Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કપાસિયા ખોળ તથા કપાસિયા તેલના ભાવમાં ચમકારો

- નવા સિંગદાણામાં લોકલ તથા દરિયાપારની માગ વધ્યાના નિર્દેશો : વિશ્વ બજારમાં વિવિધ ખાદ્યતેલો ઉંચકાયા

મુંબઈ,ગુરૃવાર તા.12 ઓક્ટોબર 2017

મુંબઈ તેલ-બિયાં બજારમાં બજારમાં આજે સિંગતેલના ભાવો વધતા અટકી જળવાઈ રહ્યા હતા. જ્યારે પામતેલમાં આજે નવી માગ પાંખી રહી હતી.  પામતેલમાં આજે નવી માગ  પાંખી રહી હતી.પામતેલમાં  બુધવારે ૭૦૦થી ૮૦૦ ટનના વેપારો થયા પછી આજે નવા કામકાજો પાંખા હતા.  દરમિયાન વિશ્વ બજારના સમાચારો આજે મંજબૂતાઈ બતાવતા હતા.મલેશિયામાં પામતેલનો વાયદો વધી છેલ્લે  ૩૦, ૧૫, ૧૪ તથા ૧૪ પોઈન્ટ પ્લસમાં  બંધ હતો.   ત્યાં  પામ પ્રોડકટના  ભાવો જોકે  અઢી ડોલર નરમ હતા. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૪થી ૫ પોઈન્ટ વધ્યા પછી  પ્રોજેકશનમાં  ભાવો સાંજે  ૧૮થી ૧૯  પોઈન્ટ પ્લસમાં  રહ્યા હતા. ત્યાં ઓવરનાઈટ ટ્રેન્ડમાં સોયાખોળના ભાવો ૧૧થી ૧૩ પોઈન્ટ નરમ હતા જ્યારે  સોયાબીનનો વાયદોે  ૨થી ૬ પોઈન્ટ નરમ હતો. ન્યુયોર્ક કોેટન વાયદો ઓવરનાઈટ  નજીકની ડિલીવરીમાં  ૨૨ તથા ૮ પોઈન્ટ નરમ હતા જયારે   દૂરની ડિલીવરીના ભાવો ત્યાં ૪થી ૬  પોઈન્ટ પ્લસમાં  રહ્યા હતા. મુંબઈમાં  પામતેલના ભાવો ૧૦ કિલોના હવાલા રિસેલના  ૫૯૭ જેએનપીટીના  ભાવો  રૃ.૫૯૧ હતા. ક્રૂડ પામ ઓઈલ  સીપીઓ કંડલાના  ભાવો રૃ.૫૪૦ હતા સીપીઓ વાયદાના ભાવો સાંજે રૃ.૫૩૯ તથા સોયાતેલ વાયદાના ભાવો રૃ.૬૬૭ હતા.  મહારાષ્ટ્રમાં તાજેતરના વ્યાપક વરસાદથી સોયાબીનના પાક પર અસર પડયાના સમાચારો વચ્ચે વાયદા બજારમાં આજે ભાવો ઉંચા બોલાઈ રહ્યા હતા.દરમિયાન, મુંબઈમાં આજે સિંગતેલના ભાવો ૧૦ કિલોના રૃ.૮૮૦થી ૮૯૦ હતા જ્યારે   રાજકોટ બાજુ ભાવો રૃ.૮૬૦ તથા ૧૫ કિલોના રૃ.૧૩૮૦ રહ્યા હતા.  સિંગદાણામાં વિવિધ ઉત્પાદક મથકોએ નવા માલોની આવકો વધી છે સામે નવા માલોમાં તહેવારોની માગ પણ સારી રહ્યાના સમાચારો હતા. નવા માલોમાં  નિકાસકારોની  પૂછપરછો નિકળી છે તથા દરિયાપારના વેપારો પણ હવે થવા માંડયા છે એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.  મુંબઈમાં  સોયાતેલ રિફા.ના ભાવો રૃ.૬૫૫, સનફલાવરના ભાવો રૃ.૬૨૫ તથા રિફા.ના રૃ.૬૮૮ હતા.   કોપરેલના ભાવો રૃ.૧૪૭૫  હતા. જે બુધવારે રૃ.૧૪૮૫ હતા કપાસિયા તેલના ભાવો રૃ.૬૭૮ વાળા રૃ.૬૮૦ હતા જ્યારે કપાસિયા ખોળના ભાવો રૃ.૧૭૦૦૦થી ૧૭૩૦૦ બોલાયા હતા.  મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા, ગુજરાત વિ. રાજ્યોમાં  તાજેતરના કમોસમી વરસાદના પગલે કપાસની નવી મોસમને અસર પડશે  તથા આવકો વિલંબમાં  પડશે એવી શક્યતા કપાસના તથા રૃના ભાવો વિવિધ મથકોએ તાજેતરમાં વધી આવ્યા હતા. દરમિયાન,  મુંબઈમાં આજે  દિવેલના ભાવો રૃ.૨ ઘટી કોમર્શિયલના રૃ.૯૭૩,   એફએસજીના  રૃ.૯૮૩ તથા એફએસજી કંડલાના રૃ.૯૬૨ બોલાયા  હતા. જ્યારે  મુંબઈ હાજર  એરંડાના ભાવો   રૃ.૪૭૨૫ વાળા ૪૭૧૫ હતા.  મુંબઈ ખોળ ેબજારમાં  ભાવો સાંકડી વધઘટે આજે અથડાતા  હતા. મધ્ય  પ્રદેશમાં  સોયાબીનની આવકો આશરે દોઢ લાખ ગુણી આવી હતી ત્યાં ભાવો રૃ.૨૬૫૦થી ૨૮૦૦ તથા પ્લાન્ટ ડિલીવરીના  રૃ.૨૮૦૦થી ૨૮૭૫  હતા જયારે  સોયાતેલના ભાવો રૃ.૬૨૦થી ૬૨૫ તથા રિફા.ના રૃ.૬૫૬થી ૬૬૦ હતા.  વિશ્વ બજારમાં સનફલાવરના ભાવો જાતવાર ૮૨૦થી ૮૨૫ ડોલર હતા. મલેશિયાથી  મળતા સમાચારો મુજબ ત્યાં ક્રૂડ પામ ઓઈલ સીપીઓ  પરની નિકાસ ટેક્સ નવેમ્બર માટે વધારવાનો નિર્ણય ત્યાંની સરકારે કર્યો છે.

Post Comments