Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોટાભાગના કૃષિ વાયદાઓમાં થંભી ગયેલા વેપાર

- તેના પગલે હાજર બજાર પર થયેલી પ્રતિકૂળ અસર

- એરંડાની આવક વધી મથકોએ બે લાખ ગુણીને આંબી ગયાના નિર્દેશો

- એગ્રી ફયુચર્સનું પ્રભુત્વ ધરાવતા એક્સચેન્જમાં આગના બનાવ વચ્ચે

મુંબઈ, તા. 16 એપ્રિલ 2018, સોમવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે પામતેલની આગેવાની હેઠળ વિવિધ આયાતી ખાધતેલોના ભાવ નરમ હતા. દેશી ખાધતેલો વધ્યા મથાળે   અથડાતા હતા. એનસીડેક્સ એક્સચેન્જ ખાતે આગનો બનાવ બનતાં વાયદા બજારમાં સવારે થોડો સમય પછી વેપારો અટકી ગયાના સમાચાર હતા.  દરમિયાન,  વિશ્વ બજારના સમાચાર ખાધતેલોના વાયદા બજારમાં આજે નરમાઈ બતાવતા હતા.  ઘરઆંગણે ઉપરોક્ત બનાવના પગલે  સાંજે આ લખાય છે ત્યારે વાયદાના વેપારો બંધ હતા.

 વિવિધ કૃષી વાયદાઓના વેપાર મુખ્યત્વે  એનસીડેક્સ પર વિશેષ થાય છે  અને આ એક્સચેન્જમાં મુંબઈ ખાતે આગનો બનાવ બનતાં સવાર પછી વેપારો થંભી ગયા હતા. વાયદાના વેપારો બંધ રહેતાં તેના પગલે આજે હાજર બજારમાં પણ કામકાજો પાંખા પડી ગયાનું બજારે જણાવ્યું હતું. વિશ્વ બજારમાં આજે પામતેલનો વાયગો મલેશિયાના બજારમાં ઘટી છેલ્લે ૩૦, ૩૧, ૩૧ તથા ૩૧ પોઈન્ટ માઈનસમાં બંધ હતો. જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ આજે અઢી ડોલર તૂટયા હતા. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદા બજારનું  પ્રોજેકશન  સાંજે ૧૧થી ૧૨ પોઈન્ટ માઈનસમાં રહ્યાના નિર્દેશો હતા.

દરમિયાન હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ આ વર્ષે ચોમાસું સારું આવશે એવા નિર્દેશો હતા અને તેની અસર આજે ઘરઆંગણે કૃષી બજારો પર દેખાઈ હતી. જોકે કૃષી ક્ષેત્રના જાણકારોના જણાવ્યા મુજબ તાજેતરમાં વિવિધ રાજ્યોમાં પડેલા કમોસમી વરસાદના પગલે વિવિધ પાકોને  તથા વાવેતરને નુકશાન થયું છે એ જોતાં વરસાદ આવે એ પૂર્વે ખેડૂતવર્ગની સમસ્યાઓ  વધી ગઈ છે ત્યારે હવે વરસાદ સારો થવાની આગાહી થતાં  ખેડૂત વર્ગમાં  રાહત જણાઈ છે.

મુંબઈમાં એનસીડેક્સની કાંજુર માર્ગ ખાતે આવેલા કાર્યાલયમાં આજે આગનો બનાવ બન્યો હતો આશેર બપોરે ૧૨ વાગ્યા પછી વેપારો થંભી ગયા હોવાનું બજારે  જણાવ્યું હતું. ભારતની વેધશાળાના જણાવ્યા મુજબ આ વર્ષે ૯૭ ટકા નોર્મલ મોનસુન થવાની આશા છે. દરમિયાન, ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ ઘટી આજે રૃ.૬૩૮થી ૬૪૦ રહ્યા હતા. સિંગતેલના ભાવ રૃ.૮૬૦ જયારે રાજકોટ બાજુ ભાવ રૃ.૮૧૦ તથા ૧૫ કિલોના રૃ.૧૩૧૦થી ૧૩૧૫  રહ્યાના સમાચાર હતા. મગફળીની આવકો ગોંડલ બાજુ આશરે ૧૫ હજાર ગુણી તથા રાજકોટ  બાજુ આશરે ૧૦ હજાર ગુણી આવી હતી  ત્યાં મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૃ.૬૪૦થી ૬૫૦ તથા ઉંચામાં ભાવ રૃ.૭૧૫થી ૭૩૦ રહ્યા હતા.

મુંબઈમાં હાજર ભાવ  સોયાતેલ રિફા.ના રૃ.૭૬૫, સનફલાવરના રૃ.૭૦૦ તથા રિફા.ના રૃ.૭૬૫ બોલાયા હતા જયારે કપાસિયા તેલના ભાવ  રૃ.૭૬૭, કોપરેલના રૃ.૧૭૮૦ હતા.  દિવેલના ભાવ  રૃ.૯થી ૧૦ તૂટી કોમર્શિયલના રૃ.૮૪૬, એફએસજીના રૃ.૮૫૬ તથા એફએસજી કંડલાના  રૃ.૮૨૬ હતા મુંબઈ એરંડાના  હાજર ભાવ  રૃ.૪૧૨૫ વાળા રૃ.૪૦૮૦ બોલાયા હતા.એરંડા વાયદા બજાર બપોર સુધી નરમ રહ્યા પછી ટ્રેડિંગ બંધ હતું. બપોરે ભાવ એરંડા એપ્રિલના  રૃ.૪૦૭૮, મે વાયદાના રૃ.૪૦૮૪ તથા જૂનના રૃ.૪૧૩૫ હતા.

Post Comments