Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંજય દત્ત : હવે કામ અને પરિવાર સિવાય કાંઇ નથી ખપતું

સંજય દત્ત તેના સંતાનોથી લાંબો સમય  દૂર રહ્યો છે. પણ હવે તે તેમની સાથે વધુમાં વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરે છે. તે કહે છે કે હું તેમની દરેક પ્રવિત્તિ પર નજર રાખું છું. તેમની શાળામાં જાઉં છું. તેમને શોપિંગ કરવા લઇ જાઉં છું. તે બહુ હરખ સાથે કહે છે કે મારા સંતાનો એટલા  સમજદાર થઇ ગયા છે કે હવે મારે શું પહેરવું અને શું નહીં તેની પણ તેઓ મને સલાહ આપે છે.

વર્ષ ૧૯૯૩ના  બોમ્બસ્ફોટ કેસમાં ૨૩ વર્ષના  લાંબા ગાળા પછી આવેલા ચૂકાદામાં સંજય દત્તને ૪૨ મહિનાનો જેલવાસ થયો. વર્ષ ૨૦૧૩ના માર્ચ મહિનામાં  પુણેની યરવાડા  જેલમાં ધકેલાયા પછી સજાની અવધિ પૂરી થતાં અભિનેતા ઘરે પરત ફર્યો ત્યારે ઘણી વખત તેને પોતાની જાત પર વિશ્વાસ નહોતો આવતો કે તે ખરેખર ઘરમાં જ છે.

સંજય દત્ત કહે છે કે હું અડધ ી રાત્રે ઊંઘમાંથી જાગતો ત્યારે  મને  ઘરના પલંગ પર સુતેલો ભાળતો. તે વખતે મને  વિશ્વાસ ન આવતો કે  હું સાચે જ ઘરમાં છું. મને મારી જેલની પથારી સાંભરી આવતી. ઘણાં સમય સુધી હું તેમાંથી બહાર નહોતો આવી શક્યો. જોક ે હવે હું તેમાંથી  લગભગ બહાર આવી  ગયૌ છું. અને મારા સંતાનો સાથે શક્ય એટલો વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરું છું. હવે હું એ દિવસો સંભારવા નથી માગતો.

મને એ વાતનો આનંદ છે કે હું જેલમાં ગયો ત્યારે મારા જોડિયા સંતાનો શહરાન અને ઇકરા બે વર્ષના હતા. તે વખતે તેમને ઝાઝી  સમજ નહોતી. તેથી  તેમને મારા અહીં ન  હોવાની સ્મૃતિ નથી. અને હવે તેઓ  છ વર્ષના થયા ત્યારે હું તેમની  સાથે છું. અલબત્ત, આ વર્ષો દરમિયાન મેં તેમને મોટા થતા નથી જોયા તેનો મને અફસોસ છે. પરંતુ મારી પત્ની માન્યતાએ તેમને મારી ગેરહાજરીમાં જે  રીતે ઉછેયા ર્ છે તેનો મને ગર્વ છે.

તે મારા મુશ્કેલ સમયમાં અડીખમ થઇને મારી પડખે ઊભી રહી હતી. તે દર મહિને મને પુણે જેલમાં મળવા આવતી. એવો એકે મહિનો નહોતો ગયો જ્યારે તે મને મળવા ન આવી હોય . તે તેની બીમારીમાં પણ આ ક્રમ નહોતી ચૂકી. તેની મુલાકાતો અને પત્રો મને જેલમાં  જીવવાનું બળ આપતાંં. અને આજે મને ઘરે આવવાનું મન થાય છે તેનું કારણ પણ માન્યતા અને મારા સંતાનો છે.

સંજય દત્તે જેલમાંથી છૂટયા પછી સૌથી પહેલી ફિલ્મ 'ભૂમિ' કરી. પિતા-પુત્રીના નિર્વ્યાજ પ્રેમને દર્શાવતી આ ફિલ્મમાં પુત્રી પર બળાત્કાર થાય ત્યારે તેના માતાપિતા પર શી વિતે તે બખૂબી રજૂ કરવામાં આવ્યંહ છે. સંજય દત્ત કહે છે કે આપણા સમાજે છોકરીઓ વિશેની માન્યતાઓ બદલવાની તાતી જરુર છે.

છોકરીઓ માબાપ પર બોજો નથી હોતી. પણ તેઓ લક્ષ્મીનો અવતાર હોય છે. તે વધુમાં કહે છે કે જ્યારે દિલ્હીમાં નિર્ભયાકાંડ સર્જાયો ત્યારે હું જેલમાં હતો. અને ત્યાં મને આ જધન્ય અપરાધ વિશે જે સાંભળવા મળ્યું ત્યાર બાદ પંદરેક દિવસ સુધી હું ઊંઘી નહોતો શક્યો.

