Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આપણે ભગવાનને માનીએ છીએ પરંતુ ભગવાનનું માનતા નથી.

માનવુ એટલે માન્યતા અને માન્યતા માત્ર માનવાની હોય છે. તેનો સ્વીકાર થતો નથી. અથવા તેમના સિદ્ધાંતો માનતા જ નથી. પછી ભલે તે ધાર્મિક ગ્રંથ હોય જો તેમના નિયમ પ્રમાણે જેટલા ધાર્મિકતામાં ભળેલા છે તો પણ આ પૃથ્વી ઉપર સ્વર્ગ ખડુ થઈ જાય આપણે સૌ માત્ર ધાર્મિકતાનો ડોળ કરીએ છીએ. ખરા અર્થમાં આપણે સાચા ધર્મને કે તેમના સિદ્ધાંતને અનુસરતાજ નથી. મંદિરે કે કથામાં પણ મનોરંજન સીધીએ છીએ ? આપણી ધાર્મિકતા માત્ર બાહ્યથી જ છે. અંદરથી આપણે સૌ સાવ સડેલા જ છીએ.

મંદિરે  ઘણીવાર જોયુ છે ભગવાને કેવા વાઘા પહેર્યા છે ? હાથમાં ક્યા કલરનો રૃમાલ છે. આ વાત ખરાબ નથી કહેતો આનાથી માત્ર ઉપલું મન શુદ્ધ થાય છે. અંદરનું મન સબકોન્યસમાં તો પડેલા સંસ્કાર એવાને એવાજ રહે છે. થોડું પણ અપમાન થાય તો જવાળામુખી ફાટી નીકળે છે ? ઘણા રોજ મંદિરે આવનાર ચેઈન વ્યસનીઓનું એક ટકો પણ વ્યસન મૂકાતું નથી. ટૂંકમાં આપણી અંદર બેઠેલો ભગવાન છે તેને ઓળખતા પણ નથી અને તેનું કહ્યું પણ માનતા જ નથી.

Post Comments