Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નંદ ઘેર આનંદ ભયો, જ્ય કનૈયા લાલકી...

શાસ્ત્રમાં કહ્યું છે, પરમાત્મા દર્શન આપે તો માનવીનાં હૃદયની ગાંઠ ઉકલી જાય, બધા સંશયો, કર્મનાં બંધનો છેદાઈ જાય. એવા ભગવાન શ્રીકૃષ્ણને આ જન્માષ્ટમી પર કોટિ-કોટિનત્- મસ્તક વંદન

આજથી ૫૨૨૮ વર્ષ પૂર્વ ઉત્તર પ્રદેશની મથુરા નગરીમાં વૃષભ લગ્નમાં, રોહિણી નક્ષત્ર મધ્યે, શ્રાવણવદ અષ્ટમીનાં બુધવારની પવિત્ર તિથિ એ પ્રેમાવતાર, પૂર્ણાવતાર, સર્વાવતાર, જ્ઞાાનાવતાર, પૂર્ણ પુરૃષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનું પ્રાગટય થયું. ઇશ્વરનાં અન્ય અવતારો, અંશાવતાર કે કલાવતાર ગણાયા છે, પરંતુ શ્રીકૃષ્ણનો પૂર્ણાવતાર છે.

શ્રીમદ શંકરાચાર્યજીએ 'શ્રીકૃષ્ણાષ્ટક્રમ' માં જે શ્લોક રચ્યા છે, તેમાં શ્રીકૃષ્ણનાં દિવ્ય સ્વરૃપ તથા તેમની લીલાનું સુંદર આલેખન છે.

' ભજે વ્રજૈક્મણ્ડનં સમસ્ત પાપ ખણ્ડનં,
સ્વભક્ત ચિત્તરંજન સદૈવ નંદનંદનમ્ ।
સુપિચ્છ- ગુચ્છ મસ્તક સુનાદવેણુ હસ્તકં,
અનંગરંગ સાગરં, નમામિ કૃષ્ણનાગરમ્ ।।'

અર્થાત,

વ્રજભૂમિનાં એક માત્ર એવા આભૂષણ સમાન, બધા જ પાપનો નાશ કરનારા અને પોતાના ભક્તોનાં ચિત્તને આનંદ પ્રદાન કરનારા નંદ-નંદન ભગવાન શ્રીકૃષ્ણને હું ભજું છું. એમના મસ્તક પર મનોહર મોરપી છ નો મુકુટ છે. હસ્તમાં સુરીલી મોરલી છે અને જે કામકલાનાં સાગર છે. અને એ નટનાગર ભગવાન શ્રીકૃષ્ણને હું વંદન કરૃં છું.

નિર્ગુણ અને નિરાકાર એવા પરમાત્મા ભક્તોનાં દુ:ખ હરવા માનવ રક્ષાકાજે, દુષ્ટોનાં નાશ કરનારા સગુણ અને સાકાર પૂર્ણ અવતાર એવા ભગવાન શ્રીકૃષ્ણ અવનિ પર પ્રગટ થયા. ભક્ત વત્સલ એવા પૂર્ણ પુરૃષોત્તમ ભગવાન પૂર્ણ આનંદને ધારણ કરનારા છે, એટલેજ એ શરણ્ય છે. તેમનાં જન્મે કારાવાસનાં બંધનમાંથી મુક્તિ, અંધકારમાંથી ઉજાસ તરફ જવાનો માર્ગ બતાવ્યો.
આ વિષે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે,

'પાકૃતા : સકલા દેવા : ગણિતાનંદક બૃહત ।
પૂર્ણાનંદે હરિસ્તમાત્ કૃષ્ણ એવ મર્મ ।।

અર્થાત્ : પ્રાકૃત પ્રકારનાં બધા દેવો ગણિત એટલે કે માપી શકાય તેવા મર્યાદિત આનંદને ધારણ કરનારા છે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ તો પૂર્ણ આનંદને ધારણ કરે છે, તેથી તેઓ જ મારી ગતિ હજો.

શ્રીમદ ભાગવત મહાપુરાણ અને બ્રહ્મવૈવત પુરાણ જેવા ગ્રંથો. ભગવાન શ્રીકૃષ્ણનાં પ્રાક્ટયને લગતી કથાનું નિરૃપણ થયું છે. શુકદેવજી પરીક્ષિત રાજાને કહે છે,' પૃથ્વી ફરી એકવાર અભિમાનથી મદોન્મત બનેલા દૈત્યોનાં ભાર થી ત્રસ્ત થઈ, બ્રહ્માજીનાં શરણે ગઈ. આ જાણી તેને તથા સદાશિવને લઈને ક્ષીર સાગરમાં ગયા ત્યાં બિરાજતા ભગવાન શ્રીવિષ્ણુ આગળ વિગતે વાત કરી. ભગવાન શ્રીવિષ્ણુ એ કહ્યું.' હે દેવો ! ભગવાન શ્રી હરિને આ બધા દુ:ખોની જાણ છે.

પૃથ્વીને શ્રેય કરવા માટે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ વસુદેવને ત્યાં જન્મ લેશે. ભગવાનને સાથ આપવા માટે સ્વયં પ્રકાશ, ભગવાનનાં અંશરૃપ પણ તેમની પૂર્વે અવતાર લેશે. જેનાથી આખું જગત મોહ પામે છે, એ વિષ્ણુની માયા પણ પ્રભુની આજ્ઞાાથી જગતના ઉત્થાન માટે અવતાર લેશે.

ભગવાન શ્રીકૃષ્ણ વસુદેવ- દેવકી થકી કારાવાસમાં જન્મ લેશે. ભગવાનની પ્રેરણા કરી તે પ્રમાણે વસુદેવજી તેમને ટોપલામાં મુકી ગોકુળમાં યશોદાનાં ઘેર મૂકી ગયા. ભગવાનને મસ્તક પર મૂક્તા, જેલની બધી સાંકળો- તાળા તૂટી ગયા અને યશોદાની માયારૃપી બાળકીને સાથે રાખતા પાછા બંધનમાં જકડાઈ ગયા. આ બાબત ઘણી સૂચક છે. ભગવાનને જો મસ્તક પર લેશો. તો જન્મોજન્મના બંધનમાંથી મુક્ત થશો અને માયા- આસકિતનો હાથ પકડશો- તો બંધનમાં બંધાતા જશો.

શાસ્ત્રમાં કહ્યું છે, પરમાત્મા દર્શન આપે તો માનવીનાં હૃદયની ગાંઠ ઉકલી જાય, બધા સંશયો, કર્મનાં બંધનો છેદાઈ જાય. એવા ભગવાન શ્રીકૃષ્ણને આ જન્માષ્ટમી પર કોટિ-કોટિનત્- મસ્તક વંદન.


 

Post Comments