Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રશેલ વેઈસ : જેમ્સ બોન્ડ ડેનિયલ ક્રેગની રિયર પત્ની મિસીસ બોન્ડ બનશે

રશેલ  વેઈસના લગ્ન રશેલ મેકઓમ્સ સાથે થયા છે. એ  હવે જેમ્સ બોન્ડ શ્રેણીના  આગામી મણકામાં   જેમ્સ બોન્ડની પત્નીની ભૂમિકામાં દેખાશે. ડેનિયલ ક્રેગ જેમ્સ બોન્ડની ભૂમિકામાં  છે. અને રશેલને જેમસ બોન્ડની પત્ની બનવાનું  ગમશે.  એણે કહ્યું કે એ મિસિસ  ક્રેગ બનવાની ઓફર મળવાથી રોમાંચિત છે. રશેલને   ભૂતપૂર્વ પાર્ટનર ડિરેક્ટર  ડેરેને  એરોેનફસ્કી  થકી  ૧૧ વર્ષનો  દીકરો  છે. તો ડેનિયલ હવે  પચાસ વર્ષનો છે અને અભિનેત્રી ફિઓના  લ્ડુડન થકી ૨૫ વર્ષની દીકરીનો પિતા  છે.  રશેલ અને ડેનિયલ સાત વર્ષથી  છે અને પડદા પર પોતાનો જાદુ  વિખેરવા  તત્પર  છેે.

રશેલના  છેલ્લું  મૂવી ડિસ્ઓબેડિઅન્સમાં  એક યુવાન મહિલાની વાત કહેવામાં આવી  છે જેને એના પિતાએ ક તરછોડી  છે. એના પિતા લંડનના  એક વિસ્તારના અત્યંત રૃઢિચુસ્ત   ધર્મગુરુ છે અને ભારે વગ  અને પ્રતિષ્ઠા ધરાવે છે.

આ  વિસ્તારના આ સમાજમાં સમલૈંગિક  સંબંધ પર પ્રતિબંધ છે. સમાજે ત્યજી દીધેલી મહિલા જ્યારે ટીનેજર  હતી દત્યારે એના સખા એસ્ટી સાથે શારીરિક  સંબંધ  ધરાવતી  હતી. એસ્ટીની  ભૂમિકા  રશેલ મેકઓમ્સ  ભજવે  છે. ડિસઓબિડિયિન્સની નિર્માતા પણ  ખુદ રશેલ વાઈસ  છે. આ  ફિલ્મની  ટોરોન્ટો  ઈન્ટરનેશનલ  ફિલ્મ  ફેસ્ટિવલમાં બોલબાલા હતી.

રશેલ  વેઈસે  કહ્યું કે એ આ ફિલ્મની નિર્માતા  બનવા એના માટે રાજી નહોતી થઈ કે આ ફિલ્મમાં  લેસ્બિયન પ્લોટલાઈન  છે. એ  બે મહિલાઓ  વચ્ચેના શારીરિક અને માનસિક સંબંધને નજીકથી  નિહાળવા માંગતી તી. કોઈ પાત્ર  પર કોઈની માલિકી  ન હોય એવી  સ્વતંત્રતા  એ પડદા પર દાખવવા માંગતી હતી બે બાળકીઓ  લગભગ સમાન  સમયગાળામાં પુખ્ત વયની  થાય,  નાનપણથી મૈત્રી સંબંધ ધરાવતી  હોય જે આગળ વધીને આકર્ષણ, પ્રેમ અને સેક્સનું  સ્થાન લે  એ વિષય એને  અનોખો  લાગ્યો.  હકીકતમાં  એણે સ્ત્રીઓની  ફ્રીડમ પર  ફિલ્મ   બનાવી  છે.

મુક્તિ શબ્દ એને પ્રિય  છે એનું ખરું કારણ અને એના મૂળીયા  ગઈ સદીમાં  જાય છે. રશેલ  વેઈસની  માતા કેથોેલીક હતી એણે કોન્વેન્ટ  સ્કૂલમાં  અભ્યાસ કર્યો  હતો. પરંતુ એના માતા-પિતા  વિયેનાથી વિસ્થાપિત  થયા હતા. કારણ કે પિતા યહુદી હતા.  નાઝી કેમ્પમાંથી એના પિતા  ભાગી છૂટયા હતા અને કુટુંબ સાથે  લંડનમાં  આશ્રય લીધો હતેો. એટલે  હકીકતમાં ડિસિઓડિયન્સનાં  મૂળીયા  એના કુટુંબમાં જ રોપાયેલા  છે. રશેલ વાઈસ હવે ડેનીયલ ક્રેગની  પત્ની 'મિસિસ બોન્ડ'  બનવા આતુર  છે.

Post Comments