Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'રામ' નામ ઔષધ બના

શિવશંભુ રોજ રામકથા ઉમિયાજીને સંભળાવે છે.
એક વખત દેવો, ઋષિઓ, અને મનુષ્યોએ શિવજી પાસે જઈ માગણી કરી કે,' હે પ્રભુ મહાદેવ ! અમને રામાયણ આપો.''

શિવશંભુ વિચારમાં પડી ગયા.' માગનાર ત્રણ છે. હવે શું કરવું ? ભોલેનાથને એક સરસ ઉપાય મળી ગયો. રામાયણના કુલશ્લોક એક કરોડ. તેના ત્રણ ભાગ કરતાં ૩૩૩૩૩૩૩ શ્લોક દરેકને મળ્યા. આ પ્રમાણે વહેંચણી કરતાં ફકત ?( એક) શ્લોક વધ્યો... ત્રણે ઝઘડવા માંડયા. શિવશંભુને ઝઘડો ગમતો નથી. શિવજીના દરબારમાં તો ભૂત-પ્રેમ-સિંહ-ઉંદર-સર્પ- મોર- માનવને વેરઝેર ભૂલી જ જવાં પડે.

શિવશંભુએ પ્રેમથી કહ્યું,' ઝઘડશો નહિ. એનોય રસ્તો છે. જે એક શ્લોક વધ્યો છે. તેના બત્રીસ અક્ષરો છે. તેથી તેના ત્રણ ભાગ પાડી દરેકને હું દસ-દસ અક્ષરો આપું છું.'' શિવજીએ દસ-દસ અક્ષરો આપ્યા.. પણ ત્રણેયને થયું કે ' બે અક્ષરો તો લેવાના રહી ગયા !'' તેથી કહ્યું પ્રભુ ! હવે આ વધેલા બે અક્ષરોનું શું ?''

શિવજીએ પ્રસન્નતાથી કહ્યું,' અરે ! મહાનુભાવો ! માટે પણ કંઈક તો જોઈશને ? આ બે અક્ષરો હું જ રાખીશ હું કોઈને આપીશ નહિ. આ બે અક્ષરો હું મારા હૃદયમાં રાખીશ.' આ બે અક્ષરો હતા..'રામ'..

ભગવાન શંકર રામાયણના આચાર્ય છે. ભોલેનાથ કહે છે,' સમુદ્રમંથન વખતે હળાહળ ઝેર નીકળેલું, હું ઝેર પી ગયો. પણ મને કંઈ ન થયું કારણકે મારા હૈયામાં 'રામ' મંત્ર છે.

સંસારમાં તો ઘડીએ ઘડીએ ઝેર પીવાનાં આવે છે. અપશબ્દો રૃપે, મ્હેણાંરૃપે નિંદારૃપે, અપમાન રૃપે, અવહેલના રૃપે, તિરસ્કાર રૃપે પીડન રૃપે, જાતજાતનાં ઝેર પીવાનાં આવે છે. ત્યારે જો હૃદયમાં રાખી 'રામ' મંત્ર પ્રેમથી જપાય તો હળાહળ ઝેર પચી જાય. સંસારનાં આ બધાં ઝેર પચાવવાનો આ એક રામબાણ ઇલાજ છે.' રામમંત્ર'

શિવજી સ્મશાનમાં પણ શાંતિથી રહી શકે છે કારણકે તેમના હૃદયમાં 'રામ'મંત્ર છે.

- રામનામ ઔષધબના, સદ્ગુરુ દઈ બતાયે,
ઔષધ ખાયં રુપથ રહૈ, તાકો રોગ ન થાયં.
સો સુખધામ રામ અસનામા, અખિલલોક દાયક વિશ્રામા,
રામનામ નિત અમૃતસારં, સુમિર સુમિરજનઉતરે પાર,
જબહિં રામનામ હૃદયેધરાં, ભયો પાપકાનાશ.

Post Comments