Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શ્રી ગોપી ગીત

ગોપીઓ પરમાત્માને મનાવવા શ્રીકૃષ્ણની સ્તૃતિ કરે છે. ગાન કરે છે. આ ગીત શ્રીમદ્ ભાગવતના દસમ સ્કંધમાં 'ગોપીગીત' તરીકે વિખ્યાત છે

શ્રી કૃષ્ણ વૃંદાવનમાં શરદપૂર્ણિમાની મધ્યરાત્રીએ ગોપીઓ સાથે રાસ રમવા લાગ્યા. રાસ રમતાં રમતાં ગોપીઓને થોડું અભિમાન આવ્યું. ગોપીજનોમાં એવો ભાવ જાગ્યો કે આ દુનિયામાં જેટલી સ્ત્રીઓ છે તેમના કરતાં અમે વિશિષ્ઠ છીએ. ભગવાનને આ વાત ખુંચી. ગોપીઓનું એ અભિમાન દુર કરવા પ્રભુ અંતર્ધાન થઈ ગયા.

અંતર્ધાન થયા એટલે ગોપીઓના હૃદયમાં પ્રવેશ કર્યો. ગોપીઓ હૃદયમાં શોધવાને બદલે શ્રીકૃષ્ણને બહાર શોધવા લાગી. એટલે શ્રીકૃષ્ણ ન દેખાયા.

ગોપીઓ બાવરી બની ગઇ ને કૃષ્ણ ! કૃષ્ણ ! કરી ચારેબાજુ દોડાદોડ કરવા લાગી. પણ ક્યાંય શ્રીકૃષ્ણ દેખાયા નહીં.

વૃક્ષોને, લતાઓને, તુલશીજીને પૂછયું કે 'અમારા શ્યામ, સુંદર ક્યાં છે ? અતિસય આતુરતા વધી તેથી ભાન નથી રહ્યું કે વૃક્ષોને ક્યાં બોલતા આવડે છે ?

ગોપીઓ પરમાત્માને મનાવવા શ્રીકૃષ્ણની સ્તૃતિ કરે છે. ગાન કરે છે. આ ગીત શ્રીમદ્ ભાગવતના દસમ સ્કંધમાં 'ગોપીગીત' તરીકે વિખ્યાત છે.

ગોપીગીતના ૧૯ શ્લોકમાં ૧૯ પ્રકારની ગોપીજનોએ શ્રી હરિને પ્રિય એવી ૧૯ પ્રકારની સ્તુતિ કરી. ભલે ૧૯ પ્રકારના સ્વભાવ પ્રમાણે ૧૯ પ્રકારની પ્રાર્થના હશે. પરંતુ દરેક ગોપીઓના હૃદયમાં એક જ શ્વર ગુંજે છે. 'દયાળુ દર્શન આપો.'

' દપિત્ દર્શનામ્ ।

ગોપીઓએ વિચાર્યું યમુનાને કિનારે જઈ ભગવાનની સ્તૃતિ કરીશું તો ભગવાન પ્રગટ થશે.

સખીઓ પરમાત્માની સ્તૃતિ કરે છે.

'જપતિ તે અધિક જન્મનાં વ્રજ..

કનૈયા તારે લીધે અમારી અને વ્રજની શોભા વધી છે. અમારી વ્રજભુમિ તો સુંદર હતી જ પણ તારૃં પ્રાગટય થયું ત્યારથી વ્રજની શોભા ખૂબ જ વધી છે. લક્ષ્મીજી પણ વૈકુંઠ છોડીને વ્રજની શોભા બનીને આવ્યા છે.

તમારા નેત્રોથી અમે ઘાયલ થયા છીએ, નેત્રબાણથી કરેલો વધ એ વધ નથી ? શસ્ત્રથી કરેલો વધ જ શું કહેવાય ?

યમુનાજીના વિષમય થયેલ જળથી, અજગરના રૃપમાં ખાઈ જવા વાળા અધાસુરથી, ઇન્દ્રની વર્ષાથી, વિજળીથી, તોફાની દાવાનળથી વૃષભાસુર અને વ્યોમાસુર વગેરે દૈત્યોથી, જુદા- જુદા પ્રસંગો પર સર્વ પ્રકારના ભયોથી તમે વારંવાર અમારું રક્ષણ કર્યું છે.

અમોને આમજ મારવા હતા તો આટઆટલી આફતોથી અમારું રક્ષણ કર્યું જ શા માટે ?

અમે જાણીએ છીએ કે તમે માત્ર યશોદાજીના જ પુત્ર નથી, પ્રાણીમાત્રના હૃદયમાં વસનારા નારાયણ છો. બ્રહ્માની પ્રાર્થનાથી વિશ્વના રક્ષણ માટે યાદવકુળમાં તમે પ્રગટ થયા છો.

તમારા ચરણ કમળને અમારા મસ્તક પર પધરાવો. તમે દુષ્ટ કાલિયા નાગના મસ્તક ઉપર ચરણ મુક્યા તો શું અમે કાલિયા નાગથી પણ ગયા ? અમારા હૃદયમાં તો દર્ભ અને કંદર્ભ બંને નાગ વસે છે. તમારા ચરણ- કમળથી તે અભિમાન રૃપી ઝેરને પણ અમૃત બનાવશે.

રાજા દશરથનો વિયોગ સાચો હતો. શ્રી રામના વિયોગમાં તેમના પ્રાણ ગયા. તમને પ્રશ્ન થશે કે અમારો વિયોગ સાચો છે તો અમારા પ્રાણ ગયા કેમ નહીં ? તમારી કૃપારૃપી અમૃત પીને અમે જીવતા છીએ. નહીંતર કયારનાય અમારા પ્રાણ ગયા હોત.

'તવ કથાં અમૃતં'

ગોપીઓથી વિરહ વેદના સહન થતી નથી. ત્યારે ગાઈ પણ ન શકી. શ્રીકૃષ્ણના દર્શન માટે ગોપીઓ સુસ્વરે રૃદન કરે છે. ગોપીઓનું અભિમાન છુટી ગયું. ગોપીઓનું આક્રંદ જોઈ ભગવાનથી ન રહેવાયું. શ્રીકૃષ્ણતો સખીઓના મંડળમાં જ બિરાજમાન હતા. ત્યાંજ સંતાયા હતા. ગોપીઓને છોડીને ક્યાંય ગયા નથી. જ્યારે ગોપીઓ અભિમાન દૂર કરી દીન બની ત્યાં સખીઓના મંડળમાં શ્રીકૃષ્ણ પ્રગટ થાય છે.

- યજ્ઞોશચંદ્ર દોશી


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamacharPost Comments