Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એમી જેક્સન : બોલીવૂડમાં મોટી તકની રાહ જોઇ રહી છે

હિન્દી ફિલ્મોમાં વર્ષ ૨૦૧૨માં પદાર્પણ કરવાથી પહેલા અભિનેત્રી એમી જેક્સને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કર્યું હતું. મૂળભૂત રીતે બ્રિટિશ મોડેલ એમીએ માત્ર ૧૬ વર્ષની ઉંમરે મોડેલિંગ શરૃ કર્યા પછી વર્ષ ૨૦૦૯માં 'મિસ ટીન વર્લ્ડ'નો તાજ જીત્યો.

ત્યાર પછી વર્ષ ૨૦૧૦માં તે 'મિસ લિવરપૂલ' બની  ત્યારે  તમિળ દિગ્દર્શક એ. એલ. વિજયે તેને પોતાની ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે લીધી. એમીએ આ ફિલ્મમાં કામ કરવા સાથે બ્રિટનમાં મોડેલિંગ પણ જારી રાખ્યું.

તેને દક્ષિણ ભારતની વિવિધ ભાષાની ફિલ્મોમાં કામ મળતું રહ્યું. ત્યાર પછી તેની પહેલી હિન્દી ફિલ્મ 'એક દીવાના થા' વર્ષ ૨૦૦૨માં રજૂ થઇ. વર્ષ ૨૦૧૫માં તે પ્રભુદેવાની ફિલ્મ 'સિંઘ ઇઝ બ્લિંગ'માં અક્ષય કુમાર સાથે આવી. ગયા વર્ષે તેની ફિલ્મ 'ફ્રીકિ અલી' આવી. અલબત્ત, આ વર્ષો દરમિયાન તેની દક્ષિણ ભારતીય ફિલ્મો આવતી રહી. પરંેતુ  તેને હિન્દી ફિલ્મોમાં ધાર્યું કામ ન મળ્યું.

અને આને માટે તે આરંભના તબક્કામાં વર્ણભેદને કારણભૂત માનતી હતી. જોકે હવે તેની આ માન્યતા બદલાઇ ગઇ છે. તે કહે છે કે આ એવી ઇન્ડસ્ટ્રી છે જે તમને જાડી ચામડીના બનાવી દે. અને અહીં તમને કોઇ ન સ્વીકારે તો એ વાત તમારે માની લેવી પડે. જો તમે તમારા અસ્વીકારને ન સ્વીકારો તો દુ:ખી દુ:ખી થઇ જાઓ. જોકે આગામી વર્ષે તેની ફિલ્મ '૨.૦  ' અને 'ધ વિલન'  આવવાની છે.

તે માને છે કે છેલ્લા એક વર્ષમાં હું અભિનેત્રી તરીકે ખાસ્સી ઘડાઇ છું. તે કહે છે કે મારા માટે સફળતાની વ્યાખ્યા અન્યો કરતાં જુદી છે. સફળતા અ ેનથી જેમાં બીજા લોકો તમને સફળ માને. જ્યાં સુધી તમને કોઇ વસ્તુ આનંદ ન આપે ત્યાં સુધી તમે તેમાં સફળ  થયા ન ગણાઓ. અને જેમાં તમને અંતરથી આનંદ થાય તે કામ સફળ થયું  ગણાય.

મઝાની વાત એ છે કે આવી ફિલોસોફી ઝાડતી અદાકારા ધાર્યું કામ ન મળે ત્યારે અફસોસ જાહેર કરવાનું પણ નથી ચૂકતી. તે કહે છે કે ગયા વર્ષે મને એક બહુ મોટી ફિલ્મની ઓફર મળી હતી. પણ તે વખતે હું '૨.૦'નું શૂટિંગ કરી રહી હતી. અને તેના સર્જક ડેટની બાબતમાં  બહુ કડક છે. આ સિવાય મારું 'આઇ'નું શૂટિંગ પણ જારી હતું. તેથી મારા હાથમાંથી મોટી ફિલ્મની તક સરી ગઇ. જ્યારે તમે આવા લોકો સાથે કામ કરો ત્યારે તમને આવું પરિણામ જ ભોગવવું પડે. હવે હું બોલીવૂડમાં એકાદ મોટી ફિલ્મ મળે તેની રાહ જોઇ રહી છું. અલબત્ત, મને એક  જ પ્રકારની ફિલ્મો નથી કરવી. હું વિવિધતાસભર ભૂમિકાઓ ભજવવા માગું છું. દક્ષિણ ભારતમાં મેં એકવિધતા ટાળી છે.

મેં ત્યાં અનેક પ્રકારના રોલ કર્યાં છે. હિન્દી ફિલ્મોમાં પણ હું અલગ અલગ પ્રકારના રોલ કરવા માગું છું. મેં 'સિંઘ ઇઝ બ્લિંગ'માં મારા એક્શન દ્રશ્યો જાતે જ ભજવ્યાં હતાં. અને મારી આગામી ફિલ્મોમાં પણ હું તેમ જ કરવા માગું છું. મને એક્શન ફિલ્મો કરવાનું બહુ ગમે છે. મને 'ધ વિલન' માટે બોડી ડબલનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું હતું પણ મેં તેને માટે ના પાડી હતીું.

વળી હમણાં હમણાં બોલીવૂડમાં સ્ત્રીપ્રધાન ફિલ્મો બનવા લાગી છે. દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાએ તેમાં શ્રેષ્ઠ ઉદાહરણ પૂરાં પાડયાં છે.  સ્વાભાવિક રીતે જ અન્ય અદાકારાઓ પણ તેમને અનુસરવાનું પસંદ કરે. હું માનું છું કે ખુલ્લા વિચારો ધરાવતા ફિલ્મ સર્જકો અભિનેત્રીઓની ટેલેન્ટને પારખે છે અને તેને મહત્વ પણ આપે છે.

એમી જેક્સન માને છે કે તમારા રોલની લંબાઇ બિલકુલ મહત્વની નથી. તે કહે છે કે તમારી ભૂમિકા દર્શકો પર કેવી છાપ છોડે છે તે અગત્યનું છે. બ્રાડ પિટે તેની પહેલી ફિલ્મમાં ધોડા પર બેસીને માત્ર પાંચ મિનિટનું દ્રશ્ય આપ્યું હતું. આજે તે  સુપરસ્ટાર છે. તેથી મારા મતે લાંબો છતાં કંટાળાજનક રોલ કરવા કરતાં નાનો પણ યાદગાર રોલ કરવો વધુ સારો.
 

Post Comments