Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૈફ અલી ખાનઃ સુપરસ્ટાર ન થઈ શકવાનો રંજ નથી

સૈફ અલી  ખાનની  બાબતમાં એક લાક્ષણિકતા  છે. એનું નામ  ફિલ્મ ઉદ્યોગના અન્ય  ત્રણ ખાનની જેમ લેવાતું  હોવા છતાં એની ગણત્રી સુપરસ્ટારમાં  નથી થતી. એવું નથી કે એની કારકિર્દી સદાય ડામાડોળ રહી  છે. જો કે એનાથી સૈફ નિરાશ  નથી થયો અને સતત ઝઝૂમે  છે. એની હાલમાં  રજૂ થયેલી 'શેફ' પણ સરેરાશ  ફિલ્મ પૂરવાર થઈ છે.

સૈફ કહે  છે કે એના નામની  આગળ એ નવાબના  છોગાનો  પ્રયોગ નથી કરતો. એ કહે છે કે એનો ઉછેર 'રોયલ' થયો હતો.  પરંતુ જ્યાં સુધી ખિસ્સા ખર્ચની વાત છે ત્યાં સુધી, એના માતા-પિતાએ એને કોઈ દિવસ વધુ પડતા પોકેટ મની આપ્યા નથી. બીજા કોઈ સાધારણ  વિદ્યાર્થી જેટલા જ પોકેટ મની  એને મળતા હતા. એ  દ્રષ્ટિએ એનો ઉછેર સામાન્ય   હતો. એનું  કહેવું છેે કે નવાબના  છોગાનો ઉપયોગ માત્ર  ફિલ્મોમાં થાય છે. 

અંગત જીવનમાં  એનો ઉપયોગ નથી કરતો. એના પિતા  મન્સુર અલી ખાન પટૌડી છેલ્લા નવાબ હતા. જો કે એ પોતે પોતાની જાતને નવાબ માનતા નહોતા. એની છબિ એ   નવાબ હોવાને કારણે  નહીં પરંતુ એ  ફિલ્મોના સ્ટારની જીવનશૈલી માણતો હોવાને  કારણે બની છે. એ  જાણે  છે કે સામાન્ય દર્શકોના મનમાં એની છબિ નવાબ તરીકેની ઉપસી  છે.

સૈફ  કહે છે કે હાલમાં રજૂ થયેલી એની ફિલ્મ  'શૈફ' પિતા-પુત્રના  સંબંધ પર આધારિત છે.  એ કહે છે  કે એના અને એના પુત્ર ઈબ્રાહિમના સંબંધ એકદમ ગાઢ  છે. ઈબ્રાહિમ એક સુંદર, સાલસ અને સ્વીટ પુત્ર છે.  એ એકદમ શાંત, નમ્ર અને આજ્ઞાાકિંત પુત્ર છે. એ હાલમાં  ઈંગ્લેન્ડની  એક બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરે છે. અને  ત્યાંથી અઠવાડિયે એના નવા બનેલા મિત્રો સાથેની તસવીર પાઠવતો રહે છેં.

લગભગ દરેક બાબતમાં  ઈબ્રાહિમ એની સલાહ લે છે અને પછી નિર્ણય લે છે. હાલમાં  જ બંનેએ ઈબ્રાહિમની નવી ગર્લફ્રેન્ડ બાબતે ફોન પર ચેટ કરી હતી. આ એક સતત ચાલતી પ્રક્રિયા  છે. એ  એના હૃદયની  અત્યંત નજીક છે અને જે રીતે એનો ઉછેર  થયો છે એનાથી એ ખુશ છે.

સૈફનું  માનવું  છે કે આધુનિક કુટુંબ વ્યવસ્થા  સહેજ સંકુલ છે અને હવે માતા-પિતા અગાઉની  તુલનાએ ઓછી રૃઢિચુસ્ત છે. એ સ્વયં પણ ઈબ્રાહિમ, સારા  રૃઢિચુસ્ત હોય એવો આગ્રહ રાખતો નથી. એ  કહે છે કે ઈબ્રાહિમ અને સારા ટીનએજર છે જ્યારે એનો અને કરીનાનો પુત્ર તૈમુર હજી ઘણો નાનો છે.  એનું  કહેવું છે કે જ્યારે એના બાળકો સાથે એ ડિનર લે  એ સમય એના માટે સહુથી ઉત્તમ અને આનંદદાયક નીવડે  છે.