પિતા-પુત્રીના સંબંધોની વાત હોય ત્યારે સંજય દત્તની પ્રથમ પત્ની દ્વારા થયેલી પુત્રી ત્રિશલાની વાત અચૂક આવે જ. અભિનેતા તેના વિશે કહે છે કે હવે તે ખૂબસુરત યુવતી બની ગઇ છે. અને અમારી વચ્ચે મિત્રો જેવા સંબંધો છે. જોકે તે તરત જ ઉમેરે છે કે મિત્રોનો અર્થ એવો નથી થતો કે અમે સાથે બેસીને ધુમ્રપાન કે મદિરાપાન કરીએ.

આજે  પણ હું નથી ઇચ્છતો કે ત્રિશલા મોડી રાત સુધી બહાર રહે કે તેના મિત્રોના ઘરે રાતવાસો કરે. હું હંમેશાં એમ જ ઇચ્છું છું કે તે સમયસર ઘરે આવી જાય. તે વધુમાં કહે છે કે હું એમ પણ નથી ઇચ્છતો કે તે ફિલ્મોમાં કામ કરે. જો તે ફિલ્મોમાં કામ કરશે તો તેણે જે શિક્ષણ લીધુ ંછે તે એળે જશે.અત્યારે તે ફેશન ડિઝાઇનિંગ કરી રહી છે. તેણે  ફોરેન્સિક સાયન્સમાં શિક્ષણ લીધું છે. વળી મેં  ક્યારેય મારા માતાપિતાનું કહ્યું ન કર્યું.

મારા પિતા મને હંમેશાં સાચું માર્ગદર્શન આપતાં રહ્યાં. પણ મેં તેમની વાતો  પ્રત્યે ક્યારેય લક્ષ્ય ન આપ્યું. હું ધુમ્રપાન અને ડ્રગ્સના રવાડે ચડી ગયો. તેમનું કહ્યું ન માનવાની મેં બહુ મ ોટી િ કંમત ચૂકવી છે. આજે હું એ બાબતે પેટભરીને પસ્તાઉં છું. હવે હું ડગલેને પગલે મારા પિતાને  સંભારું છું. પણ હવે તેઓ આ દુનિયામાં નથી રહ્યાં. હું નથી ઇચ્છતો કે મારા સંતાનો મારા પગલે ચાલે.

તેથી હું તેમનામાં એવા સંસ્કારોનું સિંચન કરવા માગું છું જે મ ારા માતાપિતા મારામાં  સિચવાનો પ્રયાસ કરતા રહ્યા હતા. અલબત્ત, મારી ગેરહાજરીમાં તેમણે ત્રિશલાને એટલા સારા સંસ્કારો આપીને જ ઉછેરી છે. ભલે તે તેમનાથી દૂર વિદેશમાં રહેતી હતી. પણ તેમણે તેને મારી ખોટ સાલવા નહોતી દીધી.

જોકે હવે સંજય દત્ત એક સંસ્થા સાથે સંકળાઇને યુવાનોને નશીલા પદાર્થોેથી દૂર રહેવા વિશે જાગૃત કરેછે. તે મહિલા સશક્તિકરણ માટે પ્રમાણિત ધારાશાસ્ત્રી  પણ  છે. અને હવે  રાજકુમાર હીરાણીના  દિગ્દર્શનમાં  તેની જીવની  પરથી ફિલ્મ  પણ બનવાની છે. આ ફિલ્મમાં  રણબીર કપૂર સંજય દત્તનો રોલ કરવાનો છે. અભિનેતા તેના વિશે કહે છે કે રણબીર કપૂર મારો રોલ ભજવવા પરફેક્ટ  અભિનેતા છે. મને તે બહુ પ્રિય પણ છે. મેં મારા જીવન વિશે વાતો કરવા તેની સાથે માતબર સમય વિતાવ્યો છે.

તે નાનો હતો ત્યારથી હું તેને જોતો આવ્યો છું. તેના અને આમારા પરિવાર વચ્ચે મારા મતાપિતા જીવંત હતા ત્યારથી સારા સંબંધો છે. મારી મમ્મીએ રાજ કપૂર સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું તેવી જ રાતે મારા પિતાને રાજ કપૂર, શમમ્મી કપૂર અને શશી કપૂર સાથે બહુુ સારા સંબંધો હતા.

અને આજની તારીખમાં મ ને રણબીર બહુ પ્રિય છે. તે મારા ભાઇ જેવો છે. તે વધુમાં કહે છે ફિલ્મ સર્જકો રાજકુમાર હીરાણી અને વિધુ વિનોદ ચોરપા મારા મ ાટે પરિવારજનો જેવા છે. તેઓ મારા મુશ્કેલ  સમયમાં મારી પડખે ઊભા રરહ્યાં હતાં. ખરૃ કહું તો હું એટલો નસીબદાર છું કે સમગ્ર ફિલ્મોદ્યોગ મારી  પડતીના સમયમાં મારી સાથે હતો.

સંજય દત્ત માને છે કે આપણી જેલ સિસ્ટમ ૧૦૦ વર્ષ પુરાણી છે. અને તેમાં સમગ્રતયા ફેરફાર કરવાની  જરુર છે.

