Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અક્ષય કુમાર

- ચોક્કસ ઇમેજમાં બંધાઇ નથી રહેવું

મહત્વની વાત એ છે કે અક્ષય માત્ર ટોયલેટ વિષયક ફિલ્મ બનાવીને બેસી નથી ગયો. પરંતુ અંગત રીતે પણ તેમાં રસ લઇ રહ્યો છે. તે કહે છે કે હું પોતે જાજરૃ બનાવવા બાબતે ઘણું કરી રહ્યો છું. મારા માટે તે માત્ર એક ફિલ્મ નહોતી. આ વિષય સાથે મારી સંવેદનાઓ સંકળાયેલો છે.

છેલ્લા ઘણાં સમયથી અક્ષય કુમાર વણસ્પર્શ્યા સામાજિક મુદ્દાઓને લગતી ફિલ્મો કરીને બોલીવૂડમાં એકદમ નોખો તરી આવ્યો છે. હિન્દી ફિલ્મોદ્યોગમાં ૨૭ વર્ષ  સુધી કામ કર્યા પછી પણ તેની હીરો તરીકેની ખ્યાતિ અકબંધ છે તેનું કારણ છે તેની ફિલ્મોની વિવિધતા. તેની 'ટોયલેટ:એક પ્રેમ કથા' અને 'પેડ મેન'તેના શ્રેષ્ઠ ઉદાહરણો છે. અભિનેતા કહે છે કે તે આવી ફિલ્મો અભિનય માટે નહીં, પણ સામાજિક જાગૃતિ લાવવા માટે કરે છે.

તેથી આપણને સહેજે  થાય કે શું તેના આ પ્રયાસોને સફળતા મળી છે ખરી? આના જવાબમાં અક્ષય કહે છે કે 'ટોયલેટ'ના વિષયને લોકોએ બહુ  આસાનીથી  સ્વીકારી  લીધો હતો. પરંતુ 'પેડ મેન'ની વાત હજી ઘણાં લોકોના ગળે નથી ઉતરતી. તે વધુમાં કહે છે કે આપણે ત્યાં સેનિટરી  પેડ વિશે બહુ ઓછી જાગૃતિ છે. તેથી  આ વિષયની ફિલ્મ જોતાં કે તેના પર વાત કરતાં લોકો ખચકાય છે. આ ફિલ્મ રજૂ થયા પછી ઘણાં સ્થળોએ  મહિલાઓને આ સિનેમા જોતા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમ છતાં હું માનું છું કે આપણા સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે. માત્ર તેની ગતિ ધીમી છે.

મહત્વની વાત એ છે કે અક્ષય માત્ર ટોયલેટ વિષયક ફિલ્મ બનાવીને બેસી નથી ગયો. પરંતુ અંગત રીતે પણ તેમાં રસ લઇ રહ્યો છે. તે કહે છે કે હું પોતે જાજરૃ બનાવવા બાબતે ઘણું કરી રહ્યો છું. મારા માટે તે માત્ર એક ફિલ્મ નહોતી. આ વિષય સાથે મારી સંવેદનાઓ સેકળાયેલો છે.

અભિનેતાને  આ ફિલ્મો બનાવતી વખતે  જે અનુભવો થયા તેમાંના એક અનુભવ વિશે વાત કરતાં તે કહે છે કે અમે 'પેડ મેન' બનાવી રહ્યાં હતાં ત્યારે શૂટિંગ દરમિયાન એક યુવકને મેં પેડ હાથમાં પકડવાનું કહ્યું ત્યારે તેણે પેડ તો હાથમાં ન પકડયું, પણ ત્યાંથી ભાગી ગયો. અમે તેને પાછો બોલાવીને તેનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે અમે પાપને હાથ નથી લગાડતાં. આપણે ત્યાં માસિક કે સેનિટરી પેડ માટે આવી માન્યતાઓ ચાલી આવે છે. અને તેને બદલવાનું બહુ કપરું છે. આમ છતાં આ ફિલ્મે આ મુદ્દે  પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ટ્વિંકલ ખન્નાએ તાજેતરમાં કહ્યું હતું કે હવે તે મહિલાઓના રીપ્રોડક્ટિવ રાઇટ્સ વિશે ફિલ્મ બનાવવાનું આયોજન કરી રહી છે. તેથી લોકોને સહેજે પ્રશ્ન થાય કે શું આ ફિલ્મમાં પણ અક્ષય કામ કરશે. આના જવાબમાં અભિનેતા કહે છે કે મને તેના વિશે કાંઇ ખબર નથી. તે પોતાના આયોજનો સુનિશ્ચિત કર્યા પછી મને સરપ્રાઇઝ આપે છે. બાકી મને તો હજી સુધી એ પણ નથી ખબર કે મારો આગામી મુદ્દો કયો હશે. આનું કારણ એ છે કે હું યુધ્ધને લગતી એક ફિલ્મ કરી રહ્યો છું.

આ સિવાય હું 'હાઉસફુલ-૪' શરૃ થવાની પણ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યો છું. તે વધુમાં જણાવે છે કે મેં છેલ્લે જે પ્રકારની ફિલ્મો કરી ત્યાર પછી મને એક હળવી ફિલ્મ કરવાની આવશ્યક્તા પણ છે. વળી હું લોકોના દિલોદિમાગમાં મારી ચોક્કસ પ્રકારની ફિલ્મોના હીરો તરીકેની ઇમેજ ઊભી થાય એમ નથી ઇચ્છતો. હું વૈવિધ્યસભર ભૂમિકાઓ ભજવવા માગું છું. વાસ્તવમાં મારે આ બાબત પ્રત્યે અગાઉ જ ધ્યાન આપવાની જરુર હતી. જો હું સમયસર આ બાબતે ધ્યાન આપત  તો મારી  ફક્ત એક્શન હીરો તરીકેની છાપ ઊભી ન થાત.

સામાન્ય રીતે બે મોટી ફિલ્મો એક દિવસે રજૂ થવાની હોય ત્યારે બંને ફિલ્મોના સર્જકો ટેન્શનમાં આવી જાય છે. પરંતુ અક્ષય માને છે કે તેનો કોઇ ઇલાજ નથી. તે કહે છે કે આપણે ત્યાં દર વર્ષે ૧૮૦ ફિલ્મો બને છે. અને વર્ષમાં માત્ર ૫૨ અઠવાડિયા હોય છે. આવી સ્થિતિમાં આવું થવું સ્વાભાવિક છે. આમ છતાં આપણે એ હકીકત ન વીસરવી જોઇએ કે એક સમયમાં આપણી ફિલ્મો સિલ્વર કે ગોલ્ડન જ્યુબિલી કરતી હતી. જ્યારે હવે તો ચાર દિન કી ચાંદની જેવો  તાલ જોવા મળે છે.

મોટાભાગે ફિલ્મની સફળતાને તેના બિઝનેસ સાથે જોડવામાં આવે છે. જો સિનેમા બોક્સ ઓફિસ પર તડાકો પાડે તો તે સફળ ગણાય. પરંતુ અક્ષય માને છે કે સફળ ફિલ્મ એ જ કહેવાય જેને દર્શકો વધાવી લે

Post Comments