Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈકબાલ ખાન: નેગેટીવ રોલ સર્જનપ્રક્રિયા માટે ખરું ઈંધણ પૂરું પાડે છે

ઈકબાલ હવે નવા અને આધુનિક જમાનાને અનુરૃપ  ડિજિટલ માધ્યમમાં કામ કરવા માંગે છે. એ માને છે કે આ માધ્યમ એક નવા પડકાર આપી રહ્યું છે. આ ઉપરાંત વેબ સીરિઝમાં ટીઆરપીના રેટીંગની માથાકૂટ નથી. આનો એક અલાયદો અને બુધ્ધિશાળી કહી શકાય એવો એક વર્ગ છે. હવે એ ટેલીવિઝન માત્ર આજીવિકા માટે કરે છે.

લોકપ્રિય અભિનેતા ઈકબાલ ખાન હવે ઐતિહાસિક અથવા પૌરાણિક સીરિયલમાં કામ નથી કરતો. છેલ્લાં બે વર્ષથી એની રસ-રુચી બદલી  છે. હવે એ સહેજ લાંબા કહી શકાય એવા કેમીયો કરે છે. વારીસ, એક થા રાજા એકથી રાની, કાળ ભૈરવ ઈત્યાદીમાં એણે કામ કર્યું છે. પરંપરાગત હિન્દી ધારાવાહિકમાં એણે લીડ રોલ પ્યાર કો હો જાને દોમાં કર્યો હતો. આ સીરિયલનો ૨૦૧૬માં અંત આપ્યો હતો.

ઈકબાલ કહે છે કે ધારાવાહિકોમાં લીડ રોલ ન સ્વીકારતા કેમીયોનો આગ્રહ રાખવાનો એનો નિર્ણય આયોજનપૂર્વકનો ન હોતો. છેલ્લા બે વર્ષમાં ટેલીવિઝન પર ઐતિહાસિક અને પૌરાણિક વિષય-વસ્તુ ધરાવતી સીરિયલોનો રાફડો ફાડયો છે. એને નિર્માતાઓએ અનેક ઓફરો આપી હતી. પરંતુ કોઈક વાર એને ઓફર કરવામાં આવેલી ભૂમિકાથી  સંતુષ્ટ નહોતો. તો કોઈક નિર્માતાઓએ શૂટિંગનું શેડયુઅલ એવું રાખ્યું હતું કે એને મહિનાઓ સુધી મુંબઈની બહાર રહેવું પડે. જે એને મંજૂર નહોતું. અમુક  એવા પાત્રો હતા કે જેને એ ન્યાય આપી શકે કે નહિ એ અંગે અવઢવમાં હતો.

ઈકબાલ કહે છે કે એવા ઘણા દાખલા જોવા મળ્યા છે કે જેમાં શો શરૃ થવાના અમુક અઠવાડિયામાં બંધ થઈ જાય. ઈકબાલ માને છે કે કોઈ પણ શોની સફળતા અથવા નિષ્ફળતા પાછળનું એકમાત્ર કારણ કહાણી  હોય છે. વાર્તાનું પોત નબળું હોય, એની માવજત કઢંગી રીતે થઈ હોય તો ટેલિવિઝનના દિગ્ગજ કલાકારો પણ શોને તારી નથી શકતા. ઘણી વાર વારતા એટલા લાંબા કૂદકા મારતી હોય છે કે મૂળ વાર્તા સારી હોવા છતાં દર્શકોનો રસ ઉડી જાય છે. ઘણી વાર ચેનલના દુરાગ્રહને કારણે વાર્તામાં ફેરફાર કરવા પડે છે અને મૂળ વાર્તા એનો કથન પ્રવાહ ગુમાવી બેસે છે.

ઈકબાલ હવે નવા અને આધુનિક જમાનાને અનુરૃપ  ડિજિટલ માધ્યમમાં કામ કરવા માંગે છે. એ માને છે કે આ માધ્યમ એક નવા પડકાર આપી રહ્યું છે. આ ઉપરાંત વેબ સીરિઝમાં ટીઆરપીના રેટીંગની માથાકૂટ નથી. આનો એક અલાયદો અને બુધ્ધિશાળી કહી શકાય એવો એક વર્ગ છે. હવે એ ટેલીવિઝન માત્ર આજીવિકા માટે કરે છે. એની ખરી અભિનયપ્રતિભા હવે ડિજીટલ માધ્યમમાં નીખરશે એવો એનો દાવો છે.

ઈકબાલે મોટેભાગે હકારાત્મક ભૂમિકાઓ કરી છે પરંતુ કેબીચારમાં એણે ભજવેલી નકારાત્મક ભૂમિકા એને ગમી હતી. એનું માનવું છે કે સૃષ્ટુ ભૂમિકાઓમાં લોકપ્રિયતા મળી રહે છે પરંતુ સર્જન કરવા માટેનું ખરું ઈંધણ નેગેટીવ રોલ પૂરું પાડે છે.

Post Comments