તે કહે છે કે અહીં બધા કેદીઓને એક જ લાકડીએ હાંકવામાં આવતા હોય એવું જોવા મળે છે. કેદીની વર્તણુંક મુજબ તેને ફર્લો નથી મળતી. તે વધુમાં કહે છે કે ફર્લો પર ગયેલા ૯૦ ટકા કેદીઓ ફર્લોની મુદ્ત પૂૂરી થતાં જ  ફરી પાછા જેલમાં હાજર થઇ જાય છે. પરંતુ થોડાં લોકો પલાયન થઇ જતાં હોવાથી બધાને એકસરખી રીતે જોવામાં આવે છે. સંજય દત્તને લાગે છે કે આપણા પોલીસોમાં પણ બદલાવ આણવાની ભારે આવશ્યક્તા છે.

જોકે તે કબૂલે છે કે જેલવાસે તેને ઘણો સમજદાર અને શાંત બનાવ્યો છે. તેણે આ સમય દરમિયાન આપણા સઘળાં ધાર્મિક પુસ્તકો વાંચ્યા હતા. જેને કારણે તેની જીવનદ્રષ્ટિ બદલાઇ છે. જોકે તે એમ કહેવાનું પણ નથી ચૂકતો કે જેલવાસને કારણે તેના લડાયક મિજાજમાં વૃધ્ધિ થઇ છે. કહેવાનો અર્થ એ છે કે તે બધી મુશ્કેલીઓ પાર કરીને બહાર આવ્યો છે. આમ છતાં તેનું મન એટલું જ સંવેદનશીલ છે. આજે પણ કોઇપણ વ્યક્તિ તેનો ગેરફાયદો ઉઠાવી જાય એટલો તેેે ભોળો છે.

સંજય દત્ત તેના સંતાનોથી લાંબો સમય  દૂર રહ્યો છે. પણ હવે તે તેમની સાથે વધુમાં વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરે છે. તે કહે છે કે હું તેમની દરેક પ્રવિત્તિ પર નજર રાખું છું. તેમની શાળામાં જાઉં છું. તેમને શોપિંગ કરવા લઇ જાઉં છું. તે બહુ હરખ સાથે કહે છે કે મારા સંતાનો એટલા  સમજદાર થઇ ગયા છે કે હવે મારે શું પહેરવું અને શું નહીં તેની પણ તેઓ મને સલાહ આપે છે.

મારો દીકરો  તો અમે ખરીદી કરવા જઇએ ત્યારે મારા માટે ટી-શર્ટ પણ પસંદ કરવા લાગે છે. અને અમારા વસ્ત્રો મેચિંગ થાય તેની કાળજી પણ લે છે. જ્યાર મારી દીકરી થોડી શાંત છે. તે મને ગળે વળગીને બહુ શાતા અનુભવે છે. જ્યારે શહરાન ઘણો બધો મારા પિતા જેવો છે. તેને જોઇને મને સતત મારા પિતાની યાદ આવે છે.

એક  સમયમાં સંજય દત્ત એમ માનતો હતો કે તે બહુ કડક  પિતા બનશે જેથી તેના સંતાનો તેની જેમ બગડી ન જાય. પરંતુ હવે તે કહે છે કે હું પ્રયત્ન કરીને પણ તેમની  સાથે સખ્તી નથી કરી શક્તો. હા, તેઓ જિદ્દી ન થઇ જાય તે જોઉં છું. તેઓ સમયસર શાળાએ જાય, કરાટે  ક્લાસમાં જાય  તેની ખાસ કાળજી લઉં છું.  તે વધુમાં  કહે છે કે મારા બંને સંતાનોએ કરાટેમાં ગોલ્ડ મેડલ મેળવી લીધાં છે. અને શાળાની  સ્પોર્ટ્સ ઇવેન્ટમાં અવ્વલ રહ્યાં છે.

અભિનેતા માટે હવે તેનું કામ અને તેનો પરિવાર જ સર્વસ્વ છે. તે કહે છે કે હું મારા સંતાનો સાથે વધુમાં વધુ સમય વિતાવવા માગું છું. અલબત્ત, સખત પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી હોતો. હું ખૂબ કામ કરીને ૧૦૦૦થી ૨૦૦૦ કરોડ રૃપિયા કમાવવા માગું છું.

અભિનેતાની ગેરહાજરીમાં ફિલ્મોદ્યાોગમા ઝાઝું તો કાંઇ નથી બદલાયું. પણ ફિલ્મોન ા પ્રમોશનનો  ટ્રેન્ડ જરુર શરૃ થયો છે. સંજય આ બાબતે કહે છે કે અગાઉ મેં ક્યારેય આવી રીતે મારી ફિલ્મોનુું પ્રમોશન નથી કર્યું. તેથી મને તે બહુ વિચિત્ર અને થકવી નાખનારું લાગે છે.


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments