Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેન્સેક્સ ૪૦૦ પોઈન્ટ રિકવર થઈ કામકાજના અંતે ૧૧૩ પોઈન્ટ વધીને ૩૪૩૦૫

- નિફટી સ્પોટ ૪૮ પોઈન્ટ વધીને ૧૦,૫૨૮

- સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનું સતત પ્રોફિટ બુકિંગ

- ચોમાસું ચાલુ વર્ષે ૯૭ ટકા સામાન્ય રહેવાની  આઈએમડીની આગાહી : સીરિયા હુમલાને લઈ...

-  ડોલર ૨૯ પૈસા ઉછળીને રૃ.૬૫.૪૯ : એફઆઈઆઈની કેશમાં રૃ.૩૦૮ કરોડ, ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૧૮ કરોડની ચોખ્ખી વેચવાલી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ)    મુંબઈ, તા. 16 એપ્રિલ 2018, સોમવાર

સીરિયા પર અમેરિકા, યુ.કે., ફ્રાંસના ગત સપ્તાહના અંતે મિસાઈલ હુમલાને લઈ રશિયાએ આકરાં પ્રત્યાઘાત આપતાં ફરી વિશ્વ યુદ્વના ભણકારાંને લઈ વૈશ્વિક શેર બજારોમાં નરમાઈ ફરી વળ્યા સાથે ભારતીય શેર બજારોમાં પણ આજે આરંભિક આંચકા આવ્યા હતા. ફરી વૈશ્વિક અશાંતી સાથે આરંભિક આંચકા છતાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયા પર હુમલાને મિશન પૂર્ણ થયાનું જણાવતું નિવેદન કરતાં વૈશ્વિક બજારોમાં ઘટાડાની તીવ્રતા ઓછી થવા સાથે ભારતમાં માર્ચ મહિનાનો હોલસેલ ફુગાવાનો આંક ઘટીને ૨.૪૭ ટકા આવતાં અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ઘટાડા તરફી રહીને બ્રેન્ટ ક્રુડના ભાવ ૮૦ સેન્ટ ઘટીને ૭૧.૭૮ ડોલર અને નાયમેક્ષ ક્રુડના ૬૬.૬૪ ડોલર નજીક આવી જતાં તેમ જ ભારતમાં ચોમાસું ચાલુ વર્ષે ૯૭ ટકા સામાન્ય રહેવાની ઈન્ડિયા મેટ્રોલોજીકલ ડીપાર્ટમેન્ટ(આઈએમડી) દ્વારા બજાર બંધ થયા બાદ થયેલી આગાહીનો અંદેશો આવી જતાં ફંડો, મહારથીઓએ શેરોમાં ઘટયામથાળેથી શોર્ટ કવરિંગ સાથે મોટી ખરીદી શરૃ કરી દીધી હતી. ફુગાવાનો આંક ઘટીને આવ્યા સાથે કોર્પોરેટ પરિણામોની ત્રિમાસિક સીઝનમાં ઈન્ફોસીસના સાધારણ પરિણામ બાદ આઈટી શેરોમાં આરંભમાં વેચવાલી જોવાયા બાદ હવે ચાલુ સપ્તાહે ટીસીએસ સહિતના પરિણામો પર નજર સાથે ફંડોની આઈટી શેરોમાં ઘટાડે લેવાલી રહી હતી. એફએમસીજી, ફાર્મા, પાવર-કેપિટલ ગુડઝ, બેંકિંગ ફ્રન્ટલાઈન શેરોમાં આકર્ષણે સેન્સેક્સ આરંભિક ઘટાડો પચાવીને અંતે ૧૧૨.૭૮ પોઈન્ટ વધીને ૩૪,૩૦૫.૪૩ અને નિફટી સ્પોટ ૪૭.૭૫ પોઈન્ટ વધીને ૧૦,૫૨૮.૩૫ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ આરંભમાં ૨૯૩ પોઈન્ટ ગબડીને ૩૩૮૯૯ સુધી આવી પાછો ફરીને ઈન્ટ્રા-ડે ૧૪૮ પોઈન્ટ વધ્યો
