Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કલ્કિ કોચ્લીન : પોતાની ઈમેજમાં કેદ થઈ

રંગરૃપથી  વિદેશી, પરંતુ દિલથી હિન્દુસ્તાની ગર્લ  જ્યારે  પોતાની પહેલી ફિલ્મ 'દેવ ડી' માં જોવા મળી તો એક વાર તો દર્શકોને થયું કે આ વિદેશી  ફેસ બોલીવૂડના  ગ્લેમરની ચમકમાં ક્યાં ટકશે, પરંતુ 'શૈતાન' , 'શંઘાઈ'  અને રાષ્ટ્રીય પુરસ્કાર  માટે પસંદ થયેલી  ફિલ્મ 'માર્ગારિટા વિથ એ સ્ટ્રો' માં સેરેબલ પાલ્સીની બીમારીથી પીડિત છોકરીનો સશક્ત  અભિનય ભજવીને  કલ્કિએ સાબિત કરી દીધું કે પ્રતિભા ગ્લેમરની મોહતાજ નથી હોતી.

અદાકારીની સાથે સાથે લેખનમાં પણ નિષ્ણાત કલ્કિનો જન્મ પોેંડિચેરીમાં થયો હતો. પિતા  જોએલ કોચ્લીન અને માતા ફેંકોઈસ એરમંેંડીની પુત્રી કલ્કિના પરદાદા મોરિસ કોચલીન તેમના જમાનાના પ્રખ્યાત  એન્જિનિયર હતા, જેમણે  એફિલ ટાવર અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના નિર્માણમાં  મુખ્ય ભૂમિકા ભજવી  હતી.

ખુશમિજાજ કલ્કિ માત્ર એક્ટિંગ માટે જ નહીં, પોતાના નિવેદન માટે પણ જાણીતી  છે, તે બી ટાઉનની એવી અભિનેત્રીમાંથી  એક છે, જે કોઈ લાગવગ વિના પોતાના વિચારો વ્યક્ત  કરે છે. પછી વાત સેન્સર બોર્ડની  હોય કે કાસ્ટિંગ કાઉચની.

સ્કૂલ સમયથી જ ટોમબોય સ્ટાઈલ લાઈફ જીવતી  કલ્કિએ સ્કૂલનું  શિક્ષણ ઊટીમાં કમ્પલીટ કર્યું. ત્યાર પછી લંડનમાં એક્ટિંગનો કોર્સ કરવા ગઈ. પછી મુંબઈમાં આવીને  થિએટર કરવા લાગી, પરંતુ  દિલ તો  ફિલ્મમાં વસેલું હતું.  તે માટે ખૂબુ જ સંઘર્ષ કર્યો.  ફિલ્મ 'દેવ ડી' માં  પ્રથમ તક મળી. ત્યાર પછી તેણે  અનેક  ફિલ્મમાં  સશક્ત અભિનય કરીને  પોતાની પ્રતિભા  બનાવી.  

કલ્કિની મોટાભાગની ફિલ્મો પર્ફોમન્સ બેઝ હોય છે. અને કોમર્શિયલ ફિલ્મોથી અંતર જાળવી રાખ્યું છે. આ વિશે તે કહે છે કે, હું  તો કોમર્શિયલ ફિલ્મ કરવા ઈચ્છું  છું, પરંતુ ઓફર જ નથી મળતી તો હું શું કરું.  જે  ફિલ્મ મળી તેમાં મેં સો ટકા પ્રદાન  આપ્યું  છે.  લાગે છે હું મારી  બનાવેલી  ઈમેજનો  શિકાર બની છું, કારણ કે જ્યારે મેં બોલીવૂડમાં  ડેબ્યૂ  કર્યું હતું તો 'દેવ ડી' , 'શૈતાન', 'શંઘાઈ'   જેવી  ફિલ્મોમાં કામ કર્યું. આ બધામાં મારો અભિનય ડિફરન્ટ  છે. ત્યાર પછી મને જે ફિલ્મની  ઓફર મળી તે  પર્ફોર્મન્સ  બેઝ  ફિલ્મની જ હતી. લાગે છે. હું મારી જ બનાવેલી  ભૂમિકામાં  બંધાઈ  ગઈ  છું. જો કોઈ ઓફર મળશે તો હું કોમર્શિયલ  ફિલ્મ  જરૃર કરીશ.

