Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હવે બેન્કો ડિફોલ્ટર્સની સાપ્તાહિક ધોરણે જાહેરાત કરશે, ૨૩ ફેબુ્રઆરીથી આરંભ

- રિઝર્વ બેન્કે નવી સ્ટ્રેસ્ડ એસેટ્સ ફ્રેમવર્કમાં સુધારો કર્યો

- SMA તરીકે વર્ગીકૃત્ત જેમાં રૃ. ૫ કરોડ કે તેનાથી વધુ રોકાણ ધરાવતી કંપનીઓનો સમાવેશ થતો હોય તેની ધિરાણ માહિતીનો અહેવાલ CRILCને સોંપવામાં આવશે

નવી દિલ્હી, તા.13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ નવી સ્ટ્રેસ્ડ એસેટ્સ ફ્રેમવર્કમાં સુધારો કર્યો છે અને દરેક બેન્કોને ડિફોલ્ટ ઓળખી કાઢવા અને ૨૩ ફેબ્આરીથી આરબીઆઇ ક્રેડિટ રજિસ્ટ્રીને દર શુક્રવારે ડિસ્ક્લોઝર કરવા માટે પણ જણાવ્યું છે.

દરમિયાનમાં આરબીઆઇએ પ્રવર્તમાન રિસોલ્યુશન ફ્રેમવર્ક અને જોઇન્ટ લેન્ડર્સ ફોરમ (જેએલએફ) તાત્કાલિક અસરથી પાછા ખેંચી લીધા છે. રિવાઇટલાઇઝીંગ ડિસ્ટ્રેસ્ડ એસેટ્સ, કોર્પોરેટ ડેટ રિસ્ટ્રક્ચરીગ સ્કીમ, ફ્લેક્સીબલ સ્ટ્રક્ચરીંગ ઓફ એક્ઝિસ્ટીંગ લોંગ ટર્મ પ્રોજેક્ટ લોન્સ, સ્ટ્રેટેજિંક ડેટ રિસ્ટ્રક્ચરીંગ સ્કીમ (એસડીઆર), ઓનરશિપ આઉટસાઇડ એસડીઆરમાં ફેરફાર અને સ્કીમ ફોર સસ્ટેનેબલ સ્ટ્રક્ચરીંગ ઓફ સ્ટ્રેસ્ડ એસ્ટેસ (એસ૪એ)ની પ્રવર્તમાન સુચંનાઓ તાત્કાલિક અસરથી પાછી ખેંચી લેવામાં આવે છે એમ જણાવ્યું હતું.

ઇનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્ટસી કાડ, ૨૦૧૬ (આઇબીસી)ની રચનાની દ્રષ્ટિએ પ્રવર્તમાન માર્ગદશકાઓને સ્ટ્રેસ્ડ એસેટ્સના ઉકેલ માટેના સંલગ્ન અને સરળ જિનેરિક ફ્રેમવર્કની પૂરક બનાવવાનું નક્કી કરવામાં આવ્યં છે એમ આરબીઆઇએ તાજેતરમાં  સ્ટ્રેસ્ડ એસેટ્સના ઉકેલ માટેના સુધારેલા ફ્રેમવર્ક પરના એરક પરિપત્રમાં જણાવ્યું હતું.

આ પરિપત્ર અનુસાર ધિરાણકર્તાઓ ડિફોલ્ટ થતા જ લોન ખાતામાં પ્રારંભિક સ્ટ્રેસને સ્પેસિયલ મેન્શન એકાઉન્ટ (એસએમએ) તરીકે સ્ટ્રેસ્ટ એસેટ્સ વર્ગીકૃત્ત કરીને ઓળખી કાઢશે. એસએમએ પેટા કેટેગરીઓને ઓળખી કાઢવામાં આવી છે તે અનુસાર મૂળ કે વ્યાજની ચૂકવણી અથવા અન્ય રકમ ૧-૩૦ દિવસોમાં પૂર્ણ કે આંશિક રીતે ભરવામાં આવી હોય તેને એએમએ-૦, ૩૧-૬૦ દિવસોમાં ભરવામાં આવી હોય તેને એસએમએ-૧ અને ૬૧-૯૦ દિવસોમાં ભરવામાં આવી હોય તેને એસએમએ-૨ તરીકે વર્ગીકૃત્ત કરવામાં આવી છે.

આરબીઆઇએ વધુમાં જણાવ્યું છે કે ધિરાણકર્તાઓ એસએમએ તરીકે વર્ગીકૃત્ત કરાયેલા વર્ગીકરણ સહિતની ધિરાણ માહિતીનો અહેવાલ કે જેમાં રૃ. ૫ કરોડ કે તેનાથી વધુ રોકાણ ધરાવતી કંપનીઓનો સમાવેશ થતો હોય તેનો સેન્ટ્રલ રિપોઝિટરી ઓફ ઇન્ફર્મેશન ઓન લાર્જ ક્રેડિટ્સ (સીઆરઆઇએલસી)ને આપશે.

સીઆરઆઇએલસી-સી મુખ્ય અહેવાલ હવે માસિક ધોરણે સુપરત કરવાનો રહેશે, જે ૧ એપ્રિલ ૨૦૧૮થી અસરમાં આવશે. વધુમાં રૃ. ૫ કરોડ કે તેથી વધુ રોકાણ ધરાવતા લોન લેનારાઓની માહિતી સાપ્તાહિક ધોરણે, શુક્રવારે કામકાજો બંધ થવાના દિવસે અથવા જો શુક્રવારે રજા આવતી હશે તો તેના એક દિવસે પહેલા આપવાની રહેશે.

આ પ્રકારનો સૌપ્રથમ અહેવાલ ૨૩ ફેબ્આરીએ પૂરા થતા સપ્તાહ માટે સુપરત કરવાનો રહેશે એમ બેન્કિંગ રેગ્યુલેટરે જણાવ્યું હતું.

Post Comments