ટ્રેડીંગની શરૃઆત સીરિયા મામલે વૈશ્વિક અશાંતીની ચિંતાએ વૈશ્વિક બજારોમાં નરમાઈ સાથે ઘટાડાએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૪૧૯૨.૬૫ સામે ૩૩૯૪૪.૭૩ મથાળે ખુલીને આરંભમાં જ ઈન્ફોસીસના ગત સપ્તાહના સાધારણ પરિણામ સાથે નબળા ભાવિ માર્જિનના આઉટલૂકના પરિણામે ફંડોનું ઓફલોડિંગ થતાં અને અન્ય આઈટી શેરોમાં વિપ્રો સહિતમાં નરમાઈ સાથે ઓઈલ ગેસ શેરોમાં ઓએનજીસી  સહિતમાં વેચવાલી થતાં અને ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ભારતી એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતમાં વેચવાલીએ એક તબક્કે ૨૯૩.૩૧ પોઈન્ટ ઘટીને ૩૩૮૯૯.૩૪ સુધી આવ્યો હતો. જે ઘટયામથાળેથી પાછો ફરીને ફાર્મા શેરોમાં સન ફાર્મા, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ સહિતમાં લેવાલી અને ઓટો શેરોમાં હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો, મારૃતી સુઝુકીમાં આકર્ષણે અને એફએમસીજી શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી સહિતમાં તેજી થતાં અને કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક, ઈન્ડસઈન્ડ બેંક, યશ બેંક, એક્સીસ બેંક તેમ જ ટીસીએસ, લાર્સન, અદાણી પોર્ટસ, એનટીપીસી સહિતમાં લેવાલીએ ઘટાડો પચાવીને એક તબક્કે ૧૪૮.૮૧ પોઈન્ટ વધીને ઉપરમાં ૩૪૩૪૧.૪૬ સુધી પહોંચી અંતે ૧૧૨.૭૮ પોઇન્ટ વધીને ૩૪૩૦૫.૪૩ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ઈન્ટ્રા-ડે નીચામાં ૧૦,૩૯૬ સુધી ખાબકી ફરી ૧૦,૫૦૦ ઉપર બંધ રહેવામાં સફળ : સતત આઠમાં દિવસે તેજી
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૦,૪૮૦.૬૦ સામે ૧૦,૩૯૮.૩૦ મથાળે ખુલીને આરંભમાં ધોવાણમાં ઈન્ફોસીસ પાછળ આઈટી શેરો તૂટતાં અને ઓઈલ-ગેસ શેરોમાં એચપીસીએલ, ઓએનજીસી, ગેઈલ ઈન્ડિયા, આઈઓસી સહિતમાં નરમાઈએ અને ટાટા મોટર્સ, આઈશર મોટર્સ સાથે વેદાન્તા, ટાઈટન, કોલ ઈન્ડિયા, એક્સીસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક સહિતમાં વેચવાલીએ એક તબક્કે ઘટીને ૧૦,૩૯૬.૩૫ સુધી આવી ગયો હતો. જે ઘટયામથાળેથી પાછો ફરીને સિપ્લા, સન ફાર્મા, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, લુપીન સહિતના ફાર્મા શેરોમાં તેજીએ અને હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૃતી સુઝુકી, તેમ જ એનટીપીસી, યુપીએલ, ગ્રાસીમ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એચડીએફસી લિમિટેડ, કોટક મહિન્દ્રા બેંક, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, એશીયન પેઈન્ટ સહિતમાં લેવાલીએ વધીને ૧૦૫૪૦.૧૫ સુધી પહોંચી અંતે ૪૭.૭૫ પોઈન્ટ વધીને ૧૦૫૨૮.૩૫ બંધ રહ્યો હતો. આમ આજે સતત આઠમાં દિવસે ઈન્ડેક્સ બેઝડ સુધારાની ચાલ જોવાઈ હતી.

