Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વરસાદની કપાસના પાક પર અસર હાજર ભાવ તેમજ વાયદો ઉંચકાયો

મુંબઈ, ગુરૃવાર તા.12 ઓક્ટોબર 2017

મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અન્ય કેટલાક રાજ્યોમાં તાજેતરમાં થયેલા વરસાદના કારણે કપાસના પાક પર અસર થવા સાથે તેની આવકો પણ મર્યાદિત રહેવા સાથે નવી લેવાલી ન કરતા કપાસના હાજર ભાવ તેમજ વાયદો ઉંચકાયા હતા.

જો કે તાજેતરમાં જોવા મળેલ તેજીનો વક્કર હંગામી આગામી માસમાં ભાવમાં ઘટાડો થવાની શક્યતા
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ તાજેતરમાં એટલે કે છેલ્લા દસેક દિવસ દરમ્યાન મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, તેલંગણા સહિત અન્ય રાજ્યોમાં વરસાદ થતા તેની કપાસના પાક પર અસર થવા પામી છે.

બીજી તરફ અન્ય કેટલાક રાજ્યોમાં વાવણી મોડી થઈ હોવાના કારણે પાક મોડો ઉતરવાનો હોઈ આવકોનું પ્રમાણ પણ ઘટવા પામ્યું છે તેની સામે મીલરો દ્વારા નવી લેવાલી હાથ ધરાતા તાજેતરમાં કપાસમાં ચમકારો જોવા મળ્યો છે.

ઉપરોક્ત પરિબળોના પગલે તાજેતરના કપાસના હાજર ભાવ તેમજ વાયદાના ભાવમાં વધારો થવા પામ્યો છે.

ઉપલબ્ધ ડેટા મુજબ હાજર બજારમાં કપાસ ગાંસડી દીઠ રૃા. ૧૮૬૦૦થી ૧૯૨૦૦ના ભાવ મુકાઈ રહ્યા છે. બીજી તરફ વાયદામાં તેની અગાઉની ૧૯૨૫૦ની સપાટી કુદાવી ભાવ ઉપર ગયા છે.

કપાસમાં જોવા મળેલ તેજીનો આ વક્કર કામચલાઉ જણાઈ રહ્યો છે તેમ જણાવતા જાણકાર વર્તુળોએ ઉમેર્યું હતું કે, આગામી માસની શરુઆત સાથે કપાસના ભાવ નીચે આવશે. આગામી માસે આવકોનું દબાણ વધતા તેની સીધી અસર બજારભાવ પર જોવા મળશે.

પ્રાપ્ત માહિતી મુજબ હાલ બજારમાં અંદાજે દોઢ લાખ ગાંસડી માલ ઠલવાઈ રહ્યો છે. તેની સામે મીલરો દ્વારા દૈનિક લાખેક ગાંસડી આસપાસ ખરીદી થઈ રહી હોવાનું અનુમાન છે.

Post Comments