Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રેરક..બોધક : કબીર દોહા

આપણા ભારતવર્ષમાં યુગોથી અનેક જયોતિર્ધરો પ્રગટ થતા આવ્યા છે. ' સંત કબીર' આપણા એક જ્યોતિર્ધરો હતા. તેમનાં ભજનો અને 'દોહરા' દ્વારા આપણે જ્ઞાાનબોધ પ્રાપ્ત કરીએ છીએ.

જગતના ઉત્થાન માટે દિવ્યઆત્મા- અવતારો- મહાત્મા - સંતો - મહાન વિચારકો- પયગંબરો અને સંદેશવાહકો રૃપે જ્યોતિર્ધરો જે-તે સમય માટે અવતરે છે. પ્રત્યેક પ્રજાના આધ્યાત્મિક જીવનમાં ઉન્નતિ- અવનતિનો ક્રમ આવ્યા જ કરે છે. ઉત્થાન થવાનું હોય છે ત્યારે પ્રબળ પ્રભાવ પડે છે. ઇશ્વર એક સર્વવ્યાપક તત્ત્વ સર્વત્ર છે. પણ આપણે એક દેવમાનવ દ્વારા જ તેને જોઈ શકીએ છીએ. તેમના જન્મ સાથે જ તેઓનું જીવનકાર્ય નિશ્ચિત થયેલું હોય છે. તેઓ એક જીવનકાર્ય લઈને આવે છે. એક સંદેશ લઈને આવે છે. તેમની પાસે પ્રત્યક્ષ દર્શન હોય છે. ને પોતાની શક્તિઓ ઉપર અજબ વિશ્વાસ હોય છે. તેમનું આત્મશ્રદ્ધાબળ અપૂર્વ હોય છે. તેમનો સાદો-સીધો એક જ શબ્દ આપણા હૃદયમાં સોંસરો ઊતરી જાય છે.

આપણા ભારતવર્ષમાં યુગોથી અનેક જયોતિર્ધરો પ્રગટ થતા આવ્યા છે. ' સંત કબીર' આપણા એક જ્યોતિર્ધરો હતા. તેમનાં ભજનો અને 'દોહરા' દ્વારા આપણે જ્ઞાાનબોધ પ્રાપ્ત કરીએ છીએ. સીધી સાદી ભાષા, રોજબરોજનાં સચોટ દ્વષ્ટાંતો, સચોટ શબ્દો દ્વારા અધ્યાત્માનાં રહસ્યો સરળતાથી સમજાવે છે. હૃદયસોંસરી અસર કરે છે. વર્ષો વીતી ગયા છે છતાંયે કબીરજીનાં ભજનો- દોહા આજે પણ ભાવ પૂર્વક સૌ ગાય છે. સંત કબીરના જીવન ઉપર. તેમના સાહિત્યિક- આધ્યાત્મિક પ્રદાન ઉપર વિવિધ પ્રકારનાં સંશોધનો પણ થયાં છે. જે આવકાર્ય છે. તેમના કેટલાક પ્રેરણાત્મક બોધાત્મક દોહરાનું આચમન કરી, ચિંતન-મનન દ્વારા જીવનમાં નવચાંક આચરણ સુધારીશું તો સાચા ' અર્થમાં કબીરજીને વંદના કરી ગણાશે.

- કબીર મન તો એક હૈ, ભાવે તબાં લગાય.
ચાહે હરિકી ભક્તિ કર, ચાહે વિષય લગાવ.


મન એક છે, પણ ચંચળ છે. ઇચ્છા થાય ત્યાં માણસ મનને લગાડે છે. વિષય વાસનાઓમાં મન લગાડવાથી દુ : ખ જ મળે છે. એના કરતાં હરિની ભક્તિમાં મનને હરિ સાથે જોડવા આડકતરી રીતે જાગૃત કરે છે.

- કબીર ગર્વ ન કીજિયે, રંક ન હસિયૈ કોઈ,
અપને નાવ સમુદ્રમેં, ન જાને ક્યા હોઈ ?


અભિમાન ન કરવું, કોઈ ગરીબની મશ્કરી ન કરવી. અભિમાન કરનાર અભિમાનના ભારથી ડૂબી જવાનો. તેનું શું ?

- કબીર નામ હૃદયઘરેં, ભયા પાપકા નાસ,
માનો ચિનગી આગકી, પડી પુરાને ઘાસ,


ભગવાનનું નામસ્મરણ પાપનો નાશ કરે.
જેમ ચિનગારી- તણખો સૂકાઘાસને બાળી નાખે તેમ પાપ ભળી જાય. નામ સ્મરણ પ્રેમપૂર્વક હૃદયથી થવું જોઈએ.

- કામી કા ગુરુ કામ હૈ, લોભીકા ગુરુ દામ,
કબીરકા ગુરુ સંત હૈ, સંતનકા ગુરુ રામ.


વિષ્યી- લંપર માણસોનો સંગ વિષયી બનાવે. દામ- પૈસાથી લોકો આંધળા- લોભી બને.
સાચો સંગતો સંતોનો ને ઇશ્વરનો રાખવો. જેવો સંગ તેવો રંગ.
ખરાબ સંગ ન થઇ જાય તે માટે સતત જાગૃત્તિ રાખવી.

- ભંવર જાલ બક જાલ હૈ, બૂડે બહુત અચેત.
કરહીં કબીર તે બોચિહ,જો કે હૃદય વિવેક


સંસારસાગરમાં ચેતતા રહેવું નહિ તો સંસાર સાગરની ભમરીઓ (વમળ) ડૂબાડે... સંસારમાં રહી સાચુ શું ખોટું શું તે વિચાર અને વિવેકપૂર્વક જીવાય તો જ બચી શકાય. અનાચાર, અધર્મ, લાલચ, કામાંધપણું, કપટ, કૂરતા, આચરનારની સંખ્યા વધતી જાય છે. તેથી ફસાઈ ન જવાય તે માટે જાગૃત રહેવું.

- કબીર દુર્મતિ દૂરિ કરુ, અચ્છા જન્મ બનાવ,
કાગ ગમન બુદ્ધિ છોડી દે, હંસગમન મતિ બનાવ.

કબીરજી કહે છે- દુષ્ટ બુદ્ધિ છોડી દે. સદ્બુદ્ધિથી - સદ્આચરણથી સારું જીવન બનાવ. કાગડા જેવી લુચ્ચી, સ્વાર્થી, ચતુરાઈ ભરી કુબુદ્ધિ છોડીને હંસની માફક વિવેકબુદ્ધિ- દિવ્યબુધ્ધિથી ઉચ્ચ જીવન જીવવું.

- કબીર ડગમગ કા કર હિ ? કહા ડુલાવહિ જાઉ,
સર્વ સુખનકી ચાઈતો, રામનામ રસ પીઉં.


અડગશ્રદ્ધા વગરનો, ઘડીકમાં આમ ઘડીકમાં તેમ...આમ ચંચળ ચિત્તવાળો કેમ રહે છે, દૃઢ શ્રદ્ધા રાખી, સર્વ સુખના સાધનરૃપ ' રામનામનો રસ' પીધા કર. સતત પ્રસન્નતાપૂર્વક રામનામ લે.

- કબીર રામ ન છાંડિયે, તન મન ધન જાઉં તો જાય,
ચરનકમલ ચિત્ત દેદિયા, રામહિનામ સમાઉ.


છોડવું પડે તો તન- મન- ધન છોડ, રામ નામ ન છોડ. પ્રભુનું શરણ સ્વીકાર.
ચિત્ત પ્રભુચરણમાં રાખી રામ નામ લે.

Post Comments