યારે આ શ્લોકનો હિતોપદેશ યાદ કરવા જેવો છે. એ ' સ્પ્રીડબ્રેકર' બનીને આપણને વિચારપૂર્વક વર્તવાની તક આપશે. આવું કોઈ ' સ્પ્રીડબ્રેકર' જીવનમાં ન રખાય તો

નુકસાન કેવું જાલિમ- ખતરનાક થાય એ જાણવું છે ? તો વાંચો વ્યથાભરી કથા :
ગામના એક અગ્રણી નગરશેઠ. એકવાર એમણે કોઈ મંગલ પ્રસંગે પોતાના જ્ઞાાતિજનો માટે જમણવાર યોજ્યો. શેઠની જ્ઞાાતિના તમામ લોકો એમાં ઊમટયા. શેઠ સ્વયં જ્ઞાાતિજનોની

ભક્તિ કરવા સજજ હતા. મીઠાઈ- ફરસાણ - શાક- પૂરી વગેરે પીરસાઈ ગયા બાદ ભાત-દાળ અપાયા ત્યારે શેઠ ખુદ એક ટોપલામાં તળેલ પાપડ પીરસવા નીકળ્યા. બધે પાપડ પીરસતા

પીરસતાં શેઠ જ્ઞાાતિના એક મધ્યમ કક્ષાના ભાઈ પાસે આવ્યા ત્યાં પાપડ ખલાસ થઈ ગયા. ટોપલામાં માત્ર અર્ધ પાપડ જ બચ્યો હતો. સરલભાવે શેઠ એ અર્ધ પાપડ પેલાને પીરસી

નવો ટોપલો લઈ આવ્યા અને પેલા ભાઈ પછીના ક્રમથી પુન: આખો પાપડ સહુને પીરસતા આગળ વધ્યા.
આ આકસ્મિક સહજ ઘટનાથી પેલો મધ્યમવર્ગીય યુવક મનોમન ગુસ્સાથી નખશિખ સળગી ઉઠયો કે ' મને એકલાને અર્ધ પાપડ આપવાની શેઠની આ ગુસ્તાખી ? આ તો બધા વચ્ચે મારું

ભયંકર અપમાન છે. હું ભલે સામાન્ય હોઉં. પણ આ અપમાન નહિ ચલાવું. ગમે તે થઇ જાય, પરંતુ હું પણ શેઠનું આ જ રીતે અપમાન કરીને બદલો લઈશ.' વસ્તુત : એનાં થાળમાં અર્ધો

પાપડ પીરસાયો હતો એવો ખાસ કોઈને ખ્યાલ પણ ન હતો. માત્ર એણે પોતે ગુસ્સામાં ને ગુસ્સામાં આ વિચાર્યું હતું.
બલાબલનો વિચાર કર્યા વિના એક વર્ષ બાદ એણે પણ શેઠને બતાવી દેવા શેઠના જેવો જ જમણવાર યોજ્યો. જ્ઞાાતિજનોને આશ્ચર્ય થયું કે ' આની આવી કોઈ ક્ષમતા નથી. છતાં એણે

આ જમણવાર કેમ યોજ્યો હશે ?' પૂર્વ નિર્ધારણ મુજબ, જ્યારે પાપડ પીરસવાનો સમય આવ્યો ત્યારે ભાઈ પોતે પાપડનો ટોપલો લઈને નીકળ્યો. બધાને આગ્રહ કરી એકેક- બબ્બે પાપડ

પીરસતા ગયો. પરંતુ શેઠ પાસે એ આવ્યો ત્યારે જાણી- બુઝી અર્ધો પાપડ પીરસીને એ રવાના થઈ ગયો. મનમાં એને એમ હતું કે 'હમણા શેઠ ગુસ્સે થઈ જશે અને ત્યારે હું પૂર્વનો પ્રસંગ

યાદ કરાવી શેઠની બોલતી બંધ કરી દઈશ.' પરંતુ આવું કાંઈ બન્યું નહિ. શેઠને સમગ્ર ઘટના સમજાઈ ગઈ. પરંતુ ગમ ખાઈ જઇ આ વાતને એમણે મહત્વ ન આપ્યું. એ હસતા હસતા

જમીને ઘરે ગયા. ધાર્યું તીર ન લાગતા પેલા ભાઈ નિરાશ- હતાશ થઈ ગયા. જમણવાર તો થઈ ગયો, પરંતુ એના મંડપ- રસોઈયા- વેઇટરનું બિલ આવ્યું ત્યારે એ ભાઈને ધોળે દિવસે

તારા દેખાઈ ગયા. વ્યાજે ઉછીના પૈસા લઈ એણે માંડ માંડ એ રકમ ભરી. પછી વ્યાજ- એનું વ્યાજ વગેરે ચક્કરોમાં એ ફસાયા- રિબાયો અને ' ડિપ્રેશન'માં આવી ગયો !! આવેશનાં કારણે

