Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિવ્ય અધિક- પુરુષોત્તમ માસ આત્મોન્નતિનો અમૃતકુંભ

પરમાત્માની આ દિવ્ય સૃષ્ટિમાં કાળ અને સમયની ગણતરીના માપદંડ પ્રમાણે બાર મહિનાનું એક વર્ષ છે. ખગોળ ગણતરી તેમજ સૂર્ય- ચંદ્રની ગતિસ્થિતિ મુજબ એક વર્ષના બાર મહિના છે. પરંતુ ભારતમાં દર અઢી-ત્રણ વર્ષે એક વધારાના માસ તરીકે ગણતરીમાં લેવાયેલ છે. જે અધિક કે પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે.  ગુજરાત- મહારાષ્ટ્રમાં એક અમાસથી બીજી અમાસ સુધી 'ચાંદ્દમાસ' જયારે ઉત્તર ભારત મારવાડ વિગેરે સ્થળોએ પુનમથી 'ચાંદમાસ' ગણાય છે.

આ વધારાનો માસ સૂર્યનો સંક્રમણથી રહિત હોવાથી લોકોમાં નિરાધાર, નિરાશ્રિત, નિંદનીય, મલિન ગણાયો. આથી ખેદ પામી આ અધિકમાસ શ્રી વિષ્ણુના શરણે ગમે. અને દુઃખ સાથે કહ્યું કે ' હે નાથ ! મારું કોઈ નામ નથી, મારો કોઈ અધિષ્ઠાતા દેવ નથી. મારે કોઈનો આશ્રય નથી. સર્વ શુભકર્મોથી મને દૂર રાખવામાં આવે છે.  સૌ કોઈ મારો તિરસ્કાર કરે છે. આપ તો પર દુઃખ સહી નથી શક્તા તો આપનો ધર્મ વિચારી યોગ્ય કરવા વિનંતી.

આ પ્રાર્થના સાંભળી વિષ્ણુભગવાન યોગીઓને પણ દુર્લભ એવા ગોલોકમાં જ્યાં શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૃપે બિરાજે છે તેમની પાસે અધિક માસને લઈ ગયા. અધિક માસની કથની શ્રીવિષ્ણુએ શ્રીકૃષ્ણને કહેતાં યોગ્ય કરવા કહ્યું. શ્રીકૃષ્ણએ કહ્યું કે આ અધિકમાસનો હાથ જયારથી આપે પકડયો છે. ત્યારથી તેનો ઉધ્ધાર તો થઈ જ ગયો છે. હવે હું મારા જેવું ઐશ્વર્ય પ્રદાન કરું છું. જેથી મારામાં જે ગુણો છે તે એને પ્રાપ્ત થશે.

એનો અધિષ્ઠાતા દેવ પણ આજથી હું પોતે જ. હવે અધિક માસના નામથી આખુ જગત પવિત્ર બનશે. વળી જગતપૂજ્ય અને જગદવંદ્ય થશે. તેને પુજનારાઓના દુઃખોનો નાશ થશે. સકામ કે નિષ્કામ ભાવથી જે કોઈ એનું પૂજન કરશે તે અંતે મને પામશે. પુરુષોત્તમ માસના ભક્તો કેવળ સ્નાન, દાન, ઉપવાસ પૂજા કરવાથી મને સહજમાં પામશે આ માસ દરમિયાન કરેલું પુણ્ય-દાન અનેક ઘણું વધી જશે.

આમ અધિક માસ અતિ પવિત્ર છે. આ માસનું વ્રત, દાન અને ભક્તિના પ્રમાણે અધિકમાં અધિક ફળ મળે છે. વળી પંચરાત્રિવ્રત, દ્વાદશીવ્રત, વ્યતિપાતવ્રત, અમાવાસ વ્રતોનું ખાસ મહત્વ છે. શ્રીકૃષ્ણ પોતે પુરુષોત્તમ ભગવાનના સ્વરૃપે બિરાજે છે. શ્રીકૃષ્ણમાં 'શ્રી' એટલે રાધાજી.

આમ ભગવાનની અનારાધાર કૃપા મેળવીને ધન્ય ધન્ય બનીએ. આ તો મનોરથોનો માસ હોઈ મનોરથો જીવનમાં દિવ્યાનંદ લાવશે.

- અરવિંદભાઈ એન.શાહ
 

Post Comments