નિફટી ૧૦,૪૦૦નો પુટ વધીને ૯૦.૭૫ થઈ ઘટીને ૩૮.૦૫ : નિફટી ૧૦,૫૦૦નો કોલ ઘટીને ૩૯.૧૦ થઈ વધીને ૧૦૬
ડેરિવેટીવ્ઝમાં આજે બે-તરફી અફડાતફડીમાં ફંડોએ તેજીનો વેપાર વધારીને તેજીની પકડ વધુ મજબૂત કરી હતી. નિફટી ૧૦,૪૦૦નો પુટ ૨,૪૭,૪૦૪ કોન્ટ્રેકટસમાં રૃ.૧૯,૪૦૨.૩૬ કરોડના કામકાજે ૬૩.૧૦ સામે ૭૧.૧૦ મથાળે ખુલીને ઉપરમાં ૯૦.૭૫ થઈ ઘટીને ૩૮ સુધી આવી અંતે ૩૮.૦૫ રહ્યો હતો. નિફટી ૧૦,૫૦૦નો કોલ ૨,૨૫,૫૭૧ કોન્ટ્રેકટસમાં રૃ.૧૭,૯૦૫.૭૫ કરોડના કામકાજે ૮૪.૧૦ સામે ૩૯.૧૦ મથાળે ખુલીને નીચામાં ૩૯.૧૦ થઈ વધીને ૧૦૬ સુધી પહોંચી અંતે ૧૦૫.૭૦ રહ્યો હતો. નિફટી ૧૦,૫૦૦નો પુટ ૧,૯૦,૦૯૦ કોન્ટ્રેકટસમાં રૃ.૧૫,૦૯૨.૮૦ કરોડના કામકાજે ૯૭ સામે ૧૪૭.૯૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૪૮ થઈ ઘટીને ૬૨.૩૦ સુધી આવી અંતે ૬૨.૬૫ રહ્યો હતો.

એપ્રિલ નિફટી ફયુચર ઘટીને ૧૦,૪૩૧ થઈ વધીને ૧૦,૫૪૫ : નિફટી ૧૧,૦૦૦નો કોલ ૧.૯૫ થી વધીને ૨ થઈ ૧.૬૫
નિફટી એપ્રિલ ફયુચર ૧,૦૪,૬૨૧ કોન્ટ્રેકટસમાં રૃ.૮૨૩૭.૫૮ કરોડના કામકાજે ૧૦,૪૯૦.૪૦ સામે ૧૦,૪૪૧.૩૫ મથાળે ખુલીને નીચામાં ૧૦,૪૩૧ થઈ વધીને ૧૦,૫૪૯ સુધી પહોંચી અંતે ૧૦,૫૪૫.૭૦ રહ્યો હતો. નિફટી ૧૦,૭૦૦નો કોલ ૧૬.૪૦ સામે ૧૨.૨૦ મથાળે ખુલીને નીચામાં ૭.૫૦ સુધી આવી વધીને ૨૧.૨૦ સુધી જઈ અંતે ૨૦.૭૦ રહ્યો હતો. બેંક નિફટી એપ્રિલ ફયુચર ૭૨,૮૬૯ કોન્ટ્રેકટસમાં રૃ.૭૩૫૬ કરોડના કામકાજે ૨૫,૨૧૯.૧૦ સામે ૨૫,૦૯૮.૬૦ મથાળે ખુલીને નીચામાં ૨૫,૦૫૦.૨૦ થઈ વધીને ૨૫,૩૪૭.૯૦ સુધી પહોંચી અંતે ૨૫,૩૩૯.૪૦ રહ્યો હતો. નિફટી ૧૧,૦૦૦નો કોલ ૧.૯૫ સામે ૨ મથાળે ખુલીને નીચામાં ૧.૫૦ થઈ વધીને ૧.૬૫ રહ્યો હતો.

