Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અન્ય કેસની આડશરૂપ જયના કેસનો ઉપયોગ

- ચૌહાણ, રમણ, રાજે અને સુષમા પર ભાર

અન્ય કેસની આડશરૃપ જયના કેસનો ઉપયોગ
નવી દિલ્હી, તા. ૧૧
ભાજપના વડા અમિત શાહના પૂત્ર જય શાહ પરના કેસનો ઉપયોગ કરીને, કોંગ્રેસ તેમના પરના અન્ય કેસનું ફિંડલુ વાળવા પ્રયાસ કરે છે વળી વધારામાં એ કે તેઓ જયના કેસનો ઉપયોગ તેના નેતાઓ સામેના જુના કેસને ફરી જાગૃત કરવા કરે છે જેથી ભાજપને ભીંસમાં લઇ શકાય.

ચૌહાણ, રમણ, રાજે અને સુષમા પર ભાર
કોંગ્રેસે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિં ચૌહાણનું વ્યાપમ્ કૌભાંડ અંગે રાજીનામું માગ્યું છે. છત્તિસગઢના મુખ્ય પ્રધાન રમણસિંહનું ચોખા કૌભાંડ સંદર્ભે રાજસ્થાનના મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિંધિયાને તેમજ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને આઇ.પી.એલ.ના પૂર્વ વડા લલિત મોદીને સહાયરૃપ થવા માટે ભીંસમાં લેવા પ્રયાસ કર્યો છે. તેને બ્રિટન જવાના દસ્તાવેજો પુરા પાડવામાં આ બન્ને સહાયરૃપ થયાનો આક્ષેપ છે. તેમણે આક્ષેપ કર્યો છે કે 'શરાબ સમ્રાટ' વિજય માલ્યાને નાસી જવા દેવામાં પણ આ લોકોનો હાથ છે.

રાજા 'ચમત્કાર' સર્જશે ?
હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન વિરભદ્રસિંહ 'રાજાસાહેબ' તરીકે જાણીતા છે. તેઓ અર્ધાસૈકાથી રાજકારણમાં હોવાનો વિક્રમ ધરાવે છે. તેમને હિમાચલના મુખ્ય પ્રધાન પદે છ વાર આવ્યા છે. કોંગ્રેસના નાયબ વડા રાહુલ ગાંધીએ તેમને આગામી ચૂંટણી માટે મુખ્ય પ્રધાન પદના દાવેદાર તરીકે રજૂ કર્યા છે. તેઓ માને છે કે સાતમી વખત તેઓ મુખ્ય પ્રધાન બનશે.

રાજાને અનેક અડચણ
પણ હિમાચલ પ્રદેશના રાજકારણના અભ્યાસુઓના મતે, જો તેઓ સાતમી વખત મુખ્ય પ્રધાન બને તો તે એક ચમત્કાર ગણાશે. તેઓ આ માટે ઘણાં કારણો ટાંકે છે. કોંગ્રેસના રાજ્ય એકમમાં 'બાર બાવા ને તેર ચોકા' જેવો ઘાટ છે. એકમનો એક હિસ્સો વિરભદ્રને મુખ્ય પ્રધાનના દાવેદાર તરીકે રજૂ કરવામાં ન આવે તેવી માંગ કરે છે. બીજુ વિરભદ્ર પોતે પણ ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહ્યા છે, તેમની સામે તપાસ ચાલી રહી છે. તાજેતરની હિમાચલ પ્રદેશની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદીએ તેમના પર કટાક્ષ કતા કહ્યું હતું કે વિરભદ્રની સરકાર જામીનગીરી પર ચાલતી સરકાર છે. વળી હિમાચલ પ્રદેશનો વણલખ્યો નિયમ છે કે દર મુદતે ત્યાંની પ્રજા સરકારને બદલી નાંખે છે. તેમ વિચારતા હવે સત્તા મેળવવાનો વારો ભાજપનો ગણાય.

દિલ્હીમાં મહિલા અધિકારીઓએ કડવા ચોથ કેમ ઉજવી ?
આ વર્ષે કડવાચોથ રવિવારે હતી. તેથી પી.સી.આર. વાનમાં ફરજ બજાવતી મહિલા અધિકારીઓની કસોટીનો દિવસ હતો. તેમના મતે, પૂજન વગેરે કરવા તેમને વહેલા જાગવું પડયું હતું. અને સમય થતા જ દિલ્હીવાસીઓના રક્ષણ માટે ગણવેશ પહેરીને હાજર થઇ જવું પડયું હતું. તેમણે પી.સી.આર. વાનમાં ફરજ બજાવતા જ ચંદ્ર દર્શન કરી લીધું હતું.
- ઇન્દર સાહની

 

Keywords Talk,of,India,politics,Delhi,

Post Comments