Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અગ્નિપૂંજ સમા વીર પરાક્રમી 'ભગવાન શ્રી પરશુરામ'

ભગવાન શ્રી વિષ્ણુનાં છઠ્ઠા અવતાર મનાતા પરશુરામજીનું પૂર્વ નામ તો 'રામ' હતું, પરંતુ ભગવાન શિવજી પાસેથી પ્રાપ્ત કરેલા અમોધ દિવ્ય શસ્ત્ર પરશુને ધારણ કરવાને કારણે તેઓ

પરશુરામ કહેવાયા. પરશુરામ ભગવાન શિવજીના અનન્ય ભક્ત હતા તો તેઓ પરમજ્ઞાાની અને મહાન યોધ્ધા હોવાને લીધે શાસ્ત્ર તથા શસ્ત્ર વિદ્યાનાં મોટા જ્ઞાાતા હતા. ધર્મગ્રંથોને

આધારે પરશુરામનું પ્રાગટય જન્મ, અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે થયેલો મનાય છે. એટલે વૈશાખ સુદ ત્રીજનાં દિને, પરશુરામ જયંતિ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉત્સાહ થી ઉજવવામાં

આવે છે. આ અવસરે ઠેર-ઠેર હવન- પૂજન ભોગ અને ભંડારાનું આયોજન થાય છે. તથા ભગવાન પરશુરામની શોભાયાત્રા કાઢવામાં આવે છે.
પરશુરામજીનું સ્મરણ કરતાંની સાથે જ સૌને જનકનાં દરબારમાં સીતા- સ્વંયવરમાં ધનુષ્યભંગનો પ્રસંગ, એકવીસ વખત ક્ષત્રિયોનાં સંહાર થયાની ઘટના, કર્ણને  ધનુષ્યવિદ્યા શીખવતી

વખતે તેને શાપ આપવાની વાત જેવી અનેક કથાવાર્તાઓ માનસપટ પર તરી આવે.
મહર્ષિ, બહર્ષિ- દેવર્ષિ એવા મહાન ઋષિમુનિઓએ જ આપણને દિવ્ય વારસો આપ્યો છે, એમાં 'પરશુરામ'નું અલગ જ વ્યકિતત્વ છે. અગ્નિશિખા સમાન ઝળહળતો તેમનો દૈદિપ્યમાન

પ્રભાવ હતો તો અપ્રતિમ શૌર્ય, અજોડ શારીરિક શક્તિ,નાં માલિક એવા પરશુરામજી, અસ્ત્ર- શસ્ત્રમાં અસાધારણ કૌશલ્ય ધરાવતા હતા. તેમની સિંહગર્જના સમી વાણી કે કૈલાસ પર્વત જેવા

અડગ મનોબળને કારણે અન્યો ઋષિ મુનિઓમાં નોખા તરી આવે છે.
પરશુરામજીએ ધનુષ્ય-બાણ અને પરશુનો ઉપયોગ દુષ્ટોનાં સંહાર માટે ન્યાય અને વીરતાપૂર્વક કર્યો. હરિવંશપુરાણ અનુસાર, પૌરાણિક કાળમાં મહિષ્મતી નગરી પર હૈહયવંશી ક્ષત્રિય

કાર્તવીય અર્જુન, જે સહસ્ત્ર બાહુ કહેવાતા, તેમનું શાસન ચાલતું હતું. તેઓ ખૂબ જ અત્યાચારી શાશક ગણાતા હતા. જ્યારે આવા હૈહયવંશી ક્ષત્રિય રાજાઓનો જુલ્મ પ્રજાઓ પર વધતો

ગયો. ત્યારે પૃથ્વીમાતા ભગવાન વિષ્ણુ પાસે દોડી ગયા અને તેમણે ભગવાને પૃથ્વીને વચન આપ્યું કે તેઓ ધરતી પર ધર્મની સ્થાપના માટે મહર્ષિ જમદગ્નિનાં પુત્ર તરીકે અવતાર

ધારણ કરશે અને આ આસુરોનો નાશ કરશે, એ પછી તેમણે પરશુરામ તરીકે જન્મ લીધો.
એક સમયે રાજા કાર્તવીર્યએ કામધેનુ ગાયને લઈ જવા માટે પરશુરામના પિતાશ્રી જમદગ્નિની હત્યા કરી. આથી પરશુરામજી એ અત્યાચારી કાર્તવીયનો વધ કર્યો. ત્યાર પછી પણ

એકવીસ વખત પૃથ્વીને આવા હૈહયવંશી આસુરી ક્ષત્રિયોથી રહીત કરીને ધરતી પર શાંતિ આણી. પ્રણ આગળ તેમને વધારે હત્યા કરતા રોકવા અંતે મહર્ષિઋષિ પ્રગટ થયા અને

પરશુરામને આવું ઘોર કૃત્ય ન કરવા સમજાવ્યા. ત્યારે પરશુરામજી એ કશ્યય ઋષિને (જમીન) પૃથ્વીનું દાન કરી દીધું અને પોતે મહેન્દ્ર પર્વત પર નિવાસ કરવા લાગ્યા.
પરશુરામજીને ચિરંજીવી પણાનો આશીર્વાદ મળેલો તેથી સતયુગમાં અંતમાં અને ત્રેતાયુગમાંનાં પ્રારંભમાં રામાયણ કાળમાં અને દ્વાપર યુગમાં મહાભારતનાં સમયે  તેઓ મોજુદ હતા.

મહાભારત કાળમાં બાણવિધામાં અર્જુનથી પણ ચઢિયાતા થવા કર્ણ પોતે બ્રાહ્મણ છે. એવું જૂઠું કર્ણ ગુરૃ પરશુરામ આગળ બોલ્યા. પણ તેનું જૂઠું પકડાઈ જતા ભગવાન પરશુરામે કર્ણને

શાપ આપ્યો કે તું ખરા સમયે મારી પાસેથી શીખેલી વિદ્યા ભૂલી જઈશ. અને થયું એવું જ કર્ણ, મહાભારત યુધ્ધમાં માર્યો ગયો.
આવા પ્રજવલિત અગ્નિ જેવા શક્તિપૂંજ સમાન ચિરંજીવી ભગવાન પરશુરામને વંદન કરીને પ્રાર્થના કરીએ,  
'હે ભૃગુકુલભૂષણ । અમારા દેહની નસોમાં શૌય- ઓજસની તાકાત આપો. હે બ્રહ્મમૂર્તિ । અમને કમજોર બનાવતી નિર્બળતાઓ નો નાશ કરશો. હે વીરમૂર્તિ । દેશ અને ધર્મની સંસ્કૃતિનું

રક્ષણ કરવા બળ, બુધ્ધિ અને નીડરતા અર્પો ।'

Post Comments