ઈન્ફોસીસ નબળા ગાઈડન્સે રૃ.૩૬ ગબડીને રૃ.૧૧૩૩ : ટીસીએસ પરિણામ પૂર્વે ઉંચકાયો : ઓરેકલ રૃ.૧૧૧ વધીને રૃ.૪૧૨૪
આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. રૃપિયા સામે અમેરિકી ડોલર ૨૯ પૈસા ઉછળીને રૃ.૬૫.૪૯ થઈ જવાની આઈટી શેરોમાં પસંદગીની પોઝિટીવ અસર જોવાઈ હતી. અલબત ગત સપ્તાહમાં ઈન્ફોસીસ દ્વારા જાહેર થયેલા ચોથા ત્રિમાસિકના  પરિણામ અપેક્ષિત  સાધારણ જાહેર થયા સાથે કંપનીએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે માર્જિન અંદાજો નબળા રજૂ કર્યાની નેગેટીવ અસરે ફંડોની શેરમાં વેચવાલીએ શેર રૃ.૩૬.૨૦ ઘટીને રૃ.૧૧૩૨.૮૦ રહ્યો હતો. અન્ય શેરોમાં વિપ્રો રૃ.૩.૪૦ ઘટીને રૃ.૨૮૯.૯૫, એમ્ફેસીસ રૃ.૧૫.૫૫ ઘટીને રૃ.૮૯૧.૧૦ રહ્યા હતા. જ્યારે માઈન્ડટ્રી રૃ.૧૫.૬૦ વધીને રૃ.૮૬૭.૯૫, ઓરેકલ ફિનસર્વ રૃ.૧૧૧.૮૦ વધીને રૃ.૪૧૨૪.૪૦, ટીસીએસ ચાલુ સપ્તાહમાં ગુરૃવારે પરિણામ જાહેર થતાં પૂર્વે આકર્ષણે રૃ.૩૩.૮૦ વધીને રૃ.૩૧૮૪.૮૦, એચસીએલ ટેકનોલોજી રૃ.૯.૭૫ વધીને રૃ.૧૦૦૧.૧૦ રહ્યા હતા.

ફાર્મા શેરોમાં ફંડોનું વધતું આકર્ષણ : કોપરાન, સિપ્લા, આરપીજી લાઈફ, દિવીઝ લેબ., ફાઈઝર, વોખાર્ટ, લુપીન ઉછળ્યા
ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડો, ખેલંદાઓનું લેવાલીનું આકર્ષણ વધતું જોવાયું હતું. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૫૧.૪૨ પોઈન્ટ વધીને ૧૩૮૩૦.૯૪ બંધ રહ્યો હતો. કોપરાન રૃ.૫.૦૫ વધીને રૃ.૬૮.૭૫, ગુફિક બાયો રૃ.૮.૪૫ વધીને રૃ.૧૩૦.૨૫, સિપ્લા રૃ.૨૮.૯૫ ઉછળીને રૃ.૫૮૩.૫૫, આરપીજી લાઈફ રૃ.૧૧.૭૫ વધીને રૃ.૪૨૨.૩૫, દિવીઝ લેબ રૃ.૨૬.૪૦ વધીને રૃ.૧૧૭૦.૧૦, ફાઈઝર રૃ.૪૭.૯૫ વધીને રૃ.૨૧૩૭.૯૫, વોખાર્ટ રૃ.૧૩.૬૫ વધીને રૃ.૭૫૬.૭૫, એલેમ્બિક લિમિટેડ રૃ.૧.૦૫ વધીને રૃ.૫૯.૩૫, ટોરન્ટ ફાર્મા રૃ.૨૦.૫૦ વધીને રૃ.૧૩૪૪.૪૫, લુપીન રૃ.૧૨ વધીને રૃ.૭૯૩.૩૫, પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૃ.૩૩.૩૫ વધીને રૃ.૨૬૦૧.૭૦, સન ફાર્મા રૃ.૬.૪૫ વધીને રૃ.૫૧૯.૬૫, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૃ.૧૪.૬૫ વધીને રૃ.૨૧૦૧.૬૫ રહ્યા હતા.

ખાનગી બેંક શેરોમાં સતત ફંડોનું આકર્ષણ : કોટક બેંક રૃ.૨૨ વધીને રૃ.૧૧૭૦ : એચડીએફસી શેરોમાં પણ વધ્યા
બેંકિંગ શેરોમાં બેંકોની એનપીએમાં ગીતાંજલી જેમ્સને લોન ડિફોલ્ટરને પરિણામે આ વખતે રૃ.૮૦૦૦ કરોડનો ઉમેરો થવાના  અહેવાલોએ પીએસયુ બેંક શેરોમાં નરમાઈ જોવાયા સામે ખાનગી બેંક શેરોમાં આજે સતત પસંદગીનું આકર્ષણ જળવાયું હતું. કોટક મહિન્દ્રા બેંક રૃ.૨૧.૫૫ વધીને રૃ.૧૧૭૦.૦૫, એચડીએફસી બેંક રૃ.૧૦.૬૦ વધીને રૃ.૧૯૩૮.૬૫, ઈન્ડસઈન્ડ બેંક રૃ.૭.૩૦ વધીને રૃ.૧૮૬૬.૨૫ રહ્યા હતા. પીએસયુ બેંક શેરોમાં યુકો બેંક રૃ.૧.૪૫ ઘટીને રૃ.૨૦.૯૦, અલ્હાબાદ બેંક રૃ.૧.૧૫ ઘટીને રૃ.૫૧.૯૦, પીએનબી રૃ.૨.૧૦ ઘટીને રૃ.૯૯.૧૫, જે એન્ડ કે બેંક રૃ.૫૮.૯૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૧.૯૦ ઘટીને રૃ.૨૪૯.૩૦ રહ્યા હતા.