સૈફ  કહે છે કે હાલમાં  કુટુંબો વિભક્ત થવાનું પ્રમાણ વધ્યું છે અને  કૌટુંબિક સભ્યો એકબીજા સાથે ગજગ્રાહ રાખે છે. પરંતુ એના કુટુંબમાં   ઝઘડા નથી.  હકીકતમાં એની પહેલી પત્ની થકી  થયેલા સંતાન ઈબ્રાહિમ અને  સારાને કરીના સાથે ફાવે છે અને તૈમુર બંનેનેનો લાડલો છે. એ અત્યારથી એવા પ્રયાસ કરે છે જેથી ભવિષ્યમાં  ઈબ્રાહિમ અને સારા તૈમુર સાથે સરખામણીથી દૂર રહે.

એણે જીવનના દરેક ક્ષેત્રમાં  હમેશાં  સંતુલન આપ્યું છે અને એના બાળકોની બાબતમાં  પણ એ જ અભિગમ અપનાવશે. ઈબ્રાહિમ  અને સારા  સમજણ છે અને એના નવા સંબંધને એ પચાવી જવા જેટલા પુખ્ત બની ગયા છે એનો એને આનંદ છે. એને વિશેષ આનંદ એ વાતનો છે કે કરીનાએ બંનેને અપનાવી લીધા  છે. આને કારણે  એ પોેતાની જાતને નસીબદાર ગણે  છે.

સૈફ સ્વીકાર  છે કે  હાલમાં  એની  કારકિર્દીનો  સારો સમય નથી. એ સુપરસ્ટાર પણ ન બની શક્યો એનો રંજ નથી.  એના કહેવા મુજબ એ કમર્શિયલ સફળતાની  શોેધમાં  છે જે એને લાંબા સમયથી  થાપ આપી રહી છે. જો કે એના  કહેવા મુજબ એના વ્યવવસાયિક અને  અંગત જીવનથી એ ખુશ છે.  એ  હજી  પોતાની જાતને યુવાન અને ફીટ માને છે.

એ  કહે  છે કે એ  જે  ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે એના દિગ્દર્શકો કરતા એની આગામી  ફિલ્મોના દિગ્દર્શકો વધુ બહેતર છે. એ  હવે ભૂમિકાની પસંદગીની બાબતે પણ વધુ સભાન બન્યો છે. એ  હવે  ૪૭ વર્ષનો છે અને એ હવે એની વયને અનુરૃપ ભૂમિકાઓ કરવા માંગે  છે. આજનો સમય યુવાકેન્દ્રિત છે અને એ પાછો આ ઉંમરે યુવાન બની ગીતો ગાવા નથી માંગતો.

સૈફ  કહે છે કે એના માતા-પિતાના સંબંધો આજીવન  મધુર અને  મીઠા રહ્યા છે એ ઈચ્છે છે કે એના પર બાયોપિક બને. પરંતુ એનુ માનવું  છે કે આ  ફિલ્મ માત્ર  હિન્દી ન હોતા,  બે  ભાષામાં હોવી જોઈએ.

એનું માનવું છે કે એની માતા શર્મિલા ટાગોર ગીફ્ટેડ આર્ટિસ્ટ છે. દાયકાઓ સુધી સુપરસ્ટારડમ એણે ભોગવ્યું છે. એના પિતાએ જીવનમાં તડકા-છાંયડી જોઈ છે પરંતુ એ જીવનમાં  હમેશાં  સ્ટાઈલીશ રહ્યા છે.
સૈફ  કહે છે કે  એની પુત્રી  સારા બોલીવૂડમાં  આવે તો એને ડર નહીં લાગે  પરંતુ એક પિતા તરીકે  ચિંતા જરૃરથી થશે. એ ઈચ્છે છે કે એ એેવી કલાકાર બને જે પોતાનો માર્ગ પોતે શોધી શકે. એના સપનાંઓ સાચા થાય એવું  એ હૃદયથી ઈચ્છે છે.

એ જાણે છે કે એના પુત્ર ઈબ્રાહિમ પણ બોલીવૂડમાં પગ મૂકવા માગે છે. એ એની 'ટશન' માં હતો અને એ  ફિલ્મ ફ્લોપ જવાથી એ બહુ નિરાશ થઈ ગયો હતો. જો કે હાલમાં  એ માત્ર ૧૬ વર્ષનો  છે અને કોલેજનો અભ્યાસ પૂરો કર્યા  પછી ભવિષ્યનું  વિચારશે.
 

Post Comments