Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Happy Diwali

હવે નજીક આવી દિવાળી, ચાલો કરીએ તૈયારી

દિવાળી નજીક આવવા લાગી છે. દિવાળી આડે હવે માંડ આઠવાડીયું બાકી છે. દિવાળી નજીક આવે એટલે બધા જ હિસાબ કરવા માંડે છે.

ઘરની અંદર જે પુરુષ પૈસા કમાતો હોય તે હિસાબ કરવા માંડશે, આટલા રુપિયા આવશે અને આટલા ઘરમાં આપવા પડશે, સ્ત્રી હોય તે પણ હિસાબ કરવા માંડે છે, ઘરમાં આટલી વસ્તુ જુની થઈ ગઈ છે, તેને કાઢી નાંખવી છે, અને આટલી નવી લેવી છે. નવી લેવા માટે આટલા રુપિયા જોશે. ઘરમાં બાળકો હોય તે પણ હિસાબ કરવા લાગશે, શાળામાં આટલા દિવસ વેકેશન છે,

આટલા દિવસ લેશન કરવામાં જશે, અને આટલા દિવસ રમવાના મળશે. મંદિરોમાં સાધુ- સંતો પણ હિસાબ કરવા માંડશે કે, દિવાળી આવી છે, અન્નકૂટ ભગવાન માટે તૈયાર કરવો પડશે, અન્નકૂટ પછી આટલી જગ્યાએ પ્રસાદ મોકલવો પડશે...માટે આટલો અન્નકૂટ બનાવવો પડશે. દિવાળી બધાને દોડતા અને ગણતાં કરી દે છે. દિવાળી બધાને પ્લાનીંગ કરતાં મૂકી દે છે.

હા, પ્લાનીંગ કરવો એ કાંઈ ખોટું નથી, હિસાબ કરવો એ પણ કાંઈ ખૂટું નથી. અવશ્ય હિસાબ કરવો જોઈએ, કારણકે હિસાબ વિના બે છેડા ભેગા ના થઈ શકે.

પ્લાન પણ અવશ્ય કરવો જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાને આજથી ૨૦૦ વર્ષે પૂર્વે દિવાળી આવે ત્યારે વેપારી જેમ પોતાના હિસાબનું નામું માડે છે, તેમ માણસે પોતાની જિંદગીના હિસાબનું નામું માંડવા માટેનો આદેશ આપેલો જ છે.

દિવાળીના સુઅવસરે માત્ર એટલું જ કહેવું છે કે, જેમ આપણે પૈસાનો, વસ્તુનો, સામગ્રીનો હિસાબ કરીએ છીએ, તેમ જીવનનો પણ હિસાબ અવશ્ય કરવો જ જોઈએ. બધા જ હિસાબ કર્યા પણ જો જીવનનો હિસાબ નહિ કરીએ, તો બધું જ નકામું છે.

મજા ઉત્સવતણી લૂંટાવવા આવી દિવાળી આ.
વિસારો વેર ને ઇર્ષા, વસાવો પ્રેમની દુનિયા,
ખરો સંદેશ બસ એ, આપવા આવી દિવાળી આ.

સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
 

Post Comments