ચોમાસું ચાલુ વર્ષે ૯૭ ટકા સામાન્ય રહેવાની આઈએમડીની આગાહી : ગુજરાત અંબુજા એક્ષપોર્ટ, બ્રિટાનીયા, એગ્રો ટેક ફૂડ , આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર વધ્યા
માર્ચ મહિનાનો રીટેલ બાદ હવે હોલસેલ ફુગાવનો આંક પણ ઘટીને ૨.૪૭ ટકા આવતાં તેમ જ ચાલુ વર્ષે ૨૦૧૮માં ચોમાસું ૯૭ ટકા સામાન્ય રહેવાની આઈએમડી દ્વારા કરાયેલી આગાહી પૂર્વે એફએમસીજી શેરોમાં ફંડોનું ફરી આકર્ષણ વધતું જોવાયું હતું. ગુજરાત અંબુજા એક્ષપોર્ટસ રૃ.૧૮.૧૫ વધીને રૃ.૨૮૨.૦૫, બ્રિટાનીયા રૃ.૧૦૬.૬૦ વધીને રૃ.૫૩૧૧.૯૦, આઈટીસી રૃ.૩.૭૦ વધીને રૃ.૨૬૪.૫૦, મેરિકો રૃ.૩.૫૦ વધીને રૃ.૩૧૯.૮૫, ઝાયડસ વેલનેસ રૃ.૨૯.૪૦ વધીને રૃ.૧૨૧૦.૪૫, નેસ્લે ઈન્ડિયા રૃ.૫૨.૪૦ વધીને રૃ.૮૭૪૪.૭૦, હિન્દુસ્તાન યુનિલિવર રૃ.૧૦.૧૦ વધીને રૃ.૧૪૧૯.૮૦, ટાટા ગ્લોબલ બિવરેજીસ રૃ.૪.૩૫ વધીને રૃ.૨૭૯.૪૦, એટીએફએલ રૃ.૧૬.૨૫ વધીને રૃ.૭૦૩.૯૫, એડીએફ ફૂડસ રૃ.૪.૫૦ વધીને રૃ.૨૩૮.૫૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ : માર્કેટબ્રેડથ નેગેટીવ : ૧૪૬૩ શેરો નેગેટીવ બંધ : ૧૭૩ શેરોમાં મંદીની સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના સંખ્યાબંધ શેરોમાં આજે ફંડો, ખેલંદાઓનું પ્રોફિટ બુકિંગ રહેતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૭૬ સ્ક્રીપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૬૩ અને વધનારની સંખ્યા ૧૨૧૧ રહી હતી. ૧૫૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૭૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

એફઆઈઆઈની કેશમાં રૃ.૩૦૮.૧૩ કરોડની ચોખ્ખી વેચવાલી : ડીઆઈઆઈની રૃ.૨૯ કરોડની ચોખ્ખી વેચવાલી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આજે-સોમવારે કેશમાં રૃ.૩૦૮.૧૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૃ.૩૯૨૩.૯૫ કરોડની ખરીદી સામે કુલ રૃ.૪૨૩૨.૦૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૃ.૨૮.૯૭ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૃ.૨૯૯૮.૬૬ કરોડની ખરીદી સામે રૃ.૩૦૨૭.૬૩ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૧૮.૪૧ કરોડની ચોખ્ખી વેચવાલી અને સ્ટોક ફયુચર્સમાં રૃ.૩૭.૭૫ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.

Post Comments