રાઈટિંગ શોખ માટે કરું   છું.  હું થિએટર લખું છું, પોઈટ્રી લખું છું, પરંતુ  હું હમેશાં  એક્ટિંગ કરવા ઈચ્છું  છું.
તમારી એક્ટિંગ અને લુકથી કેટલા  સંતુષ્ટ છો? એ વિશે કલ્કિએ કહ્યું કે, મને  લાગે  છે કે નિર્દેશક  દિવકર બેનરજીની  ફિલ્મ 'શંઘાઈ'  સિવાય હું હમેશાં સારી દેખાઈ.  ફિલ્મમાં  દિવાકર  મારી ભૂમિકાને કંઈક અલગ બતાવવા ઈચ્છતા હતા.

જેને હું ન કરી  શકી, કારણ કે જે ઈન્ડસ્ટ્રીમાં આપણે આવીએ   છીએ  ત્યાં સારું દેખાવું અને સારા કપડાં પહેરવાં જરૃરી  છે. જો તમે તમારા લુક પર ધ્યાન ન આપો તો ઈન્ડસ્ટ્રી ક્યારે તમને આઉટ કરી દેશે, ખબર પણ નહીં પડે. તેથી હું સારા લુક માટે નવી નવી  રીત શોધતી રહું  છું.
તમારા માટે ફ્રીડમનો  અર્થ  શું  છે?

તમે તમારી રીતે  જીવન જીવી શકો, મારા માટે જ  ફ્રીડમ છે, જે મનને ગમે તે જ  કરો. કોઈના દબાણમાં રહીને જીવવું  કોઈ જિંદગી નથી, જ્યારે મને લાગ્યું  કે મારા પાર્ટનર અને મારી વચ્ચે એક સાયલન્ટ  પ્રેશર કામ કરી રહ્યું છે તો મેં સંબંધથી અંતર  કરવામાં સમય ન લગાવ્યો.  કારણ કે અંદરોઅંદરક ઘૂંટીને તમે   થોડો સમય જ જીવિત રહી  શકો  છો.

હાલમાં સોશિયલ મિડિયાનો જમાનો છે અને તે મારા માટે ખૂબ જ હકારાત્મક  છે, કારણ કે તેની મદદથી હું પણ  બોલી  શકું છું, મારી વાત ડાયરેક્ટ કહી શકું છું. જો કે આજકાલ ફિલ્મી  સ્ટાર્સને  ટ્રોલ કરવાનું  ચલણ ખૂબ જ વધી ગયું  છે, પરંતુ હું વિવાદ પર ધ્યાન આપતી નથી. મારા કામથી મતલબ  રાખું છું.

પ્રથમ  ફિલ્મમાં ડેબ્યુ એવોર્ડ મળવો અને ત્યાર પછી  રાષ્ટ્રીય એવોર્ડ મળતા ક્યારેય કોઈ પણ પ્રકારનું  દબાણ કે મોટા સ્ટાર હોવાની ફીલીંગ તો નથી આવી?