બલાબલનો વિચાર કર્યા વિના કરેલ પ્રવૃત્તિનો આ દુ:ખદ અંજામ હતો.
હજુ એક ઓર પ્રકાર. કેટલીક વાર વ્યકિત સ્વયં અતિ ઉત્સાહમાં આવી જઈ એવાં કામો શરૃ કરી દે કે જેમાં બલાબલની સમ્યગ્ વિચારણા ન હોય. યા તો કોઈના ચડાવવાથી આવા

શક્તિબહારનાં કાર્યો એ આરંભે. આમાં પણ સરવાળે શારીરિક- માનસિક કે આર્થિક હેરાનગતિ વધી જાય. જૈન આગમગ્રન્થ ' કલ્પસૂત્ર' માં પ્રભુ મહાવીરદેવના જીવનચરિત્ર અન્તર્ગત કંબલ-

શંબલ દેવનો બળદ તરીકેનો પૂર્વભવ નોંધાયો છે. એ હષ્ટપુષ્ટ બળદોએ માલિકના ફસાઈ ગયેલ પાંચસો ગાડાઓને એકલપંડે કાદવમાંથી બહાર કાઢવાનું પ્રચંડ પરાક્રમ કર્યું. અલબત્ત,

એમાં અતિ ઉત્સાહભર્યા પરોપકારની વૃત્તિ હતી, કિંતુ શારીરિક બલાબલની સમ્યગ્ વિચારણા ન હતી. અંજામ એ આવ્યો કે તમામ ગાડા બહાર નીકળ્યા ખરા, કિંતુ એમનાં શરીરના એકેક

સાંધા સાવ ખતમ થઈ ગયા. જીવનભર ઊભા પણ ન થઈ શકે એ હદે બન્ને ખલાસ થઈ ગયા. ઉપરાંત એ શેષ જિંદગીમાં એમને સતત આર્તધ્યાન થયું એ અલગ...

વા આવા અનેક રીતનાં જાલિમ નુકસાનો નજર સમક્ષ રાખી જૈનશાસને શુભ- ઉત્તમ કાર્યો માટે પણ એક વિવેકભર્યો શબ્દ આપ્યો છે 'યથાશક્તિ'. એનો અર્થ છે શક્તિ મુજબ પ્રવર્તવું. ન

તો શક્તિથી ઉપર વટ જવું કે ન શક્તિ છુપાવવી. ઉદાહરણરૃપે, તપશ્ચર્યા ઉત્તમ ધર્મકરણી છે. પરંતુ એ આંખ મીંચીને આદરી ન લેવાય. પોતાની શક્તિનો અંદાજ માંડીને એ તપ કરાય.

હા, ક્યારેક વિશિષ્ટ સામૂહિક તપમાં પ્રભુની કૃપાનો પ્રભાવ- ગુરુ ભગવંતવા વાસક્ષેપનો પ્રભાવ- સામૂહિક પુણ્યનો પ્રભાવ આદિ કારણે અશક્ય તપ પણ સહજપણે થઈ જાય એવું બને છે

ખરું. પરંતુ એ વિશેષ બાબત છે. એ સિવાય સામાન્યત : શક્તિનો અંદાજ માંડીને તપ કરાય. પૂ. મહોપાધ્યાય યશો વિજ્યજીગણિવરે એથી જ 'જ્ઞાાનસાર' ગ્રન્થમાં જણાવ્યું છે કે ' દુર્ધ્યાન

ન થાય- કલ્યાણકર યોગોને હાનિ ન પહોંચે અને ઇન્દ્રિયશક્તિ ક્ષીણ ન થઈ જાય તેવો તપ કરવો.' આવી જ વાત દાન માટે છે કે એ પણ શક્તિની મર્યાદામાં આપવું. જેથી પછી પસ્તાવો

વગેરેન થાય. સાથે જ એ પણ સમજવું કે 'યથાશક્તિ'ના બહાને વાસ્તવિક શક્તિ છુપાવીને તપ- દાન વગેરે. ધર્મ એકદમ સામાન્યપણે કરવા એ ગલત છે. શક્તિનો યથાર્થ ઉપયોગ

કરવો એ પણ ' યથાશક્તિ' શબ્દનો મહત્ત્વપૂર્ણ અર્થ છે.
તકલીફ ત્યાં છે કે પ્રાય : વ્યવહારનાં ક્ષેત્રે લોકો શક્તિથી ઉપરવટ જઈને પ્રવર્તે છે અને ધર્મનાં ક્ષેત્રે શક્તિ છુપાવીને પ્રવર્તે છે. આ બન્ને અભિગમ ગલત છે. બલાબલની વિચારણા આ

બન્ને મર્યાદા ન નડે એ રીતે કરાવી જોઈએ.
છેલ્લે એક વાત : શક્તિથી ઉપરવટ જનાર કદી સુખી થતા નથી, શક્તિ મુજબ પ્રવર્તનાર કદી દુ:ખી થતાં નથી.

Post Comments