કોઈને પણ પુરસ્રા મળે છે ત્યારે ખુશી તો થાય જ છે, પરંતુ મારી પર એવું  કોઈ દબાણ નથી  કે મારે તે સ્ક્રિપ્ટ પર કામ કરવું, જેનાથી મને એવોર્ડ મળે.  'માર્ગારિટા'  માં મારું કામ કેવું હતું તે નેશનલ એવોર્ડ પરથી ખબર પડી. નેશનલ એવોર્ડથી  મને પ્રોત્સાહન મળ્યું   કે  હું જે કામ કરું છું તે સારું છે અને આગળ પણ સારું કરવાનો પ્રયત્ન કરતી રહીશ. મેં પણ બોલીવૂડમાં ધક્કા ખાધા છે. ક્યારેક ક્યારેક એકસાથે અનેક  ફિલ્મની  ઓફર મળતી  હતી તો ક્યારેક ક્યારેક  એવું પણ થતું કે કેટલાક સમય માટે કોૈઈ  ફિલ્મ ન મળતી.

ભવિષ્યમાં કયા પ્રકારનો અભિનય કરવાની ઈચ્છા છે એના ઉત્તરમાં તે કહે છે કે હું  ઐતિહાસિક  અભિનય કરવા ઈચ્છું છું. મારી બાળપણથી  ઈતિહાસમાં રુચિ રહી છે. જો ક્યારેક ઐતિહાસિક અભિનય નિભાવવાની તક મળશે તો જરૃર નિભાળીશ. જો જૂની  ફિલ્મમાંથી 'પ્યાસા'  ની રિમેક બને તો  ફિલ્મ હું  ચોક્કસ કરીશ, કારણ કે  મારી  ફેવરીટ  છે.

તમારી આગામી  ફિલ્મ કઈ  છે? એ વિશે કલ્કિએ કહ્યું કે, અત્યારે  હું ૩  ફિલ્મ કરી રહી છું,  જેમાંથી ' અ ડેથ ઓફ ગંજ' ટૂંક સમયમાં  આવવાની છે. આ ફિલ્મમાં ૬૦ ના દાયકાની કહાણી  છે, જેને કોંકણા સેન નિર્દેશિત કરી રહી  છે. હું તેમાં એક બોલ્ડ  રાઈટરની ભૂમિકા નિભાવી રહી  છું. આ  ફિલ્મ સિવાય 'જીયા ઔર જીયા' , 'રિબીન' 'અજમાઈશ' , 'કેડિક્લિપ' ફિલ્મ પણ હું કરી રહી છું.

૦ કલ્કિ કોઈ  ફેરનેસ ક્રીમની જાહેરાત કરતી નથી. તે  કહે  છે કે  સુંદરતાને ગોરાપણા સાથે કોઈ સંબંધ નથી.

૦  સેક્સ સંબંધ પર  સ્પષ્ટ વાત કરનારી  કલ્કિ કહે છે  કે હવે પથારીમાં પહેલાંથી વધારે સ્વાર્થી થઈ ગઈ  છે. તેના જણાવ્યા  મુજબ ૩૦ વર્ષની ઉંમર પહેલાના સેક્સ અને ત્યાર પછીના સેક્સના અનુભવ અલગ હોય છે તેને ૩૦ પછી   સેક્સ કરવામાં ખૂબ જ  રોમાંચકારી  અનુભવ  રહ્યો  છે.

૦  અનુરાગથી અલગ થયા પછી  કલ્કિનું નામ ફરહાન  અખ્તર સાથે પણ જોડાયું હતું.  'નીરજા' માં  સહ અભિનેતા જિમ  સરભ સાથે  પણ કલ્કિનું નામ જોડાયું હતું.

૦  ૨૦૧૪  માં  ફિલ્મ 'માર્ગારિટા વિથ એ સ્ટ્રા'  એ ટેલિન  નાઈટ્સ ફિલ્મ ફેસ્ટિવલમાં  સર્વશ્રેષ્ઠ  ફિલ્મનો પુરસ્કાર મળ્યો. આ પ્રથમ વાર હતું જ્યારે કોઈ  બોલીવૂડ  ફિલ્મનું સ્ક્રીનીંગ ટેલિન બ્લેક નાઈટ્સ  ફિલ્મ  ફેસ્ટિવલમાં  થયું.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments